સહકારી પ્રવૃત્તિમાં ભાજપનો હસ્તક્ષેપ

ગ્રામ્ય વિસ્તારને મજબૂત કરવા માટે સહકારી મંડળીઓ, દૂધ સહકારી મંડળી, ખાંડ સહકારી મીલ, સહકારી બેંક પાછળ સરકાર એક હજાર કરોડનું ખર્ચ કરશે. સહકારી પ્રવૃતિ થકી ગ્રામ્ય વિસ્તારનો આર્થિક કાયાકલ્પ કરી શકાય તેમ છે. મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજને સાકાર કરવા વિના સહકાર નહીં ઉધ્ધાર દૂર દેખાય રહ્યું છે. સહકારી સંસ્થાઓ મૂડીવાદી અને સામ્યવાદ સામે આર્થિક અસમાનતા દૂર કરવાની ચળવળ છે.  પણ તેમાં રાજકીય હસ્તક્ષેપ વધતાં હવે સહકારી પ્રવૃત્તિ વેરભાવ વધારતી બની ગઈ છે. સહકારી ડેરી ભાજપના નેતાઓના હાથમાં આવી ગઈ છે, એકમાત્ર મહેસાણા ડેરી ભાજપ પાસે નથી. ડો.વરગીસ કુરીયન દ્વારા સહકારી ડેરી મળખુ ઊભું કરાયું હતું. હવે 24 લાખ ઘરમાં ડેરીનું કામ થાય છે ત્યાં ભાજપની ડખલગીરી બધી છે. જે ગ્રામ સ્વરાજ કે સહકાર વિરૃદ્ધની નીતિ ગણવામાં આવે છે. 

૩૬ લાખ પશુપાલક ૨૪ દૂધ સંઘોમાં ૧૬,૦૦૦ જેટલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ છે. ૨૫લાખ દૂધ ઉત્પાદક સભાસદો દૂધ ભરાવે છે. જેમાં ૨૪ લાખના બેંક ખાતા છે. ડેરીના સૂત્રો કહે છે કે, ડેરીના સંચાલકો મનમાની કરી રહ્યાં છે. જે પશુપાલક વાંધો ઉઠાવે છે તેમનું દૂધ લેવાનું બંધ કરી દેવામાં આવે છે.

11.27 લાખ ટન ખાંડ સહકારી ખાંડ કારખાનામાં બની

૧૬ ખાંડના કારખાના છે, જેમાં ૧૪ સહકારી છે. રોજની પીલાણ ક્ષમતા ૬૫,૨૫૦ (ટી.સી.ડી.) છે. ૨૦૧૮-૧૯ ના વર્ષમાં ૧૦૩.૮૧ લાખ મે.ટન શેરડીનું પિલાણ કરી ૧૦.૮૫ ટકા રીકવરી સાથે ૧૧.૨૭ લાખ મે.ટન ખાંડનું ઉત્પાદન થયું છે.

આંકડામાં ગ્રામ સ્વરાજ કેવું છે

-સહકાર વિભાગનું રૂ.૧૧૧૬ કરોડનું અંદાજપત્ર.

-પાક ધિરાણ શૂન્ય ટકા વ્યાજ દરે આપવામાં આવી રહયું છે. 

-સહકારી ધિરાણ મંડળી દ્વારા ૧૧૨૩ ગોડાઉન દ્વારા ૨.૪૬ લાખ મેટ્રીક ટનની સંગ્રહ શક્તિ છે.

-ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓ (પેક્સ)ના કોમ્પ્યુટરાઇઝેશન તથા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો સાથે કોર બેન્કીંગ સીસ્ટમ (CBS) થી ત્રણ વર્ષમાં જોડવા રૂ.૭૦ કરોડની જોગવાઈ છે.

-આદિજાતિ વિસ્તારની ખેતપેદાશો બજાર સમિતિના મુખ્યયાર્ડમાં લાવવા પ્રતિ ટન રૂ. ૫૦૦ અપાશે.

-સહકારી ખાંડક્ષેત્રને વધુ મજબૂત કરવા રૂ. ૧૯.૭૩ કરોડ ફાળવેલા છે. રૂ.3100 ટેકાના ભાવ નક્કી કરેલા છે.

-શેરડીના ઇથેનોલ પ્લાન્ટ બનાવવા સબસિડી છે.

-સરકાર સંચાલિત પેટ્રોલિયમ કંપનીઓ જેવી કે આઇ.ઓ.સી., એચ.પી.સી.એલ. ધ્વારા ઇથેનોલની ૧૦% માત્રા પેટ્રોલમાં ઉમેરવામાં આવે છે.   

નાગરિક બેંક

નાગરિક બેંકોની સંખ્યા ૩૧ માર્ચ 2019માં ૨૧૮ છે. થાપણ રૂ।.૬૧,૨૨૫ કરોડ છે. તેમજ રૂ।.૩૩,૧૮૫ ધિરાણ છે. ૩૪.૯૮ લાખ સભાસદ અને ૯૯.૨૫ લાખ થાપણદારો છે. ૧૮૨ એ.ટી.એમ. છે.