હાર્દિક પટેલ અને બીજા તેમના સાથીદારોએ પાટીદારોને અનામત આપવાનું આંદોલન શરૂ કર્યું તેમાં પહેલાં આનંદીબેન પટેલની સરકારે 10 ટકા આરક્ષણ આપવાની જાહેરાત કરવી પડી હતી. ત્યાર બાદ હવે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે, જે હાર્દિક પટેલની જીત માનવામાં આવી રહી છે. હાર્દિક પટેલે આર્થિક અનામત આપવાની આનંદીબેન પટેલની જાહેરાતને લોલીપોપ ગણીવી હતી. હવે કેન્દ્ર સરકારે તે જાહેરાત કરી છે તેને પણ લોલીપોપ કહી છે. કારણ કે પાટીદારો 49 ટકા ઉપરાંતની OBC અનામત માંગી રહ્યાં છે. જે અંગે OBC કમિશન સમક્ષ હમણાં જ રજૂઆતો કરવામાં આવી હતી.
ગુજરાતની 56 જાતિઓને માટે કાયદો લાવવો પડશે
કેન્દ્ર સરકારે જાહેર કરેલી આર્થિક અનામતમાં ગુજરાતની 56 સવર્ણ જ્ઞાતિઓને લાભ મળશે. જેમાં બ્રાહ્મણ, વળાદરા બ્રાહ્મણ, અનાવિલ બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ- નાગર, શ્રીમાળી બ્રાહ્મણ, દિચ્ય બ્રાહ્મણ, તપોધન બ્રાહ્મણ, મેવાડા બ્રાહ્મણ, મોઢ બ્રાહ્મણ, ગુગળી બ્રાહ્મણ, સાંચોરા બ્રાહ્મણ, સારસ્વત બ્રાહ્મણ, રાજપૂત- રજપૂત, ક્ષત્રિય, વાણિયા- વૈષ્ણવ શાહ, ભાટિયા, ભાવસાર, ભાવસાર(જૈન), બ્રહ્મ ક્ષત્રિય, ક્ષત્રિય પ્રભુ, પૂજારા, કેર, ખડાયતા, ખત્રી, કળબી- કણબી, લેઉવા પાટીદાર- પટેલ, કડવા પાટીદાર, પટેલને કેન્દ્ર સરકારનો 10 ટકા અનામતનો લાભ મળશે. આ લાભ કેન્દ્ર સરકારની યોજનાઓ અને નોકરિઓ માટે મળશે. ગુજરાત સરકારે તેમ માટે અગલથી કાયદો બનાવવો પડશે. જે હવે પછી વિધાનસભામાં લાવવો પડશે કે કોને અનામત આપવી.
1 મેએ આનંદીબેન પટેલે જાહેરાત કરી હતી
1 મે ગુજરાત સ્થાપના દિવસે જ ગુજરાતની આનંદીબેનની સરકારે સવર્ણોને શિક્ષણ અને નોકરીમાં આર્થિક ધોરણે 10 ટકા અનામત આપવાનો વટહુકમ બહાર પાડ્યો હતો. જેમાં SC, ST અને OBCને આપવામાં આવેલી 49 ટકા અનામતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. આર્થિક પછાત વર્ગ (ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસ- EBC) મુજબ આપવામાં આવેલી 10 ટકા અનામતનો લાભ મેળવવા માટે વાર્ષિક 6 લાખની આવક મર્યાદા રાખવામાં આવી હતી. અનામત માટે અંદોલનનો રસ્તો અપનાવનાર પાટીદાર આ અનામતને સરકારની વધુ એક લોલીપોપ ગણાવી હતી. જે સારી ઠરી હતી. કારણ કે ગુજરાતની વડી અદાલતે અનામત ફગાવી દીધી હતી. હાલ તે દેશની સર્વોચ્ચ અદાલતમાં પડકર છે. પણ પાટીદારો તો હાસલની 50 ટકાથી વધારીને અલગથી OBC અનામત માંગે છે. બંધારણની કલમ 14 અને 16 પ્રમાણે છે કે, બંધારણમાં સુધારો કરીને આપવા માંગે છે તે નક્કી ન હતું.
માત્ર 10 ટકા આર્થિક અનામત પર્યાપ્ત નથી. આ રીતે જ અનામત આપવી હોય તો આશરે 22 ટકાથી વધુ હોવી જોઈએ. કારણ કે, જનરલ કેટેગરીમાં મોટી સંખ્યામાં અન્ય જ્ઞાતિના લોકોનો સમાવેશ છે. માત્ર પાટીદાર સમાજના લોકોને શાંત કરવા માટે અમલમાં આવેલી યોજના હતી. 10 ટકા અનામત પૂરતું નથી. સવર્ણ સમાજના લોકોના બાળકો અને યુવાનોને અનામત ન મળવાના કારણે તેઓએ પુરતો અભ્યાસ કર્યો હોવા છતાં યોગ્ય નોકરી મેળવી શકતા નથી, એવું હવે કેન્દ્ર સરકાર પણ માની રહી છે.
પાટીદારો OBC માંગે છે, મરાઠાની જેમ
છેલ્લા 4 વર્ષથી ગુજરાતમાં પાટીદાર આંદોલન ચાલી રહ્યું છે. અને તેમાં અવનવા વળાંક આવ્યા હતા. મહારાષ્ટ્રમાં મરાઠા અનામત જાહેર કરવામાં આવી છે. ગુજરાત સરકાર મરાઠા અનામતનો અભ્યાસ કરી રહી હતી. સુપ્રીમ કોર્ટના નિયમ અનુસાર 50 ટકા જ અનામત હોય છે અને તેનાથી વધારે અનામત આપી શકાય નહીં. પરતું મહારાષ્ટ્રમાં મરાઠાઓને 16 ટકા અનામત આપી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનામત મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારની વિગત મંગાવી છે. પહેલાતો મરાઠાઓને અનામત અંગેના સર્વેનો જે રીપોર્ટ છે એમાં શું છે શું નહીં કેવી રીતે અનામત આપ્યું છે તેનો અભ્યાસ કરીને પછી આગળ જોશું.