વડોદરા,તા:૧૯
થોડા દિવસો પહેલા જ વડોદરાના એક જવાન બોર્ડર પર શહીદ થયા હતા અને તેમની અંતિમ યાત્રામાં હજાર લોકો ઉમટી પડ્યાં હતા, હવે વધુ એક વડોદરાના જવાન શહીદ થયા છે, શહેરના સંજય સાધુ બીએસએફમાં આસામ બોર્ડર પર ફરજ બજાવતા હતા અને તેઓ શહીદ થઇ ગયા છે, શહેરના ગોરવા કરોડિયા રોડ પરની ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા તેમના પરિવારે જણાવ્યું છે કે તેમને ગઇકાલે રાત્રે બીએસએફમાંથી ફોન આવ્યો હતો કે સંજય દેશ માટે શહીદ થઇ ગયા છે, ટૂંક સમયમાં તેમનો પાર્થિવ દેહ વતન લાવવામાં આવશે, સંજય સાધુના જવાથી તેમના પત્ની, બે પુત્રીઓ અને એક પુત્ર પર આભ તૂટી પડ્યું છે, પરિવાર શોકની લાગણીમાં ડૂબી ગયો છે. જો કે તેઓ દેશ માટે શહીદ થતા ગુજરાત અને દેશનું ગૌરવ બન્યાં છે.