સાંસદ હરિન પાઠકે અનુદાન આપ્યું પણ રોડ ન બન્યો

૧૨ જુલાઈ, ૨-૧૩ના રોજ તત્કાલીન સાંસદ હરિન પાઠક દ્વારા દોઢ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તત્કાલીન ધારાસભ્ય કામિનીબા રાઠોડે આ કામ માટે વધુ ૫૦ હજાર રૂપિયાની ગ્રાન્ટ આપી હતી. આમ કુલ બે લાખ રૂપિયા રોડ બનાવવા માટે ફાળવવામાં આવ્યા હતા.

હર્ષદનગર પ્રાથમિક શાળા બાળકોને ચોમાસામાં આવવા-જવાની તકલીફ પડે છે. સ્કૂલ સુધી પહોંચવા માટે રસ્તો ન હોવાના કારણે ચોમાસામાં રાશન અને રસોઈનો બીજો માલસામાન લાવવાનું પણ અઘરું બને છે. આ રોડ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવાયા બાદ પણ હજુ કોઈ કામગીરી થઈ નથી. સ્કૂલના પ્રિન્સિપાલે આ અંગે દહેગામ નગરપાલિકાને ૨૪ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ ફરી જાણ કરી હતી. આ અગાઉ પણ અનેક વખત જાણ કરવા છતાં કોઈ કામગીરી થઈ નથી. ચોમાસામાં સ્કૂલ સુધીના માર્ગ પર પાણી ભરાઈ જતાં હોવાના કારણે ક્યારેક બાળકો માટે મિનિ વેકેશનનો માહોલ હોય છે. આગામી ચોમાસા પહેલા સ્કૂલ સુધીનો રોડ બની જાય તો બાળકોના ભણતરમાં રોડનો અભાવ નડતરરૂપ નહીં બને.