સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ આપી, ગુજરાતમાં VVPAT કેટલા ?

આંધ્ર્ પ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુના વડપણ હેઠળ 21 વિપક્ષી પાર્ટીઓએ EVMને લઇને સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી મામલે કોર્ટે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ આપી છે. કોર્ટે બંનેને 25 માર્ચ સુધી જવાબ આપવા માટે કહ્યું છે. અરજીમાં સુપ્રીમ કોર્ટે માગ કરી છે કે ચૂંટણી પંચને નિર્દેશ આપવામાં આવે કે મતગણતરી વખતે કમસે કમ 50 ટકા VVPAT ને EVM સાથે સંલગ્ન છે કે નહી તે ચકાસવામાં આવે. તેથી ગુજરાતમાં હવે કોંગ્રેસ સહિતના પક્ષો વીવીપેટ અંગે પ્રશ્નો ઊભા કરી રહ્યાં છે. ગુજરાતમાં કેટલા વીવીપેટ મૂકવામાં આવશે એવું રાજ્ય ચૂંટણી તંત્રને પૂછવામાં આવ્યું છે.

CJI રંજન ગોગોઇના વડપણ હેઠળની બેંચે ચૂંટણી પંચને કહ્યું છે કે આ મામલે કોર્ટને સહયોગ કરવા માટે એક અધિકારી આપવામાં આવે. મામલાની આગામી સુનાવણી 25 માર્ચના રોજ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે વિપક્ષી દળો EVM ઘણી વખત સવાલો કરતું આવ્યું છે. તેમની માગ છે કે પરિણામ જાહેર કરતા પહેલા કમસે કમ 50 ટકા VVPAT ને EVM માં પડેલા મતો સાથે સરખાવવામાં આવે જેથી EVM સાથેની છેડછાડને રોકી શકાય. જેના માટે ચંદ્રબાબુ નાયડુ, અખિલેશ યાદવ, કે.સી. વેણુગોપાલ, શરદ પવાર, અરવિંદ કેજરીવાલ, સતીષચંદ્ર મિશ્રા સહિત વિપક્ષના 21 નેતાઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે.

વિપક્ષી નેતાઓએ ચૂંટણી પંચના દિશા-નિર્દેશોને પડકાર આપ્યો છે જેમાં પ્રતિ વિધાનસભા ક્ષેત્રના કોઇ એર પોલિંગ સ્ટેશનના VVPATની ગણતરીને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. અરજીમાં કહેવાયું છે કે આ રીતે કુલ EVMના માત્ર 0.44 % પણ ઓછા VVPAT સંલગ્ન થશે.