કેવડીયા ખાતે ભાજપની બેઠક

ગુજરાતમાં 2022 માં ભાજપ 182 બેઠકો કાર્યકર્તાની મહેનતથી જીતશે : સી.આર. પાટિલ

ગુજરાતમાં કેવડીયા ખાતે મળેલી પ્રદેશ કારોબારીની બેઠકને સંબોધતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલે જણાવ્યું હતું કે ભાજપ 2022 માં 182 બેઠકો જીતશે તેવો કાર્યકર્તાની મહેનત જોઈ એમના ઉપર મને ભરોસો છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે તમને કોઈ જીતાડવાની જવાબદારી આપે અને જીતાડીએ એ પણ આપણી જીત છે. તેમજ સહકારી ક્ષેત્રની ચૂંટણી પણ પાર્ટી દ્રારા જ લડાશે અને મેન્ડેડ પણ અપાશે.

સોમવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પ્રથમ કારોબારી બેઠક મળી હતી. આ કારોબારીની શરૂઆતમાં કેટલાક રાજકીય ઠરાવ પસાર કરાયા. જેમાં કોરોના કાળમાં સરકારે કરેલ કામગીરીને લઈ અભિનંદન આપતો પ્રસ્તાવ રજૂ પસાર કરાયો હતો. વર્તમાન સ્થિતિ તાઉ-તે વાવઝોડામાં કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલી કામગીરીને લઈને પણ ઠરાવ પસાર કર્યો. સાથે જ રાજકીય આગેવાનના થયેલા અવસાનને લઇ શોક ઠરાવ પણ પસાર કરાયો હતો.

ભાજપે દરેક કમિટમેન્ટ પૂર્ણ કર્યા સીએમએ આપ્યું નિવેદન

આ બેઠકમાં સીએમ વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સીએમ રૂપાણીએ જણાવ્યું કે ઘણા લાંબા ગાળા બાદ કારોબારીની બેઠક મળી છે. રાજકીય પડકારનો કેવી રીતે સામનો કરવો અને આગામી દિવસની પાર્ટીની સ્ટ્રેટેજી બનાવવી તે ચર્ચા થતી હોય છે. તેમણે વધુમાં કહ્યું કે “સદનસીબે મોદીના નેતૃત્વમાં દેશમાં વિશ્વાસ પેદા થયો છે” “રામ મંદિર બાબતે કમિટમેન્ટ હતું એ પૂર્ણ કર્યું ” “કાશ્મીર માટે પણ આપેલું કમિટમેન્ટ પૂર્ણ કર્યુ” “આજે પણ વિરોધીઓ આ વાતને અલગ અલગ રીતે કહી રહ્યા છે” “કોંગ્રેસ કહે છે કે, અમે ફરી સત્તામાં આવીશું તો 370 હટાવી દઈશું” “વોટબેંકની રાજનીતિ નહિ પણ રાષ્ટ્રપ્રેમની વાત અમે કરીએ છે” “ખેડૂત આંદોલન કરી આપણી વિચારધારાને તોડવાનો પ્રયાસ”

કારોબારી બેઠક પૂર્ણ થયા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે મીડિયાને માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં રાજય સરકારે ઉમદા કાર્ય કર્યું છે. સાથે જ ત્રીજી લહેરને લઇને સરકારે આગોતરું આયોજન કર્યું છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરી ઉપરાંત કોરોના વોરિયર્સને અભિનંદન આપ્યા હતા.

સ્થાનિક અને પેટાચૂંટણીની જીત નરેન્દ્રભાઈના કાર્યો; કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ: પાટીલ

કેવડીયા કોલોનીમાં ભાજપની પેપરલેસ કારોબારી: રાજનાથસિંહ ખાસ ઉપસ્થિત; હવે 2024માં ગુજરાત ભાજપ 182 બેઠકો જીતી દેશને સંદેશ આપશે: પ્રદેશ પ્રમુખનું જુસ્સાદાર સંબોધન: કારોબારીમાં ગઈકાલે રાત્રીના આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમમાં દેશભક્તિની લહેર જગાવતા સાઈરામ દવે: પાટીલ પણ ઝુમી ઉઠયા

 • પર્યાવરણ પ્રેમી પેપરલેસ કારોબારી: ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ હંમેશા આઉટ ઓફ બોકસ વિચારે છે. કેવડીયા કોલોનીમાં ભાજપની પ્રદેશ કારોબારીમાં તેઓએ તમામ આમંત્રીતોને શકય હોય તો અંગત વાહન નહી પણ જાહેર ટ્રાન્સપોર્ટથી કે સામુહિક રીતે પ્રયાસ કરવા જણાવતા પર્યાવરણની ચિંતા કરી હતી તો પ્રદેશ કારોબારીમાં કાગળના ટનબંધ ઉપયોગના બદલે સૌને એક ટેબ્લેટથી પેપરલેસ કારોબારી બનાવી છે. શ્રી પાટીલે સભ્યને હવે પેપરલેસ બનવા પણ શીખ આપી હતી.
 • કારોબારીમાં ખાસ ઉપસ્થિત રહેવા કેન્દ્રીય મંત્રી શ્રી રાજનાથસિંહનું તેઓ તથા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ સ્વાગત કર્યુ હતું.
 • કોરોના-વેકસીનેશન કામગીરી અંગે વડાપ્રધાન તથા મુખ્યમંત્રીને અભિનંદન: લોકોની પીડા સમયે ભાજપનો કાર્યકર્તા ઉભો રહે છે: પાટીલ

ગુજરાતમાં 2022ની ધારાસભા ચૂંટણીના પુર્વ વિજયના રણટંકાર જેવી ભાજપની પ્રદેશ કારોબારીને સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલે ગુજરાત ભાજપના સંગઠનને નમુનેદાર ગણાવતા ઉમેર્યુ હતું. દેશમાં એકમાત્ર ગુજરાત ભાજપનું પ્રદેશ કાર્યાલય કમલમ આઈએસઓ 9001ની ગુણવતાના પાવન સર્ટીફાઈડ સાથેની સંસ્થા બની છે.

ગઈકાલથી કેવડીયા કોલોની ટેન્ટ સીટીમાં પ્રારંભ થયેલી ભાજપની પ્રદેશ કારોબારીમાં આજે કેન્દ્રીય સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંઘ પણ ખાસ ઉપસ્થિત તરીકે પહોંચ્યા હતા અને તેમનું હેલીપેડ અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સ્વાગત કર્યુ હતું. ગઈકાલ સાંજથી જ રાજયભરમાંથી આમંત્રીતો કેવડીયા કોલોની ખાતે પહોંચવા લાગ્યા હતા.

પ્રથમ વખત ભાજપની આ પ્રદેશ કારોબારીમાં તમામ સભ્યોને સંભવ હોય ત્યાં સુધી જાહેર ટ્રાન્સપોર્ટ મારફત જ પહોંચવા ખાસ સૂચના અપાઈ હતી જેના કારણે કેવડીયા જતી બસો ટ્રેનો ભરચક દોડી હતી. ગઈકાલે રાત્રીના આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજકોટના જાણીતા કલાકાર શ્રી સાંઈરામે દેશભક્તિના ગીતોની માહોલ બનાવતા શ્રી પાટીલ સહિતના અગ્રણીઓ પણ ઝુમી ઉઠયા હતા. પ્રદેશ ભાજપની આ કારોબારી પુર્વ રીતે ડીજીટલ બની છે. કારોબારીમાં ઉપસ્થિત દરેકને એક નોટપેડ અપાયું હતું.

જેમાં કારોબારીના મુદાઓ વિ. લાઈવ રજુ થતા હતા. પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે કોરોનાની મહામારી હોય કે પછી તાઉતે વાવાઝોડુ ભાજપનો કાર્યકર્તા દરેક સમયે લોકોની સેવા માટે ખડેપગે ઉભો રહ્યો છે અને તેથીજ દરેક ચૂંટણીમાં ભાજપ મજબૂત બનીને ઉભો રહ્યો છે. શ્રી પાટીલે ગત ફેબ્રુઆરીમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજયની સંસ્થામાં પક્ષના ભવ્ય વિજયએ નરેન્દ્રભાઈના વિકાસ કાર્યો અને ભાજપના કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ છે અને હવે આપણે 2022માં 182 બેઠકોના લક્ષ્યાંક માટે આગળ વધવાનું છે તથા ગુજરાત ભાજપ 2024માં દેશ માટે ‘મોડેલ’ પુરા પાડશે.

આજની આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીન પટેલે કોરોના વેકસીનેશન સહિતની શ્રેષ્ઠ કામગીરી અંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીને અભિનંદન આપતો પ્રસ્તાવ રજુ કર્યો હતો જે સર્વાનુમતે પસાર થયો હતો. આજે કારોબારીમાં બાદમાં કેવડીયા-કોલોની અને તેની આસપાસ જે વન વિભાગ દ્વારા ખાસ હરિયાણી અને કુદરતી સ્ત્રોતોનું નવીનીકરણ થયું છે તેનું પ્રેઝન્ટેશન કર્યુ હતું.

બપોર બાદ રાજકીય ઠરાવ રજુ કરાશે અને મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ તેમાં પ્રતિભાવ આપશે તો આજે અંતિમ વિદાય પ્રવચન કેન્દ્રીય મંત્રી અને પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ કરશે તો પક્ષના નવા સંગઠનમંત્રી શ્રી રત્નાકર પણ સંબોધન કરશે. આજે કારોબારી સંપન્ન થયા બાદ કાલે કારોબારીના સભ્યો સ્ટેચ્યુ ઓફ યુનીટી દર્શન કરશે.

ખોટું બોલવાની કેજરીવાલની આદત : પાટીલ

પાટીલે વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે અનાજ યોજના શરૂ કરવામાં આવી છે. જેના કારણે અનેક લોકોને લાભ થયો છે. તેમણે ઉમેર્યું કે બેઠકમાં આવનાર દિવસોના સંગઠનમાં મુદ્દાઓ વિષે ચર્ચા કરવામાં આવી છે. રાજકીય પાર્ટીની સ્થાપના થાય ત્યારે ચૂંટણી લડવાની ઈચ્છા હોય એ સ્વાભાવિક છે. પણ ગુજરાત પાસે સૌથી વધુ કાર્યકર્તાઓ ભાજપ પાસે છે. રાજકીય પાર્ટીમાં કાર્યકર્તાઓ જોડાય અને ઉદ્યોગપતિ જોડાય એમાં ફરક છે. અને, ઉદ્યોગપતિઓ પોતાના અંગત કારણસર રાજકીય પાર્ટીમાં જોડાય છે.

કોંગ્રેસ પાસે કોઇ નેતા જ નથી : પાટીલ

પાટીલે કહ્યું કે ખોટું બોલવું-વારંવાર બોલવું- અપપ્રચાર કરવામાં અરવિંદ કેજરીવાલ એવોર્ડ વિજેતા છે. તો કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે અમિત ચાવડાએ ચશ્માનો નંબર ચેક કરવા જોઈએ. એમની પાસે કોઈ નેતા જ નથી. જો કોંગ્રેસનું શાસન રહ્યું હોત અને કોવિડ જેવી સ્થિતિમાં શું થાય એ વિચારવું પણ મુશ્કેલ છે.


 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે કેવડીયા ટેન્ટસિટી ખાતે આગામી તારીખ બીજી સપ્ટેમ્બરના રોજ ગુજરાત ભાજપની કારોબારી સમિતિની બેઠક

કેવડીયા કોલોની ટેન્ટ સિટી ખાતે ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં રક્ષામંત્રી રાજનાથસિંહ અને સી.એમ.વિજય રૂપાણી સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત ભાજપના પ્રદેશ કારોબારીની બેઠક કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક નર્મદા ટેન્ટ સિટી-2માં ચાલી રહી છે. કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે કેવડિયા પહોંચ્યા હતા અને તેમણે ભાજપ પ્રદેશ કારોબારીની બેઠકનો પ્રારંભ કરાવ્યો હતો. વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પધારેલા કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ તથા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરદાર પટેલની વિરાટ પ્રતિમા સમક્ષ શીશ ઝુકાવીને સ્મરણાંજલિ અર્પણ કરી હતી.

સંગઠનના કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે આવેલા કેન્દ્ર સરકારના મંત્રીમંડળના સદસ્યો પુરુષોત્તમ રૂપાલા, ભૂપેન્દ્ર યાદવ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ સીઆર પાટીલ સહિતના વરિષ્ઠ આગેવાનો જોડાયા હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવા ચાલી રહેલાં વિવિધ વિકાસકામો તથા પ્રોજેક્ટ અંગે નેતાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં પ્રદેશ ભાજપ-પ્રમુખ સીઆર પાટીલના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત ડિજિટલ કનેક્ટનું ગ્રાન્ડ લોન્ચિંગ થશે. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની ઉપસ્થિતિમાં વિશેષ એપ્લિકેશનો અને પ્રોગ્રામ્સથી સજ્જ 750 મહત્ત્વના કાર્યકરને ટેબ્લેટ અપાયાં હતાં. આ ટેબ્લેટમાં કેન્દ્ર તથા ગુજરાત સરકારની તમામ જનહિતની યોજના, કાર્યક્રમોની વિગતો, ફોર્મ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.


 

પ્રથમ સત્રમાં મોદી સરકાર અને રૂપાણી સરકારની પ્રજાલક્ષી કામગીરીને બીરદાવતો ઠરાવ થયો છે. સાંજે સમાપત વખતે આગામી કાર્યક્રમો જાહેર થશે.

તા.૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિન આવી રહ્યો છે. તે નિમિતે વૃક્ષારોપણ, રકતદાન કેમ્પ મંદિરોમં આરતી-પૂજા વગેરે રાજયવ્યાપી કાર્યક્રમો યોજાનાર છે. શ્રી મોદી ૭ ઓકટોબર ર૦૦૧થી મૂખ્યમંત્રી હતા ર૦૧૪ થી વડાપ્રધાન છે તેમના સતાકાળના બે દાયકા આવતી ૭ ઓકટોબરે પુરા થઇ રહ્યા છે. તેની ઉજવણીનું આયોજન થઇ રહ્યું છે. આજે હાજર તમામ કારોબારી સભ્યો અને આમંત્રીત સભ્યોને પાર્ટી તફરથી ટેબ્લેટ અપાયેલ ધારાસભ્યો, પંચાયતો, પાલિકા વગેરેમાં ચૂંટાયેલા ભાજપના સામયે સહિત કુલ ૧૦ હજાર લોકોને ટેબ્લેટ અપાશે આજે પેપરલેસ કારોબારી થઇ છે ડીજીટલ યુગના પ્રવેશમાં ગુજરાત મોખરે છે. ર૦રર ની ચૂંટણી જીતવા કાર્યકરોને સક્રિય રહેવા આહવાન કરવામાં આવ્યંુ છે.

નરેન્દ્રભાઇ નેતૃત્વમાં દેશમાં અને વિજયભાઇ તથા નીતીન પટેલના નેતૃત્વમાં ગુજરાતભરમાં કોરોનાના સામના માટે થયેલી તેમજ વિવિધ યોજનાઓ દ્વારા થયેલી વિશ્વલક્ષી કામગીરીને અભિનંદન ઠરાવ દ્વારા બીરદાવવામાં આવી છે.

પ્રદેશ ભાજપ કારોબારીએ ઠરાવમાં જણાવેલ કે ભારતમાતાને પર વૈભવના સ્થાને પહોંચાડવાના ધ્યેય સાથે અથાક પરીશ્રમ કરતી કેન્દ્રની નરેન્દ્રભાઇ મોદીની સરકારે સાત વર્ષમાં ”સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ”ના મંત્રને ચરિતાર્થ કરવા શરૂ કરેલ જન કલ્યાણકારી યોજનાઓ અને લીધેલા રાષ્ટ્રહિતના નિર્ણયો દ્વારા દેશના સર્વાગી વિકાસની જે કામગીરી કરી રહી છે. તેને ગુજરાત પ્રદેશ ભાજપાની આ કારોબારી અભિનંદન પાઠવે છે.

ગુજરાતને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલના નેતૃત્વમાં રાજય સરકારે કરેલા અનેક લોકહિતના કાર્યો માટે ગુજરાત પ્રદેશ ભાજપની આ કારોબારી અભિનંદન પાઠવે છે.


 

ગુજરાતમાં ભાજપની 3 દિવસ ચાલેલી કારોબારી બેઠક આજે પરિપૂર્ણ થઇ હતી ,આ બેઠકમાં ભાજપે અનેક એજન્ડા પર ચર્ચા કરી હતી અને તમામ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી ,આ બેઠકમાં તમામ ભાજપના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને તમામને સારી કામગીરી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ અંગે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે એક પ્રેસ ઓકોન્ફરન્સ કરી હતી.

ભાજપની કારોબારી બેઠકમાં પીએમએ કરેલા કામો અંગે નોંધ લેવામાં આવી હતી અને તેમની યોજના લોકો સુધી પહોચાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ,વડાપ્રધાનને અભિનંધન પાઠવતો એક ઠરાવ પણ પારિત કરવામાં આવ્યો હતો ,આ ઉપરાંત મહત્વની બાબત એ હતી કે ભાજપની પ્રદેશ કાર્યવાહી પેપરલેશ કરવામાં આવી છે હવે દરેક સૂચના પાર્ટી તરફથી ડિજીટલમાં મોકલવામાં આવશે ,આ ઉપરાંત રાજ્યમાં 10 હજાર ટેબ્લેટનું વિતરણ પણ કરવામાં આવશે ,આ યોજના રાજ્ય અને કેન્દ્રના સંયુકત પ્રયાસ હેઠળ અમલી બનાવવામાં આવી છે .

ભાજપની આ બેઠકમાં સંઘ અને પાર્ટીના ઇતિહાસની પણ ઝાંખી રજૂ કરવામાં આવી હતી ,આ ઉપરાંત રાજ્યસભામાં ભાજપના નેતાઓએ કરેલા ભાષણના અંશો પણ રજૂ કરવામાં આવ્યાં હતાં.આઇટી ટીમ આ પ્રોજેકટ પર કામ કરી રહી છે. આગામી વર્ષમાં ચૂંટણી હોવાથી દરેક જિલ્લાના પ્રમુખ અને ઝોનના પદના પ્રમુખ પ્રવાસ કરશે ,જ્યાં જરૂર હશે ત્યાં પ્રવાસ કરવામાં આવશે્.


 

પ્રદેશ ભાજપની કારોબારી બેઠક:વિપક્ષો ભાજપને ચૂંટણી જીતવાનું મશીન કહે છે, ગુજરાતમાં ભાજપની સફળતાનું રહસ્ય પર્ફોર્મન્સનું પોલિટિક્સ છેઃ સંરક્ષણમંત્રી

કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કારોબારીની બેઠકમાં સંબોધન કર્યું હતું.
પ્રદેશ ભાજપ પ્રમુખના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત ડિજિટલ કનેક્ટનું ગ્રાન્ડ લોન્ચિંગ થશે
ગુજરાત ભાજપના પ્રદેશ કારોબારીની બેઠક કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક નર્મદા ટેન્ટ સિટી-2માં ચાલી રહી છે. કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે કેવડિયા પહોંચ્યા હતા અને તેમણે ભાજપ પ્રદેશ કારોબારીની બેઠકનો પ્રારંભ કરાવ્યો હતો. કારોબારી બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં આતંકવાદ નથી એ પીએમ મોદીને આભારી છે. થોડા સમયમાં હથિયાર ઉત્પાદનમાં પણ ભારત અગ્રેસર હશે. બે વર્ષમાં ભારતે 17 હજાર કરોડની નિકાસ કરી છે અને વિપક્ષો ભાજપને ચૂંટણી જીતવાનું મશીન કહે છે.

ગુજરાતમાં પર્ફોર્મન્સનું પોલિટિક્સ છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પણ ભાજપને સતત સફળતા મળી રહી છે, એનું એકમાત્ર કારણ એ છે કે ગુજરાતમાં પર્ફોર્મન્સનું પોલિટિક્સ છે. મુખ્યમંત્રી અને સંગઠનના લોકોએ એ કરી બતાવ્યું છે. હું સીઆર પાટીલ, વિજય રૂપાણીથી લઇને તમામ લોકોને એનું શ્રેય આપું છું. ભાજપની ગુજરાતની છબિ આખા ભારતમાં જોવા મળી રહી છે, જેનું શ્રેય તમામ કાર્યકર્તા ભાઇઓ-બહેનોને જાય છે.

ભાજપ 182 બેઠકો 2021માં જીતશે તેવો કાર્યકર્તાની મહેનત જોઈ એમના પર મને ભરોસો
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રની ચૂંટણી પણ પાર્ટી દ્વારા જ લડાશે અને મેન્ડેડ પણ અપાશે. તમને કોઈ જીતાડવાની જવાબદારી આપે અને જીતાડીએ એ પણ આપણી જીત છે. એક વર્ષમાં 84 સહકારી સંસ્થાઓમાં ભાજપ સમર્થક ઉમેદવારો ગુજરાતમાં જીત્યા છે. ભાજપ 182 બેઠકો 2021માં જીતશે તેવો કાર્યકર્તાની મહેનત જોઈ એમના પર મને ભરોસો છે. દરેક ગામના રામજી મંદિરે 17 સપ્ટેમ્બરે પીએમ મોદીના જન્મ દિવસે 7100 જગ્યાએ આરતી થશે.

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં વિશેષ એપ્લિકેશનો અને પ્રોગ્રામ્સથી સજ્જ 750 કાર્યકરને ટેબ્લેટ અપાયાં હતાં.

સરદાર સાહેબની પ્રતિમાને સંરક્ષણમંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી

વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પધારેલા કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ તથા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરદાર પટેલની વિરાટ પ્રતિમા સમક્ષ શીશ ઝુકાવીને સ્મરણાંજલિ અર્પણ કરી હતી. સંગઠનના કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે આવેલા કેન્દ્ર સરકારના મંત્રીમંડળના સદસ્યો પુરુષોત્તમ રૂપાલા, ભૂપેન્દ્ર યાદવ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ સીઆર પાટીલ સહિતના વરિષ્ઠ આગેવાનો જોડાયા હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવા ચાલી રહેલાં વિવિધ વિકાસકામો તથા પ્રોજેક્ટ અંગે નેતાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ પણ કેવડિયા પહોંચી ગયા છે.

ભાજપના કારોબારી સભ્યોને SOPની સૂચના અપાઈ
વડાપ્રધાન મોદીના કેવડિયાને ઇલેક્ટ્રિક વાહનયુક્ત સિટી બનાવવાના ધ્યેયને કારણે મંત્રીઓ અને આગેવાનોને ગાડીઓ નહીં લાવવા કહેવામાં આવ્યું છે. આ કારોબારીમાં પદાધિકારીઓ ઉપરાંત 600 જેટલા આગેવાનો ઉપસ્થિત રહેશે. તમામને ભાજપના કારોબારી સભ્યોને SOPની સૂચના અપાઈ છે, જેનું તેઓ પાલન કરી રહ્યા છે.

એપ્લિકેશનો અને પ્રોગ્રામ્સથી સજ્જ 750 કાર્યકરને ટેબ્લેટ અપાયાં હતાં.

મુખ્યમંત્રી હેલિકોપ્ટરથી કેવડિયા પહોંચ્યા

આ બેઠકમાં ભાગ લેવા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સીધા હેલિકોપ્ટરથી કેવડિયા પહોંચ્યા છે. આ ઉપરાંત કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ પણ કેવડિયા પહોંચી ગયા છે. આ બેઠકમાં ગુજરાત ડિજિટલ ક્નેક્ટ પ્રોજેક્ટનું લોન્ચિંગ થશે. વિધાનસભાની ચૂંટણી અંગેનો રોડ મેપ તૈયાર કરવામાં આવશે. આ માટે પાટીલની જમ્બો કારોબારીમાં ચર્ચા કરવામાં આવશે. આ બેઠકના વિવિધ એજન્ડાની સાથે કારોબારી સભ્યો માટે ખાસ ગાઈડલાઈન્સ આપવામાં આવી છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરદાર પટેલની વિરાટ પ્રતિમા સમક્ષ શીશ ઝુકાવીને સ્મરણાંજલિ અર્પણ કરી હતી.

પ્રદેશ ભાજપ પ્રમુખના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત ડિજિટલ કનેક્ટનું ગ્રાન્ડ લોન્ચિંગ થશે

આ બેઠકમાં પ્રદેશ ભાજપ-પ્રમુખ સીઆર પાટીલના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત ડિજિટલ કનેક્ટનું ગ્રાન્ડ લોન્ચિંગ થશે. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની ઉપસ્થિતિમાં વિશેષ એપ્લિકેશનો અને પ્રોગ્રામ્સથી સજ્જ 750 મહત્ત્વના કાર્યકરને ટેબ્લેટ અપાયાં હતાં. આ ટેબ્લેટમાં કેન્દ્ર તથા ગુજરાત સરકારની તમામ જનહિતની યોજના, કાર્યક્રમોની વિગતો, ફોર્મ વગેરે રહેશે. આ ઉપરાંત પાર્ટીના કાર્યક્રમો, વિઝન, જે-તે કાર્યકરના પ્રવાસો, સંપર્ક અને ભાવિ કાર્યક્રમો પણ અપડેટ કરી શકાશે. કાર્યકર દ્વારા કોઇ રજૂઆત થઇ હોય તો એની પ્રગતિ ક્યાં સુધી પહોંચી એની જાણકારી તેને પ્રાપ્ત થાય એ દિશામાં કામગીરી શરૂ કરાઈ છે.

કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને CM રૂપાણીએ પ્રદેશ કારોબારીની બેઠકનો પ્રારંભ કરાવ્યો.

ચૂંટણી દરમિયાન પ્રચાર કેવી રીતે કરવો એતેની માહિતી અપાશે
આ બેઠકમાં ચૂંટણી દરમિયાન પ્રચાર કેવી રીતે કરવો અને ભાજપના તમામ સભ્યોએ સોશિયલ મીડિયામાં કેવી રીતે એક્ટિવ રહેવું એ અંગે માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત લોકોની વચ્ચે જવું અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરવા સિવાય, જો કોરોનાની બીજી લહેરમાં ક્યાંય પણ વહીવટની અછત હોય તો એને કેવી રીતે દૂર કરવી એ અંગે ચર્ચા કરવામાં આવશે.

કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહનું મુખ્યમંત્રીએ સ્વાગત કર્યું હતું.

વડોદરાથી 25થી વધુ આગેવાનો પહોંચ્યા

પ્રદેશ ભાજપની કારોબારીની બેઠક કેવડિયા કોલોની ખાતે શરૂ થઇ ગઇ છે, ત્યારે એમાં ભાગ લેવા માટે વડોદરાથી 25થી વધુ આગેવાનો કેવડિયા પહોંચી ગયા છે. કોરોનાના વળતા પાણી થઈ રહ્યા હોવાના અણસાર મળતાં પ્રદેશ ભાજપની ઓફલાઈન કારોબારીની બેઠક બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે કેવડિયા કોલોની ખાતે તારીખ 1 સપટેમ્બરથી ત્રણ દિવસ માટે ભાજપના આગેવાનો હાજર રહેશે. આ કારોબારીની બેઠકમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ઉપરાંત ગુજરાતના કેન્દ્રના પાંચ મંત્રી પણ ઉપસ્થિત રહેવાના છે.

કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે સરદાર પટેલની વિરાટ પ્રતિમા સમક્ષ શીશ ઝુકાવીને સ્મરણાંજલિ અર્પણ કરી હતી.

વડોદરાથી કયા કયા નેતાઓ બેઠકમાં પહોંચ્યા

આગામી વર્ષની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ચર્ચા કરવા માટે આયોજિત પ્રદેશ ભાજપની કારોબારીની બેઠકમાં ભાગ લેવા માટે વડોદરા ભાજપના 25થી વધુ આગેવાનો કેવડિયા કોલોની પહોંચ્યા હતા, જેમાં શહેર ભાજપ-અધ્યક્ષ ડો.વિજય શાહ મહામંત્રીઓની સાથે રવાના થયા હતા. તો સાંસદ રંજનબેન ભટ્ટ, પૂર્વ મેયર એન.વી.પટેલ અને પૂર્વ ડેપ્યુટી મેયર ડો. જીવરાજ ચૌહાણ સાથે ગયા હતા. મેયર કેયૂર રોકડિયા, પૂર્વ પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને પૂર્વ સાંસદ બાળુ શુક્લ સાથે રવાના થયા હતા.

પ્રદેશ ભાજપ-પ્રમુખના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત ડિજિટલ કનેક્ટનું ગ્રાન્ડ લોન્ચિંગ થશે.

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, 370 હટાવાનો નિર્ણય એ નરેદ્રભાઇ અને અમિતભાઇની દીર્ઘ દ્રષ્ટિ નું પરિણામ છે. ભારતનીનૌ સેના, વાયુ સેના અને થલ સેનાને કોરોના કાળમાં મેદાનમાં ઉતારનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપું છુ. આ ઉપરાંત ખેડૂતો વતી વિજયભાઇ રૂપાણીને અભિનંદન આપું છું કે ખેડૂતોને ઝીરો ટકાએ ધિરાણ આપાવ્યું છે. કોંગ્રેસના લોકો પાસે માત્ર સરકારને બદનામ કરવા સિવાય કોઈ મુદ્દો નથી.

ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરે જણાવ્યું હતું કે, કોંગ્રેસી ભ્રષ્ટાચાર કરે છે તો પણ કોઈ મોટી વાત નથી હોતી, પરંતુ, ભારતીય જનતા પાર્ટી તેનાથી સાવ ભિન્ન છે. પેજ કમિટી એ સંગઠનની શક્તિ છે. જ્યારે લોકસભામાં 26 માંથી 26 સીટ જીત્યા છીએ ત્યારે વિધાનસભામાં 182 સીટ જીતવી મને કોઈ અઘરું કામ લાગતું નથી.


 

BJP Executive Meeting SOU Live Update: વિપક્ષો BJPને ચૂંટણી જીતવાનું મશીન કહે છે, ખરેખર ભાજપ પ્રજાનો વિશ્વાસ જીતવાની જમીન છે : રાજનાથ સિંહ

કેવડિયામાં રાજનાથસિંહે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાયેલી પેપરલેસ કારોબારીમાં ભાજપ ગુજરાતની ખૂબ પ્રસંશા કરી, કૉંગ્રેસ પર કર્યો વાર

BJP Gujarat Paperless State Executive meeting: ‘કૉંગ્રેસને આયાતી ટેલેન્ટ લાવવા પડે છે જ્યારે ગુજરાત ભાજપમાં ટેલેન્ટની કમી નથી’

મયૂર માકડિયા, દીપક પટેલ, કેવિડયા : ‘વિપક્ષો ભાજપ ને ચૂંટણી જીતવા નું મશીન કહે છે ખરેખર ભાજપ પ્રજા નો વિશ્વાસ જીતવાની જમીન છે’ આ શબ્દો છે કેવડિયામાં યોજાઈ રહેલી ભારતીય જનતા પાર્ટીની પેપરલેસ કારોબારી મીટિંગમાં સહભાગી થયેલા રક્ષામંત્રી રાજનાથસિંહના. રક્ષામંત્રી રાજનાથાસિંહ (Defence Minister Rajanathsinh) આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Rupani) સાથે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની કારોબારી (BJP Gujarat Paperless State Executive meeting) મીટિંગમાં સહભાગી થયા. કેવડિયા બીજેપી પ્રદેશ કારોબારી ની બેઠક જતા પહેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી ,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત નેતાઓએ સરદાર પટેલ ની પ્રતિમા એ જઇ સરદાર ને વંદન કર્યા હતા.

કેવડિયામાં રાજનાથસિંહે જણાવ્યું, ‘ગુજરાતના ભાજપાનાં કાર્યકરો સી.આર.પાટીલના નેતૃત્વમાં ટેકનોલોજીના ઉપ્યોગથી વધુ મજબૂત બન્યા છે. વિપક્ષો ભાજપને ચૂંટણી જીતવાનું મશીન કહે છે ખરેખર તો ભાજપ પ્રજાનો વિશ્વાસ જીતવાની જમીન છે. કૉંગ્રેસને આયાતી ટેલેન્ટ લાવવા પડે છે જ્યારે ગુજરાત ભાજપમાં ટેલેન્ટની કમી નથી. ‘

ભારત હથિયારોના ઉત્પાદનમાં સ્વાવલંબી બનશે

ઉલ્લેખનીય છે કે ભારત સરકારે થોડા સમય પહેલાં દેશની સંરક્ષણ પાંખોમાં વપરાતા હથિયારોમાં 100 કરતાં વધુ હથિયારોના ઇમ્પોર્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણય દ્વારા મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાનો ઉલ્લેખ છે. આ સંદર્ભમાં રાજનાથસિંહે કહ્યું કે થોડા વખતમાં જ ભારત હથિયારોના ઉત્પાદનમાં પણ સંપૂર્ણપણે સ્વાલંભી બનશે.
‘કોઈ પણ બાબતના વિરોધનો પર્યાય રાહુલ ગાંધી’

કેન્દ્રીય રક્ષામંત્રીએ જણાવ્યું કે કોઈ પણ બાબતના વિરોધનો પર્યાય એટલે રાહુલ ગાંધી, રાહુલ ગાંધીએ વિરોધ કરવો એ શબ્દનો પર્યાય છે. જોકે, રાજનાથસિંહના આ નિવેદન મામલે અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કૉંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ આકરા પ્રહારો કર્યા હતા અને રાજનાથસિંહના નિવેદન સામે સવાલો કર્યા હતા.

કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે એમઓયુ કરશે

ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે રાજ્યમાં ગાંધીનગર ખાતે ડિફેન્સ એક્સપો 2022 યોજાવાનો છે. આ એક્સપોને લઈને રાજનાથસિંહ એમઓયુ કરવાના છે. આ એમઓયુ અંગે કારોબારી સમાપ્ત થયા બાદ એક મીટિંગમાં ચર્ચા કરવામં આવશે. રક્ષામંત્રાલય અને એક્સપો માટેની ટીમ સાથે આજે કેવડિયામાં જ બેઠક યોજાશે.

કેવડીયા ખાતે સંરક્ષણમંત્રી રાજનાથસિંઘ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે ડિફેન્સ એક્સપો 2022 અંગે મહત્વની બેઠક યોજાઈ


ગાંધીનગર ખાતે આગામી ડિફેન્સ એક્સપોનું આયોજન માર્ચ, 2022માં થવા જઈ રહ્યું છે.
કેવડીયા ખાતે આજે સંરક્ષણમંત્રી રાજનાથસિંઘ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે આ અંગે મહત્વની બેઠક યોજાઈ હતી.

આ ડિફેન્સ એક્સપો-૨૦૨૨ના આયોજનમાં રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગ અંગેના એમ.ઓ.યુ આજે સંરક્ષણ મંત્રાલયના ડિફેન્સ પ્રોડકશન વિભાગના સંયુકત સચિવ અને ગુજરાતના ઊદ્યોગ કમિશનર વચ્ચે થયા હતા.
ગત વખતે લખનઉમાં યોજાયેલી ડિફેન્સ એક્સપોમાં ૭૦ જેટલાં દેશોની એક હજાર જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો. આ વખતે ભાગ લેનારા દેશોની સંખ્યા વધારીને સો સુધી લઇ જવાનું લક્ષ્યાંક નિયત કરાયું છે.

કેવડીયા ખાતે ગુજરાત ભાજપ ની પહેલી પ્રત્યક્ષ અને પેપરલેસ કારોબારી બેઠક ને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે ખુલ્લી મૂકી


 

કેવડીયા ખાતે ગુજરાત ભાજપ ની પહેલી પ્રત્યક્ષ અને પેપરલેસ કારોબારી બેઠક ને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે શ્રી સિંઘે જણાવ્યુ હતું કે કેન્દ્ર માં મોદી સરકારે સત્તા સંભાળ્યા બાદ ત્રાસવાદી પ્રવૃતિ નહિવત કક્ષાએ પહોચી છે અને વિભાજનકારી તત્વોમાં સરકાર ની ધાક બેઠી છે. શસ્ત્ર સરંજામ ના ઉત્પાદન માં આત્મનિર્ભર બનવાનો કોલ આપતા શ્રી સિંઘે ઉમેર્યું હતું કે છેલ્લા બે વર્ષ માં સંરક્ષણ સામગ્રી ની નિકાસ ભારતે 17 હજાર કરોડ ઉપર પહોંચાડી છે. તેમણે વધુ માં જણાવ્યુ હતું કે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ ની આગેવાનીમાં કાર્યકરો આગામી ચૂંટણી માં અભૂતપૂર્વ જીત મેળવશે તેમાં શંકા નથી.

કારોબારી નું પહેલું સત્ર ખુલ્લુ મુકાયા બાદ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલે જણાવ્યુ હતું કે હોદ્દેદાર અને પાયાના કાર્યકર વચ્ચે સંવાદ અને સંપર્ક એકદમ જીવંત રહેવો જોઈએ. તેમણે કહ્યું હતું કે સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓ ની ચૂંટણીમાં ઝળહળતી જીત મેળવનાર કાર્યકરો વિધાનસભા ની બધી બેઠક ઉપર વિપક્ષ ના સફાયા માટે અત્યાર થી મહેનત શરૂ કરી દે. વાવાઝોડા સમયે પ્રજાની પડખે ઊભા રહી તેમની સેવા કરનાર કાર્યકરો ને શ્રી પાટિલે બિરદાવયા હતા. નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે આજ ના સત્ર માં અભિનંદન પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

વિધાનસભાની બધી બેઠક આગામી ચૂંટણી માં કબ્જે કરવાનું રાજકીય મંથન અહી બે દિવસ ચાલશે, તેમ અમારા પ્રતિનિધિએ જણાવ્યુ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી ની આગેવાની માં રાજ્યનું આખું મંત્રીમંડળ અહી હાજર છે. કેન્દ્રિય મંત્રીઓ ભુપેન્દ્ર યાદવ, પરસોત્તમ રૂપાલા, દેવુસિંહ ચૌહાણ, દર્શનાબેન જરદોશ અને ડોક્ટર મહેન્દ્ર મુંજપરા પણ કારોબારી બેઠક માં ભાગ લઈ રહ્યા છે. કેવડીયા પહોંચીને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે સરદાર સાહેબ ની વિરાટ પ્રતિમા ના ચરણો માં પુષ્પાંજલિ અર્પણ કરી હતી

નર્મદાના કેવડીયા કોલોનીમાં બે દિવસથી ચાલી રહેલી ગુજરાત ભાજપની કાર્ય્કારિણીના બીજા દિવસે કેન્દ્રીય રક્ષામંત્રી રાજ્નાથ સિંહે એક માર્મિક ટકોર કરતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરમાં ધરાતલ પર રહેવાનું કૌશલ્ય હોવું જોઈએ.

નર્મદાના સ્ટેચ્યુ ઓફ યૂનિટીમાં છેલ્લા બે દિવસથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કાર્યકારિણી બેઠક ચાલી રહી છે.આ તકે કેન્દ્રિય રક્ષામંત્રી રાજનાથ સિંહે પોતાના ઉદબોધનમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એક માર્મિક ટકોર કરી હતી. રક્ષામંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉદાહરણ આપતા કરેલી ટકોરને કાર્યકર્તા પોતાના ગળે બાંધી પાર્ટીના કામ માટે જોતરાયેલા રહે તેઓ આશય હતો. કેન્દ્રીયમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, ભાજપનો કાર્યકર, ગમે તે પદ પર હોય,પરંતુ કાર્યકર જ હોવાનો અહેસાસ તેમનામાં રહેવો જોઈએ.વડપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉદાહરણ આપતા તેમને કહ્યું કે, વર્ષ 2014ની ચૂંટણીના પરિણામ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મને ફોન આવ્યો હતો,તેઓએ મને ફોનમાં કહ્યું કે,મારે તમને રીપોર્ટ આપવો છે.કાર્યકર તરીકે તેઓની આ કેવી ઉદ્દાત ભાવના ? વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત થયા હતા.ચૂંટણીમાં જવલંત વિજય છતાં એક કાર્યકર તરીકે તેઓનો જે ભાવ હતો તેવા ભાવ સાથે ભાજપનો કાર્યકર કામ કરે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે આ માર્મિક ટકોરથી ઉપસ્થિત પદાધિકારીઓ/કાર્યકરોને એ સમજાવ્યું કે,તમે ગમે તે પદ પર આસનસ્થ હો, પરંતુ ભાજપના એક અદના કાર્યકર તરીકેની ભાવનાઓ તમારા દરેક વાણી/વર્તનમાં ઝલકવી જોઈએ.કેવડિયામાં ભાજપ કાર્યકારિણીનો શુક્રવારે અંતિમ દિવસ છે.ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની આગેવાનીમાં આ બીજી કાર્યકારિણી છે. આગામી વર્ષે 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે ત્યારે, ભાજપના દરેક પદાધિકારી /કાર્યકરને આગામી રણનીતિ અને ગુજરાતમાં ભાજપને વધુ મજબૂત કરવા સાથેના રોડ-મેપનું અહીં માર્ગદર્શન અપાયું છે. આપને જણાવી દઈએ કે પ્રદેશ અધ્યક્ષ પાટીલે ગુજરાત વિધાનસભામાં 150 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.


 

આજથી કેવડીયા ખાતે ભાજપની પ્રદેશ કાર્યકારીણી બેઠકનું આયોજન,

આજથી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની ત્રિ-દિવસીય કારોબારી કારોબારી બેઠક નર્મદાના કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં ટેન્ટ સીટી – 02 ખાતે યોજાશે છે. 1 સપ્ટેમ્બરથી 3 સપ્ટેમ્બર સુધી યોજાનારી આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેબિનેટ પ્રધાનો, ધારાસભ્યો અને પ્રદેશ ભાજપના હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યો ઉપસ્થિત રહેશે.આજથી 3 દિવસ માટે કેવડીયા ખાતે ભાજપની પ્રદેશ કાર્યકારીણી બેઠકનું આયોજનઆજથી 3 દિવસ માટે કેવડીયા ખાતે ભાજપની પ્રદેશ કાર્યકારીણી બેઠકનું આયોજનભાજપના હોદ્દેદારો ટ્રેનથી જશે કેવડિયાવહેલી સવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં પ્રદેશ ભાજપના હોદ્દેદારો અમદાવાદ રેલવે સ્ટેશનથી ટ્રેન મારફતે કેવડીયા જવા રવાના થશે. આ ઉપરાંત આવતીકાલે ગાંધીનગર ખાતે કેબિનેટની મીટિંગ હોવાથી મંત્રીઓ બપોરે મીટિંગ બાદ કેવડીયા જવા રવાના થશે.શું રહેશે મીટિંગના મુદ્દા

ચોક્કસપણે ગુજરાતમાં આવનારી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં વધારેમાં વધારે બેઠકો કેવી રીતે જીતાય એ મીટિંગનો મુખ્ય એજન્ડા રહેશે. આ ઉપરાંત 17 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીને લઇને ચર્ચા થશે. 20 ઑક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીથી લઈને હાલ સુધીમાં 20 વર્ષ પૂર્ણ થાય છે. તેને લઈને રાજ્યભરમાં ઉજવણીને લઈને કાર્યક્રમના મુદ્દાઓ ચર્ચામાં રહેશે ઉપરાંત ગુજરાત સરકારની યોજનાઓ અને વિકાસ કાર્યો પર ચર્ચા તેમજ વેકસીનેશન પર જોર દેવાશે.પેપરલેસ મિટિંગઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની આગેવાનીમાં કેવડિયા ખાતે પ્રથમ મીટિંગ યોજાશે. જે સંપૂર્ણ રીતે પેપરલેસ રહેશે. આ માટે ભાજપના 588 હોદ્દેદારોને ટેબ્લેટ આપવામાં આવશે. આ મીટિંગમાં રક્ષાપ્રધાન રાજનાથ સિંહ ઉપસ્થિત રહે અને ગુજરાત ડિઝીટલ કનેક્ટ પ્રોગ્રામનું લોકાર્પણ કરે તેવી પણ શક્યતા છે. આ ઉપરાંત રાજ્યના કેન્દ્રીયપ્રધાન જેમ કે મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, દર્શના જરદોશ, મહેન્દ્ર મુંજપરા, દેવુસિંહ પણ આ સભામાં ઉપસ્થિત રહેશે.


 

કેવડિયામાં ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળશે, આગામી વિધાનસભા ચૂંટણી અંગે રોડ મેપ તૈયાર થશે
ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક કેવડીયા ખાતે મળશે. પહેલી સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે કેવડિયા કોલોની સ્ટેટયુ ઓફ યુનિટી ખાતે આ બેઠક મળશે. આ બેઠકમાં ભાજપના મંત્રીઓ અને તમામ ભાજપના પદાધિકારીઓ હાજર રહેશે.

કેવડિયામાં ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળશે, આગામી વિધાનસભા ચૂંટણી અંગે રોડ મેપ તૈયાર થશે
Narmada: A three-day BJP state executive meeting will be held in Kevadia (file)
ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક કેવડીયા ખાતે મળશે. પહેલી સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે કેવડિયા કોલોની સ્ટેટયુ ઓફ યુનિટી ખાતે આ બેઠક મળશે. આ બેઠકમાં ભાજપના મંત્રીઓ અને તમામ ભાજપના પદાધિકારીઓ હાજર રહેશે.

પ્રદુષણમુક્ત કેવડિયાનો તમામ નેતાઓ નિયમ પાળશે

અહીં સૌથી મોટી વાત એ છેકે આ તમામ ભાજપના નેતાઓને પર્સનલ વાહન કે કારમાં ન આવવા સુચના આપવામાં આવી છે. ભાજપના તમામ નેતાઓને બસ કે ટ્રેન મારફતે કેવડીયા આવવા સુચના આપવામાં આવી છે. પીએમ મોદીના કેવડિયાને ઇલેક્ટ્રિક વાહન યુક્ત સીટી બનાવવાની નેમના કારણે અહીં પ્રદુષણ ફેલાવતા વાહનોને પ્રતિબંધ ફરમાવ્યો છે. જેથી આ નિયમ ભાજપના નેતાઓને પણ લાગુ પડશે. આ કારોબારીમાં 600 જેટલા આગેવાનો ઉપસ્થિત રહેશે.

આગામી વિધાનસભા ચૂંટણીનો રોડ મેપ તૈયાર થશે

નોંધનીય છેકે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલના કાર્યકાળમાં આ બીજી પ્રદેશ કારોબારીની બેઠક મળનાર છે. આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણી અંગેનું આયોજન તૈયાર કરાશે. ચૂંટણી અંગે પાટીલની કારોબારીમાં ચર્ચા થવાની સંભાવનાઓ દેખાઇ રહી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી હેલીકોપ્ટરમાં આવશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ બેઠકમાં હાજર રહેશે. અને, રૂપાણી હેલીકોપ્ટર મારફતે કેવડિયા પહોંચે તેવા અહેવાલો છે. કેવડિયાની મુલાકાત દરમિયાન તમામ આગેવાનો ઇલેક્ટ્રિક બસ મારફતે જ આવનજાવન કરી શકશે. આમ, કરવા પાછળનો હેતું કેવડિયામાં વાહનોના ટ્રાફિકની સમસ્યા ન રહે અને પ્રદુષણ પણ ન ફેલાય.

આ ઉપરાંત પ્રદેશ કારોબારીના અંતિમ દિવસ એટલે કે 3 સપ્ટેમ્બરે કારોબારીના સમાપન પહેલા રક્ષામંત્રી સહિતના કેન્દ્રીય મંત્રીઓ, પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત તમામ સભ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે.

ગુજરાત ડિજિટલ કનેક્ટ પ્રોજેક્ટનું લોન્ચિંગ થશે

આ બેઠક દરમિયાન સી.આર. પાટીલના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત ડિજિટલ કનેક્ટનું ગ્રાન્ડ લોન્ચિંગ કરવામાં આવશે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની ઉપસ્થિતિમાં વિશેષ એપ્લિકેશનો અને પ્રોગ્રામથી સજ્જ 750 મહત્વના કાર્યકરોને ટેબલેટ આપવામાં આવશે.

સોશિયલ મીડિયા પર નેતાઓને એક્ટિવ રહેવા તૈયાર કરાશે

આ બેઠક દરમિયાન ભાજપના આગેવાનોને ચૂંટણીને લઇને સોશિયલ મીડિયા પર એક્ટિવ થવા આહવાન કરાશે. આ માટે તમામ આગેવાનોને ટેકનિકલ માહિતી પણ પુરી પાડવામાં આવશે. તથા, ભાજપના નેતાઓને લોકોની વચ્ચે રહીને કેવી રીતે ભાજપનો પ્રચાર-પ્રસાર કરવો તેની પણ માહિતી આપવામાં આવશે.


 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ‘મિશન ૨૦૨૨’ માટે આગામી કાર્યક્રમો તૈયાર કરવા ભાજપની પ્રથમ પૂર્ણ કારોબારી બેઠક આગામી તા.૧થી ૩ સપ્ટેમ્બર દરમિયાન કેવડિયા કોલોની ખાતે મળી રહી છે. આ બેઠકમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ વિશેષ રૂપથી ઉપસ્થિત રહેનાર છે જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડા વર્ચ્યુઅલ હાજર રહી કાર્યકરોને સંબોધશે. પ્રદેશ ભાજપ પ્રમુખ પદે સી.આર. પાટીલની એક વર્ષ પૂર્વે વરણી થયા પછી કોરોના કાળમાં કારોબારીની રચના વિલંબમાં મુકાઇ હતી.

કારોબારીની રચના ત્રણ મહિના પહેલાં જ પૂર્ણ થઇ છે અને હવે છેક મંડલ, વોર્ડ સ્તર સુધીના સંગઠનની રચના થઇ ચૂકી છે ત્યારે આગામી ૨૦૨૨માં ૧૫૧થી વધુ બેઠકોના વિજયના લક્ષ્ય સાથે ભાજપ તૈયારીઓમાં લાગી ચૂક્યો છે તેને અનુલક્ષીને કારોબારીની બેઠક મહત્વની છે. આ બેઠકમાં મિશન ૨૦૨૨ માટે પક્ષ જુદી જુદી વ્યૂહરચના સાથે આગળ વધતાં પૂર્વે પ્રમુખ સી.આર. પાટીલ અને મહામંત્રી રત્નાકર, રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા માર્ગદર્શન આપશે. બેઠકમાં પાટીલના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત ડિજિટલ કનેક્ટનું ગ્રાન્ડ લોન્ચિંગ થશે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, નડ્ડાની ઉપસ્થિતિમાં વિશેષ એપ્લિકેશનો અને પ્રોગ્રામ્સથી સજ્જ ૭૫૦ મહત્વના કાર્યકરોને ટેબલેટ અપાશે.

પ્રમુખ પાટીલના કહેવા પ્રમાણે, આ ટેબલેટમાં કેન્દ્ર તથા ગુજરાત સરકારની તમામ જનહિતની યોજના, કાર્યક્રમોની વિગતો, ફોર્મ વગેરે રહેશે એ ઉપરાંત પાર્ટીના કાર્યક્રમો, વિઝન, જે તે કાર્યકરના પ્રવાસો, સંપર્ક અને ભાવિ કાર્યક્રમો પણ અપડેટ કરી શકાશે. એટલું જ નહીં કાર્યકર દ્વારા કોઇ રજૂઆત થઇ હોય તો તેની પ્રગતિ ક્યાં સુધી પહોંચી તેની જાણકારી તેને પ્રાપ્ત થાય એવી દિશામાં અમારી તૈયારીઓ છે, તેમ પાટીલે મંગળવારે અમદાવાદમાં કાર્યકરો સાથેના સંવાદમાં જણાવ્યું હતું.


 

ગુજરાત ભાજપ કેવડીયા ટેન્ટસીટીમાં 2022 વિધાનસભા ચુંટણીનું મંથન કરશે

રાજપીપળા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને એક વર્ષ હવે બાકી રહ્યું છે.ત્યારે અત્યારથી રાજકીય પાર્ટીઓ તેની તૈયારીઓમાં લાગી ગઈ છે.આગામી 2022 વિધાનસભાની ચૂંટણીની રણનીતી તૈયાર કરવા તેમજ પક્ષના સંગઠનના મુદ્દાઓને લઇ ચર્ચા કરવા માટે ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી આગામી 1 સપ્ટેમ્બરથી 3 સપ્ટેમ્બર દરમિયાન કેવડિયા કોલોની ટેન્ટ સીટી 2 ખાતે યોજાનાર છે

આ પ્રદેશ કારોબારીની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત પ્રદેશ કક્ષાના તમામ નેતાઓ ઉપસ્થિત રહેશે.તદ ઉપરાંત કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ એક દિવસ કારોબારીમાં રહેશે ઉપસ્થિત રહેશે.કોવિડ 19 ની ગાઈડ લાઈન મુજબ આ કારોબારીમી મિટિંગમાં ખૂબ ઓછા મર્યાદિત નેતાઓ તેમજ પક્ષના હોદ્દેદારો હાજર રહેનાર છે.જેને લઈને ટેન્ટસીટી 2 માં અત્યારથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.ત્યારે 2022 વિધાનસભા ચૂંટણીના પડઘમ અત્યારથી સંભળાઈ રહ્યા છે.

કોરોના મહામારી બાદ પ્રથમ વખત પ્રદેશ કારોબારીની બેઠક પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કેન્દ્રીય સૌરક્ષણ મંત્રી રાજનાથસિંહ, પ્રદેશ પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ, પ્રદેશ સહ પ્રભારી સુધીર ગુપ્તા, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતીમાં 1, 2 અને 3 સપ્ટેમ્બર 2021 ના રોજ યોજાશે.1 સપ્ટેમ્બરના રોજ સાંજે 6:30 કલાકે કેવડિયા ટેન્ટ સીટી-2 ખાતે પહોંચી રજિસ્ટ્રેશન કરાવશે, એ જ દિવસે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે.2 સપ્ટેમ્બરના રોજ સવારે 10:00 કલાકથી બેઠકનો પ્રારંભ થશે જે સાંજ સુધી ચાલશે, તો સાથે સાથે 3 જી સપ્ટેમ્બરના રોજ તમામ મહાનુભવો સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ અને અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લેશે.


 

આખુ પ્રધાનમંડળ ભાજપ કારોબારીમાં : ગાંધીનગર સચિવાલયમાં રજાનો માહોલ

મંત્રીઓ ન હોવાથી અધિકારીઓ તથા સચિવાલયના સ્ટાફમાં પણ સુસ્તીનું વાતાવરણ

શ્રાવણિયા તહેવારો અને જન્માષ્ટમી પર્વ પછી પણ સચિવાલયમાં મિની-વેકેશન યથાવત રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીની બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ સહિત આખું પ્રધાન મંડળ હાલ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉપસ્થિત છે. જેના કારણે નવા સચિવાલય સંકુલ 1 અને 2 માં મંત્રીઓની ખાલી ઓફિસો અને સચિવાલય સૂમસામ બની ગયું છે. તો બીજી તરફ મંત્રીઓની અનુપસ્થિતિ ના કારણે વિધાનસભા સત્ર ના જવાબો ની ફાઈલો થી માંડીને વહીવટી વિભાગની ફાઇલો તેમજ મોટા ભાગના નીતિવિષયક નિર્ણયો પણ અટવાઈ પડ્યા છે.

ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીની બેઠક ત્રણ દિવસ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મળી રહી છે. જેના કારણે હાલ સચિવાલયમાં સન્નાટો છવાઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે શ્રાવણિયા તહેવારોની મોસમની સાથે સાથે જન્માષ્ટમીનો પર્વ પણ હતો અને ત્યારબાદ તરત જ ત્રણ દિવસની ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક આયોજીત કરવામાં આવી હોવાના કારણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત આખુ પ્રધાન મંડળ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગયું છે. તો બીજી તરફ મંત્રીઓની ત્રણ દિવસની સૂચક ગેરહાજરીનો લાભ અંગત મદદનીશ સાહિત તેમનો સ્ટાફ પણ લઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સ્વર્ણિમ સંકુલ 1 અને 2 મા બેસતા અલગ-અલગ વિભાગનો હવાલો સંભાળતા કેબિનેટ તેમજ રાજ્ય કક્ષાના મંત્રીઓ ત્રણ દિવસ સુધી ભાજપ પ્રદેશ કારોબારીની બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે.

જેની સીધી અસર વહીવટીતંત્રમાં જોવા મળી રહી છે જોકે મંત્રીઓની ગેરહાજરી ની સાથે સાથે અલગ અલગ વિભાગોમાં પણ વહીવટી કામગીરીમાં ધીમી ગતિ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે કેવડિયા ખાતે આયોજિત ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીની બેઠક શરૂ થવાના કારણે ગાંધીનગરમાં રાજકીય શૂન્યઅવકાશ સર્જાયો છે. અને સમગ્ર રાજકીય ગતિવિધિ કેવડિયા ખાતે કેન્દ્રિત થતા વહિવટી વિભાગ માટે કરવામાં આવતા મોટાભાગના નિર્ણયો અટવાઈ જવા પામ્યા છે. નોંધનિય છેકે આમ તો છેલ્લા એક મહિનાથી એટલે કે લોકડાઉન હળવું કર્યા બાદ ધારાસભ્યો અને સાંસદોની સચિવાલયમાં થતી અવરજવર પાંખી જોવા મળી રહી છે.

એટલું જ નહીં લાંબા સમયથી મંત્રીઓની મુલાકાત અને તેમને રજુઆત અંગે મળવા માટેના મુલાકાતી પાસની બારી બંધ હોવાના કારણે રાજ્યના અરજદારો કે મુલાકાતીઓ પણ ઓછા થયા છે. તો બીજી તરફ મંત્રીઓની અનઉપસ્થિતિના કારણે અલગ-અલગ વિભાગોની વહીવટી ફાઇલોના ઢગલા થયા છે. જોકે સરકારના વિભાગોની જવાબદારી સંભાળતા મંત્રી ઓ હાલ તો માત્ર જરૂરિયાત અને તાત્કાલિક ફાઇલોનો નિકાલ કરવામાંજ વ્યસ્ત રહ્યા છે.તો બીજી તરફ આગામી 27 અને 28 સપ્ટેમ્બર એમ બે દિવસ વિધાનસભાનું ચોમાસું સત્ર નું આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે વિધાનસભા ની અંદર જે તે વિભાગના જવાબો આપવા માટેની ફાઈલો પણ મંત્રીઓની ગેરહાજરીના કારણે અટવાઈ પડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.


 

કેવડિયા ખાતે યોજાનારા ભાજપ ના ત્રિદિવસીય કાર્યક્રમનો આજથી પ્રારંભ, ગુજરાત ભાજપ ના અધ્યક્ષ સ્થાન સંભાળ્યા બાદની આ બીજી કારોબારી બેઠક

કેવડિયા કોલોની ખાતે યોજાનારા ભાજપના ત્રિદિવસીય કાર્યક્રમનો આજથી પ્રારંભ થયો હતો. આજે સવારે ગુજરાત પ્રદેશ ભાજપના સભ્યો ટ્રેનમાં અમદાવાદથી કેવડિયા કોલોની જવા માટે મુસાફરી કરી હતી. સભ્યો ટ્રેનમાં બેસતાં જ ભાજપના સભ્યોમાં ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેની સાથે આઇ.ટી.સેલ દ્વારા ટેબ્લેટ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ આ સભ્યોએ મુસાફરી કાળ દરમિયાન ટેબ્લેટનો ઉપયોગ શરૂ કરી દઈને ટેકનિકલી શીખવાનું શરૂ કરી દીધું હતું. તો અમુક ટેકનિકલી જાણકાર સભ્યોએ અન્યને ટેબ્લેટનો ઉપયોગ કરતા શીખવાડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કારોબારી 2021 પેપરલેસ યોજાઈ રહી છે.

ભાજપની પ્રદેશ કારોબારી આવતીકાલે બીજી સપ્ટેમ્બરના રોજ કેવડિયા કોલોની ખાતે યોજાવાની છે. આ મીટીંગનું સાંજે સમાપન થઈ જશે. બીજા દિવસે 3જી સપ્ટેમ્બરના રોજ દરેક સભ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા તેની આસપાસના વિસ્તારોની મુલાકાત લેશે.

આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રદેશ કારોબારીના મહત્તમ સભ્યો અમદાવાદથી ટ્રેન મારફતે કેવડિયા જવા રવાના થયા હતા.

આ બેઠક ઇતિહાસમાં પહેલી વખત પેપરલેસ યોજાવાની હોવાથી દરેક કારોબારી સભ્યોને ટ્રેનમાં ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ પ્રદેશ આઇટી વિભાગ દ્વારા તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

આજરોજ સવારે ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર પાટીલ કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલ પ્રદેશ કારોબારી 2021અર્થે પ્રસ્થાન કરી રહેલા ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારો સંગ કર્ણાવતી રેલ્વે સ્ટેશને ઉપસ્થિત રહ્યા હતા.

કઈ બે બાબતો ધ્યાનાકર્ષક છે ?

પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના ગુજરાત ભાજપના અધ્યક્ષ સ્થાન સંભાળ્યા બાદની આ બીજી કારોબારી બેઠક છે પ્રથમ બેઠક કોરોનાના કારણે વર્ચ્યુઅલ યોજવામાં આવી હતી. આ બેઠક સરદાર પટેલના સાનિધ્યમાં કેવડિયા ખાતે યોજવામાં આવી છે. આ મીટીંગમાં બે વસ્તુ ધ્યાનાકર્ષક છે. એક તો પ્રદેશ કારોબારીના મહત્તમ સભ્યો ટ્રેનમાં બેઠકમાં ભાગ લેવા ગયા અને આ બેઠક પેપરલેસ રહેશે. જેના ભાગરૂપે જ દરેક સભ્યોને ટેબ્લેટ આપવામાં આવ્યા છે.

કારોબારીની બેઠકમાં શુ શુ થશે ?

કારોબારી બેઠકમાં અધ્યક્ષીય પ્રવચન ઉપરાંત રાજકીય પ્રસ્તાવ, અભિનંદન પ્રસ્તાવ તેમજ શોક પ્રસ્તાવ રજૂ થશે. ઉપરાંત આગામી 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો મેળવવાની ચર્ચા તથા તેની વ્યૂહરચના ઘડાય તેવી પુરેપરી શકયતા છે.

બેઠકમાં કોણ કોણ ભાગ લેશે ?

કોરોના મહામારી બાદ પ્રથમ વખત પ્રદેશ કારોબારીની બેઠક પ્રત્યક્ષ રુપે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, પ્રદેશ પ્રભારી અને કેન્દ્રિય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ સહ પ્રભારી સુધીર ગુપ્તા, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત જેમાં પ્રદેશ પદાધિકારીઓ, સેલ મોરચાના પ્રમુખો, કન્વીનરો , જિલ્લા મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખો અને મહામંત્રીઓ તથા જિલ્લા અને કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખના પ્રમુખ મેયરો, ધારાસભ્યો ,સંસદ સભ્યો ,અને પ્રદેશ કારોબારીના આમંત્રિત સભ્યો જોડાશે.

ત્રણ દિવસ શુ શુ કાર્યક્રમ યોજાશે ?

1.-2.-3 સપ્ટેમ્બર 2021ના રોજ મળશે. તારીખ 1 સપ્ટેમ્બરના રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ રહેશે. તારીખ 2 સપ્ટેમ્બર સવારે 9 કલાકે રજીસ્ટ્રેશન અને સવારે 10 કલાકે બેઠકનો પ્રારંભ થશે જે સાંજ સુધી ચાલશે. ત્યારબાદ 6 વાગે પ્રેસ સંબોધન થશે તારીખ 3 સપ્ટેમ્બર ના રોજ સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રદેશ કારોબારી સભ્યો અને આમંત્રિત મહેમાનો સાઈટ સીન માટે જશે.

ભારતીય જનતા પાર્ટીએ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. પહેલી સપ્ટેમ્બરથી કેવડિયા ખાતે પાર્ટીની ત્રણ દિવસીય કારોબારી બેઠક યોજાશે, જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ તેમજ સરકારના મંત્રીઓ અને પાર્ટીના અન્ય હોદ્દેદારો હાજર રહેશે.

ભાજપની આ કારોબારી બેઠકમાં કેન્દ્ર તરફથી રક્ષામંત્રી રાજનાથસિંહ પણ હાજરી આપશે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ભાગ લેશે. આ ઉપરાંત ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓ પણ આ બેઠકમાં ભાગ લેશે. કેન્દ્રીય મંત્રીઓ ભૂપેન્દ્ર યાદવ, પરસોત્તમ રૂપાલા, દર્શનાબેન જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને ડો.મહેન્દ્ર મુંજપરા પણ આ બેઠકમાં હાજર રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો પણ ખાસ હાજર રહેશે.

પહેલી સપ્ટેમ્બરથી શરૂ થનાર આ બેઠકનું સમાપન ત્રીજી સપ્ટેમ્બરના રોજ થશે. 1થી 3 સપ્ટેમ્બર ત્રણ દિવસ દરમિયાન યોજાનારી પ્રદેશ કારોબારીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરીની પ્રશંસા કરતા ઠરાવો પસાર થશે તેમજ 2022ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય ઠરાવો પણ પસાર કરાશે. આ ઉપરાંત આગામી દિવસોમાં પક્ષના કાર્યક્રમો અંગે ચર્ચા થશે અને મિશન 2022નો રોડમેપ પણ તૈયાર કરવામાં આવશે. બેઠકમાં પ્રદેશના તમામ હોદેદારો સહિત 600થી વધુ આગેવાનો હાજર રહેશે.

ભાજપના પ્રદેશ પ્રમુખ જે પી નડ્ડાની હાજરીમાં તમામ કારોબારી સભ્યોને એક-એક ટેબ્લેટ આપવામાં આવશે. જેમાં પાર્ટીની તમામ વિગતો, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અંગે માહિતી ઉપલબ્ધ હશે. પાર્ટીના તમામ સભ્યો ડીજીટલી કનેક્ટ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સીઆર પાટિલના આ ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત ડિજિટલ કનેક્ટનું પણ આ બેઠકમાં લોન્ચિંગ કરવામાં આવશે.

પાર્ટીની યોજાનારી આ બેઠક માટે ખાસ એસઓપી નક્કી કરવામાં આવી છે. બેઠકના વિવિધ એજન્ડાની સાથે ભાગ લેવા આવનાર સભ્યોને ખાસ ગાઈડલાઈન આપવામાં આવી છે. જે અનુસાર ભાજપના પદાધિકારીઓ પોતાની કાર લઈને નહીં પરંતુ બસ કે ટ્રેન દ્વારા કેવડીયા પહોંચે તેમ જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત કેવડીયામાં ફરવા માટે તેમને ઈલેક્ટ્રોનિક વાહનો ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મિશન 2022ને ધ્યાનમાં રાખીને પ્રદેશ ભાજપની કારોબારી બેઠક 1થી 3 સપ્ટેમ્બર દરમિયાન કેવડિયામાં મળશે. જેમાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ વિશેષ ઉપસ્થિત રહેશે. 1થી 3 સપ્ટેમ્બર દરમિયાન કેવડિયા કોલોની ખાતે યોજાનારી પ્રદેશ કારોબારીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરી બિરદાવતા ઠરાવો પસાર થશે તો સાથે જ મિશન 2022ને ધ્યાનમાં રાખીને રાજકીય ઠરાવો પણ કરાશે. આ ઉપરાંત આગામી દિવસોમાં પક્ષના કાર્યક્રમો અંગે ચર્ચા થશે અને મિશન 2022નો રોડમેપ પણ નક્કી થશે. ભાજપ અધ્યક્ષ બન્યા બાદ સી આર પાટીલની આ બીજી કારોબારી યોજવા જઈ રહી છે. જે વિસ્તૃત કારોબારી છે અને તેમાં પ્રદેશના તમામ હોદેદારો સહિત 600થી વધુ આગેવાનો હાજર રહેશે. પહેલી કારોબારી કોરોનાના કારણે વર્ચ્યુઅલ યોજવામાં આવી હતી.

પ્રદેશ કાર્યાલયથી પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના હોદેદારો જોડાયા હતા. હવે કોરોનાના કેસો ઘટવાના કારણે પ્રત્યક્ષ કારોબારી મળવા જઈ રહી છે. જેમાં તમામ કારોબારી સભ્યો ઉપરાંત હોદેદારો પણ હાજર રહેશે. કેન્દ્ર સરકારના નવનિયુક્ત મંત્રીઓ ભૂપેન્દ્ર યાદવ, પરસોત્તમ રૂપાલા, દર્શનાબેન જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને ડૉ.મહેન્દ્ર મુંજપરા પણ આ બેઠકમાં હાજર રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો પણ ભાગ લેશ. આ કારોબારીનો મુખ્ય ઉદ્દેશ મિશન 2022ની તૈયારીઓનો રહેશે અને ડિજીટલ ભાજપના મિશનને સાકાર કરતા સંકલ્પ તરીકે તમામ કારોબારી સભ્યોને ટેબલેટ અપાશે. જેમાં પક્ષની તમામ વિગતો, કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓ અંગેની માહિતી પણ રહેશે.

તમામ સભ્યો ડિજીટલી પક્ષ સાથે સંપર્કમાં રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. 1 સપ્ટેમ્બરે તમામ કારોબારી સભ્યોનું આગમન થશે, ઈ રજીસ્ટ્રેશન અને ટેબલેટ વિતરણ થશે અને સાંજે તેઓ સાંસ્કૃતિક કાર્યક્રમ માણશે. 2 સપ્ટેમ્બરે કારોબારી બેઠકમાં અભિનંદન પ્રસ્તાવ, રાજકીય ઠરાવો પસાર થશે. જેમાં રક્ષામંત્રી રાજનાથસિંહનું સંબોધન રહેશે, પ્રદેશ પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ સંબોધન કરશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પોતાની સરકારની કામગીરી અંગે વાત કરશે. તો ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પોતાના એક વર્ષના કાર્યકાળ અંગેની વાત કરશે.

તમામ નેતાઓ મિશન 2022ના સંકલ્પને સફળ બનાવવાના રોડમેપ પર પણ વાત કરશે. આ ઉપરાંત પક્ષના આગામી કાર્યક્રમો અંગે તમામ કારોબારી સભ્યોને માર્ગદર્શન અપાશે. તો 3 સપ્ટેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને ત્યારબાદ કારોબારીનું સમાપન થશે. કેવડિયા કોલોનીમાં કારોબારી યોજવાનો મુખ્ય હેતું સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રચાર પ્રસારનો પણ છે કારણકે પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટને વૈશ્વિક સ્તરે ખ્યાતિ મળ્યા બાદ પક્ષના તમામ સભ્યો પણ આ પ્રોજેક્ટની ફરી મુલાકાત લેશે.

3 સપ્ટેમ્બરે કારોબારીના સમાપન પહેલા રક્ષામંત્રી સહિતના કેન્દ્રીય મંત્રીઓ, પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત તમામ સભ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. કેવડિયાને પ્રધાનમંત્રી ઇલેક્ટ્રીક વાહનોયુક્ત સીટી બનાવવા માગે છે ત્યારે આ વખતે ભાજપના પદાધિકારીઓ પોતાની ખાનગી કાર લઈને નહીં આવે પરંતુ તમામને ટ્રેન કે બસથી કેવડિયા પહોંચવા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સીધા હેલીકોપ્ટરથી ત્યાં પહોંચશે. તમામ પદાધિકારીઓ અને સભ્યો ત્યાં બસથી જ ફરશે અને ઇલેક્ટ્રીક વાહનોનો જ ઉપયોગ કરશે. જેથી કેવડિયામાં વાહનોના ટ્રાફિકની પરેશાની ન રહે અને પ્રદુષણ પણ ન ફેલાય. આમ મિશન 2022ના લક્ષ્ય સાથે ભાજપની કારોબારી બેઠક SOUના સાનિધ્યમાં યોજાશે જ્યાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના 182 બેઠકો જીતવાના રોડમેપ અંગે મંથન થશે.


 

ભાજપ અથવા ભાજપા એટલે કે ભારતીય જનતા પક્ષ ભારત દેશ તેમ જ ગુજરાત રાજ્યનો મહત્વનો રાજકીય પક્ષ છે.

ઇતિહાસ

 • ૧૯૫૧ : શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી.
 • ૧૯૭૭ : ભારતીય જનસંઘ જનતા પાર્ટીમાં વિલિન થયું. જનતા પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને હાર આપી, મોરારજી દેસાઈની આગેવાની હેઠળ સરકાર બનાવી.
 • ૧૯૮૦ : જનતા પાટીમાં શામેલ જનસંઘના સભ્યોએ અટલ બિહારી વાજપેયીનાં નેતૃત્વ હેઠળ ભાજપની રચના કરી.
 • ૧૯૮૪ : લોક સભાની ચૂંટણીમાં પ્રથમ વખત પક્ષ તરીકે લડેલા ભાજપને બે બેઠક મળી.
 • ૧૯૮૯ : ચુંટણીમાં કુલ ૮૮ બેઠક મેળવી પક્ષ રાષ્ટ્રીય ફલક પર ઉભરી આવ્યો, જનતા દળ ગઠબંધન સરકારને સમર્થન આપ્યું.
 • ૧૯૯૦ : રામજન્મ ભૂમિ આંદોલનમાં લાલકૃષ્ણ અડવાણીને જેલ, ભાજપે સરકારને સમર્થન પાછું ખેંચી લીધું.
 • ૧૯૯૬ : ચુંટણી પરિણામોમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો, વાજપેયી વડાપ્રધાન બન્યા પરંતુ કાળક્રમે ૨૭૧ સાંસદોનું સમર્થન ન મળતાં અંતે રાજીનામું આપ્યું.
 • ૧૯૯૮ : ફરી એક વખત ભાજપની આગેવાની હેઠળ સાથી પક્ષો સાથે બનાવેલા દળ એનડીએને બહુમતી મળી, ચૂંટણીમાં ૩૦૨ બેઠકો મળી અને લોકસભાના કાર્યકાળ દરમ્યાન ભાજપનું શાસન રહ્યું.
 • ૨૦૦૪ : એનડીએને ૧૩૬ જેટલી બેઠકો મળી. ભાજપ વિપક્ષમાં.
 • ૨૦૦૯ : એનડીએનો જુવાળ ઘટ્યો અને ૧૧૮ જ બેઠકો મેળવી શક્યું.
 • ૨૦૧૪ : ૨૦૧૪ની ચૂંટણીમાં એનડીએ જંગી બહુમતી સાથે સત્તા પર.
 • ૨૦૧૯ : ૨૦૧૯ની લોક સભાની ચૂંટણીમાં એનડીએ ફરીથી જંગી બહુમતી સાથે સત્તા પર.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં શાસક પક્ષ ભાજપના નેતાએ સ્ટેન્ડિંગ કમિટી અને એક્ઝિક્યુટિવ વિંગ સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો છે. ત્રણ દશકા પહેલા વી.એસ. હોસ્પિટલમાં ઠરાવ થયો હતો કે, જે કપલ બાળકોની સંખ્યા બે સુધી મર્યાદિત રાખશે તેમને બાળકના જન્મ સમયે ફ્રી મેડિકલ સર્વિસ મળશે. બાદમાં તેમાં ઉમેરવામાં આવ્યું કે, માતા અથવા પિતામાંથી કોઈ એક બર્થ કંટ્રોલ સર્જરી માટે તૈયાર થાય તો ત્રીજા બાળકને મફત સારવારની સુવિધા આપવામાં આવશે. આ જ નિયમના અમલીકરણનો પ્રસ્તાવ ભાજપ નેતા દ્વારા મૂકવામાં આવ્યો છે.

1987ના આ જૂના ઠરાવનો અમલ કરવામાં આવશે તો કેંદ્ર સરકાર દ્વારા 2011માં શરૂ કરાયેલા જનાની શિશુ સુરક્ષા કાર્યક્રમ (JKSS) સાથે વિસંગતતા સર્જાશે. જનાની શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત ગર્ભવતી મહિલા ગમે તેટલી ડિલિવરી કરાવે તેને બાળકના જન્મ સમયે મેડિકલ સુવિધા મફત મળશે. આટલું ઓછું હોય તેમ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં જનાની શિશુ સુરક્ષા કાર્યક્રમના લાભાર્થીઓની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે. લાભાર્થીઓની સંખ્યા 2018-19માં 8,843 હતી જે 2020-21માં ઘટીને 1010 થઈ છે. આ યોજના અંતર્ગત નોંધાયેલા બાળ જન્મમાં 2019-20માં 48 ટકાનો ઘટાડો આવ્યો હતો અને 2020-21માં 77 ટકા ઘટાડો જોવા મળ્યો.

જનાની શિશુ સુરક્ષા કાર્યક્રમ પોલીસી પ્રમાણે, “સરકારી દવાખાનામાં સારવાર માટે આવતી દરેક જરૂરિયાતમંદ ગર્ભવતી મહિલાને લાભ મળી રહે તે માટે રાજ્યો આગળ આવે. તમામ રાજ્યો અને કેંદ્રશાસિત પ્રદેશોમાં આ યોજનાનું અમલીકરણ શરૂ થયું છે.” આ યોજનાનો લાભ મેળવવા માટે બાળકોની મહત્તમ સંખ્યાની કોઈ મર્યાદા રાખવામાં આવી નથી.

AMCમાં ભાજપના નેતા ભાસ્કર ભટ્ટે કહ્યું, “1987નો ઠરાવ વી.એસ. બોર્ડ દ્વારા પાસ કરવામાં આવ્યો હતો. અમે તેની શોધ નથી કરી. આ પાછળનો હેતુ મહાનગરપાલિકાનું આર્થિક ભારણ હળવું કરવાનો છે. વી.એસ. હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને એલજી હોસ્પિટલ શહેર અને રાજ્યની બહારથી આવતાં દર્દીઓને પણ સારવાર આપે છે. આ જ પ્રકારની પોલીસી શારદાબેન અને એલજી હોસ્પિટલમાં પણ લાગુ કરવામાં આવે તે માટેનો પ્રસ્તાવ અમે એક્ઝિક્યુટિવ વિંગ સમક્ષ મૂક્યો છે.”

27 ઓગસ્ટ 1987ના રોજ વી.એસ. હોસ્પિટલના સ્વતંત્ર બોર્ડ દ્વારા આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ ડૉ. સુરેન્દ્ર પી. પટેલે મૂક્યો હતો અને તેમને તત્કાલીન ક્રોંગ્રેસ કાઉન્સિલર અને હાલના ભાજપના રાજ્યસભા સાંસદ નરહરિ અમીન, ચેરમેન જયેન્દ્ર પંડિત અને અન્ય 6 સભ્યોનો ટેકો મળ્યો હતો. રાજ્યસભાના સાસંદ નરહરિ અમીનનું કહેવું છે, “1987માં આ ઠરાવ માટે મત આપ્યો હતો કે કેમ એ યાદ નથી. બની શકે કે કોંગ્રેસ બોર્ડ દ્વારા નિર્ણય લેવાયો હોય. જોકે, આજે હું આ પ્રસ્તાવનું સમર્થન કરું છું.”


 

સરદાર પટેલની આ પ્રતિમા બનાવવા પાછળ જે બે વ્યક્તિઓ છે.

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા રામ સુતાર અને તેમના પુત્ર અનિલ સુતારનું ‘બ્રેઇન ચાઇલ્ડ’ છે.

93 વર્ષીય રામ સુતારે ગુજરાત સહિત દેશભરમાં અનેક વિખ્યાત પ્રતિમાઓ બનાવી છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા અનિલ સુતારે કહ્યું છે કે 522 ફૂટ ઊંચી બ્રૉન્ઝની પ્રતિમા ‘ભવ્યાતિ ભવ્ય’ હશે.

60 વર્ષીય અનિલના કહેવા પ્રમાણે, “સાધુ બેટ ખાતે આકાર લઈ રહેલા ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ના સરદાર પટેલ કેવા દેખાશે, તે માટે 30 ફૂટની પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી.”

“જે મૂળ પ્રતિમાની ‘સ્કેલ્ડ ડાઉન રૅપ્લિકા’ છે.”

એ પ્રતિમા ગાંધીનગરના સુવર્ણ જયંતી ગાર્ડન ખાતે મૂકવામાં આવી છે. સરદારની પ્રતિમાનું મુખ વિધાનસભા તરફ રાખવામાં આવ્યું છે.

અનિલ કહે છે કે સ્ટેચ્યૂને ડિઝાઇન કરતી વખતે એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું હતું કે 182 મીટરની પ્રતિમા ‘દૂરથી કેવી દેખાશે?’

સરદાર પટેલની 140મી જન્મ જયંતિના દિવસે ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે તેનું અનાવરણ કર્યું હતું. આ પ્રતિમાના નિર્માણ પાછળ રૂ. 80 કરોડનો ખર્ચ થયો હતો.

અનિલ કહે છે મારા પિતા રામ સુતારે ગાંધી, સરદાર તથા નહેરુની આઝાદીની ચળવળ જોઈ હતી.

તેઓ સરદારના વ્યક્તિત્વથી ભારે આકર્ષિત હતા, એટલે આ પ્રોજેક્ટ તેમના માટે ‘ખાસ’ છે.

ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાના પરિસરમાં ધ્યાનસ્થ મુદ્રામાં ગાંધીજીની જે પ્રતિમા મૂકવામા આવી છે, તે દેશની સંસદમાં રહેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાની રૅપ્લિકા છે. બંને પ્રતિમાઓના શિલ્પી રામ સુતાર છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક ખાતે સરદાર પટેલની જે પ્રતિમા મૂકવામાં આવી છે, તેનું સર્જન પણ રામ સુતાર દ્વારા કરવામાં આવ્યું હતું.

60 વર્ષની કૅરિયર દરમિયાન રામ સુતાર દેશ-વિદેશમાં 200થી વધુ શિલ્પોનું સર્જન કરી ચૂક્યા છે.

તેમને ‘પદ્મ શ્રી’ તથા ‘પદ્મ ભૂષણ’થી પણ નવાજવામાં આવ્યા છે.

ચીનમાં નિર્માણ

રામ સુતાર તથા અનિલ સુતાર

સ્ટેચ્યૂ નિર્માણ માટે Make In India પર ભાર મૂકવામાં આવ્યો હતો, જોકે એ શક્ય ન બનતા ચીનમાં નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

અનિલ સુતારના કહેવા પ્રમાણે, ‘જો સરદાર પટેલની પ્રતિમા ભારતમાં બની શકી હોત તો સારું રહેત.’

આ અંગે વિવાદ થતાં ગુજરાત સરકારે કહ્યું, ‘અમે એલ ઍન્ડ ટીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. કોને પેટા-કોન્ટ્રાક્ટ આપવો એ કંપનીની બાબત છે.’

ચીનમાં અલગ-અલગ 25,000 ભાગોમાં પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ભાગોને સાઇટ પર વેલ્ડ કરીને જોડવામાં આવ્યા છે..

અનિલના કહેવા પ્રમાણે, “પ્રતિમાનો થ્રીડી ડેટા ચીનની કંપનીને આપવામાં આવ્યો હતો.”

“જેના આધાર પર મૂળ કદની પ્રતિમાના ભાગો બનાવવાનું કામ શરૂ થયું હતું. ”

“એપ્રિલ મહિનામાં તેમણે ચીનની મુલાકાત લીધી, ત્યારે પ્રતિમાના ચહેરાના ભાગને થર્મોકોલ પર નિરૂપવામાં આવ્યો હતો હતો, જેમાં અમે કેટલાક ફેરફાર સૂચવ્યા હતા.”

આ પ્રોજેક્ટ પાછળ રૂ. 2,989 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.

રામ સુતાર માને છે કે જો શાહ જહાંએ ખર્ચની ચિંતા કરી હોત તો તાજમહેલનું નિર્માણ ન થઈ શક્યું હોત.

જીવનના નવમા દાયકામાં પણ રામ સુતાર ખુદ પ્રોજેક્ટ પર નજર રાખી રહ્યા છે.

આ માટે સામાન્ય જનતા પાસેથી ફાળો ઉઘરાવવામાં આવ્યો છે તથા મોટી કંપનીઓએ ‘કૉર્પૉરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી’માંથી ફાળો આપ્યો છે.

સાધુ બેટ ખાતે સરદારની પ્રતિમાનું કલ્પનાચિત્ર

સરદાર પટેલની પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હશે, જોકે તેનો રેકોર્ડ બહુ થોડા વર્ષો માટે બનશે.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુંબઈ નજીક અરબી સમુદ્રમાં એક ટાપુ પર મરાઠા યૌદ્ધા શિવાજીની પ્રતિમાનું નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

આ ‘શિવ સ્મારક’નું કામ પણ રામ સુતાર તથા અનિલ સુતારને સોંપવામાં આવ્યું છે.

અનિલના કહેવા પ્રમાણે, “શિવાજીની પ્રતિમાનું કદ સરદાર પટેલની પ્રતિમાથી નાનું હશે, પરંતુ ‘જમીનથી ઊંચાઈ’ની બાબતમાં શિવ સ્મારક સૌથી ઊંચી પ્રતિમા હશે.”

2016માં વડા પ્રધાન મોદીએ તેનું ખાતમુહૂર્ત કર્યું હતું અને 2021 સુધીમાં તેનું નિર્માણકાર્ય પૂર્ણ થવાનો અંદાજ છે.

હાલમાં ચીનની 153 મીટર ઊંચી સ્પ્રિંગ ટૅમ્પલ બુદ્ધની પ્રતિમા સૌથી ઊંચી પ્રતિમા છે.

અન્ય મહાકાય પ્રતિમાઓમાં ઉશિકુ ડાયબુત્સુ (120 મીટર, જાપાન), સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી (93 મીટર, અમેરિકા), ધ મધરલૅન્ડ કોલ્સ (85 મીટર, રશિયા) તથા ઈસુ ખ્રિસ્તની પ્રતિમા (39.6 મીટર, બ્રાઝિલ)નો સમાવેશ થાય છે.

પ્રોજેક્ટ સમર્થકોનું કહેવું છે કે આ પ્રોજેક્ટને કારણે આજુબાજુના વિસ્તારોમાં મોટાપાયે રોજગારીનું સર્જન થશે અને સ્થાનિકોનું જીવનધોરણ ઊંચું આવશે.

હાલમાં ચોમાસાની સિઝનમાં અહીં પર્યટન ઉદ્યોગ પૂરબહાર ખીલી ઉઠે છે.

દેશના ‘લોખંડી પુરુષ’ પર ‘સરદાર: સાચો માણસ સાચી વાત’ નામનું પુસ્તક લખનારા ઉર્વિશ કોઠારી કહે છે કે સરદાર કોઈપણ નિર્ણય લેતા પહેલાં તેને ‘દેશહિત’ની એરણ પર ચકાસતા હતા.

કોઠારી કહે છે, “અંગતજીવનમાં સરદાર પટેલ ખૂબ જ સાદગીપૂર્ણ જીવન જીવતા હતા. તેમને ભપકાબાજી કે વ્યક્તિગત પ્રસિદ્ધિનો મોહ ન હતો.”

એક પ્રસંગને ટાંકતા કોઠારી કહે છે કે ગાંધીની હત્યા બાદ બિરલા હાઉસને કબજે લઈને ત્યાં સ્મારક બનાવવાનો પ્રસ્તાવ આવ્યો હતો.

એ પ્રસ્તાવનો વિરોધ કરતા સરદારે કહ્યું હતું, ‘જો ગાંધી હોત તો તેમણે પણ ન ઇચ્છ્યું હોત કે તેમના નામે કોઈનો બંગલો લઈ લેવામાં આવે.’

1928માં બારડોલી સત્યાગ્રહની સફળતા બાદ ગાંધીજીએ તેમને ‘સરદાર’નું ઉપનામ આપ્યું હતું.

નર્મદા જિલ્લાના ખેડૂતોને સ્ટેચ્યૂ તો મળ્યું પણ પાણી નહીં

ફેબ્રુઆરી-2018માં વડા પ્રધાન મોદીએ સંસદમાં કહ્યું હતું, ‘જો સરદાર પટેલ દેશના પ્રથમ વડા પ્રધાન હોત તો સમગ્ર કાશ્મીર આપણું હોત.’

મોદી પર ‘નહેરુ વિરુદ્ધ સરદાર’નું ચિત્રણ કરવાના તથા સરદાર પેટલના રાજકીય વારસાને ‘હાઇજેક’ કરવાના આરોપ લાગતા રહે છે.

ઇતિહાસકાર ડી.એન. જ્હાએ બીબીસી સાથે વાતચીતમાં કહ્યું હતું, “સરદાર પટેલ મોદીને માફક આવે છે, કારણ કે તેઓ ગુજરાતના હતા.”

“મોદી ખુદને પટેલની જેમ સશક્ત રાજનેતા તરીકે પ્રોજેક્ટ કરવા માગે છે.”

ઇતિહાસકાર રામચંદ્ર ગુહાના કહેવા પ્રમાણે, “નહેરુ અને સરદાર નખશીખ પ્રમાણિક અને દેશભક્ત હતા. બંને એકબીજાના હરીફ નહીં પરંતુ સાથી હતા.”

કોઠારી પણ માને છે કે ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ પ્રોજેક્ટ પાછળ રાજકીય નિહિતાર્થ રહેલા છે.”

વલ્લભભાઈ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુની કેબિનેટમાં ગૃહપ્રધાન તથા ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા.

‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી પ્રોજેક્ટ’

 • પ્રોજેક્ટમાં 90 હજાર ટન સિમેન્ટનો ઉપયોગ
 • 25 હજાર ટન લોખંડનો ઉપયોગ
 • 1850 મેટ્રિક ટન બ્રૉન્ઝનો ઉપયોગ
 • પ્રોજેક્ટમાં લેસર ઍન્ડ સાઉન્ડ શો દ્વારા સરદારનું જીવન ચરિત્ર નિરૂપણ
 • ઓડિયો વિઝ્યુઅલ ગેલેરી, ટ્રાઇબલ મ્યુઝિયમ તથા સરદાર ડેમના
 • ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટ’ના નિર્માણ માટે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની સ્થાપના
 • સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા પ્રોજેક્ટનું અમલીકર

એકતાના સ્ટેચ્યૂનો વિરોધ કેમ?

ગુજરાતમાં વિશ્વનું સૌથી ઊંચું સરદાર પટેલનું બાવલું બનાવવામાં આવ્યું છે. તેનો આવકાર અને વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં તેનો ભારે વિરોધ છે. જ્યારે ટેલિવિઝન પર ચારેબાજુ માત્ર સરદાર પટેલના બાવલાના ભાજપના કાર્યક્રમને આવકાર મળતો હોય એવો માહોલ છે. કેટલીક જગ્યાએ તો ભાજપના જ નેતા વિરોધ કરી રહ્યાં છે. કોંગ્રેસ પણ વિરોધ કરે છે. પણ પ્રજાનો વિરોધ અનેક જગ્યાએ જોવા મળ્યો છે.

પ્રજા આ યાત્રામાં ક્યાંય સ્વયંભૂ આવતી દેખાતી નથી. પ્રજાને લાવવા માટે દબાણ કરવામાં આવે છે. તેની પાછળનું કારણ એ છે કે એકતા યાત્રા પ્રજાની યાત્રા બનવાના બદલે સરકારી રાજકીય યાત્રા બની ગઈ છે. 31 ઓક્ટોબરના રોજ એટલે કે સરદાર પટેલ જયંતિ નિમિત્તે કેવડિયા કોલોની ખાતે સરદારની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરાશે. અગાઉ કેવડીયા ખાતે મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પણ ફિયાસ્કો થવાના ભયે કાર્યક્રમ નાનો કરીને દેશના મુખ્ય પ્રધાનોને આમંત્રણ આપવાનું માંડી વાળ્યું હતું.

સરેરાશ એક ગામમાં 200 લોકો આવ્યાનો દાવો

ભારતના શિલ્પી સરદાર પટેલના એકતાના સંદેશા સાથેની યાત્રાના પ્રથમ તબક્કાના પહેલા 6 દિવસમાં, 25 ઓક્ટોબર 2018 સુધીમાં 63 એકતા રથનું કુલ 3497 ગામો અને મહાનગરપાલિકાના કુલ 55 વોર્ડોમાં ફરી હતી. યાત્રામાં 9.91 લાખ લોકોએ ભાગ લીધો હોવાનો દાવો કરાયો છે. એક ગામમાં સરેરાશ 200 લોકો હાજર હોવાનું સરકાર કહી રહી છે. આ સંખ્યા બતાવે છે કે લોકોનો મોળો આવકાર મળી રહ્યો છે.

નાગરિકો-ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાઇને એકતાના સમૂહ શપથ લેવા જોઈતા હતાં. એકતા યાત્રા સાથોસાથ ગામો-નગરોમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ-સમાજ એકતા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. તેથી આ યાત્રામાં સંખ્યા બહુ ઓછી કહેવાય. તેમાં શિક્ષકો અને શાળાને હાજર રહેવા માટે કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. આવું તો ક્યારેય થયું નથી. લોકોનો વિરોધ જોઈને મુખ્યમંત્રીને પરસેવો તો છૂટી જ ગયો છે.

2017ની વિધાનસભા ચૂંટણી પહેલાથી ભાજપના કાર્યક્રમો નિષ્ફળ થઈ રહ્યા છે. અગાઉ ચૂંટણી સમયની ભાજપની ગૌરવ યાત્રા પણ નિષ્ફળ રહી હતી. પ્રજાએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો. તે સમયે ભાજપના દેશના તમામ નેતાઓના કાર્યક્રમોમાં લોકોએ આવવાનું ટાળ્યું હતું. ગુજરાતમાં ભાજપના 1 કરોડ સભ્યો હોવાનો દાવો કરવામાં આવે છે. પણ અહીં એ દાવો ખોટો પડી રહ્યો છે.

ક્યા કેવો વિરોધ થયો?

અમરેલી

અમરેલી જિલ્‍લામાં સ્‍ટેચ્‍યૂ ઓફ યુનિટી એકતા યાત્રા જિલ્‍લાના વિસ્‍તારોમાં ફરી રહી છે, જેમાં ભાજપના ગણ્‍યાગાંઠયા આગેવાનોની જ હાજરી જોવા મળે છે. ભાજપના અનેક લોકો અકળ કારણોસર જોડાતાં નથી. તે ભાજપ માટે ગંભીર છે. પાટીદારોના ગઢ સમાન અમરેલી જિલ્‍લામાં એકતા યાત્રાને પ્રચંડ સમર્થન મળવું જરૂરી હતું. વહીવટીતંત્ર પણ ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. પરંતુ ભાજપના જ અનેક આગેવાનો અને કાર્યકરો એકતા યાત્રામાં વિવિધ કારણોસર જોડાતા ન હોય હાઈકમાન્‍ડે આ બાબતની ગંભીર નોંધ લીધી છે. માત્ર સરકારી યાત્રા બની ગઈ છે. પ્રજા તેમાં જોવા મળતી નથી.

આદિવાસીઓનો વિરોધ

31મીના રોજ આદિવાસી સમાજ દ્વારા સમગ્ર ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આદિવાસી વિસ્તારોમાં 75 હજાર ઘરોમાં ચૂલો નહીં પેટાવીને સરકારનો તે દિવસે વિરોધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના વિરોધમાં આદિવાસીઓ મેદાને પડ્યા છે. એવામાં જો આદિવસીઓ નહીં આવે તો સમારંભમાં ભીડ લાવવાનો ટાર્ગેટ તો ભાજપના MLAએ જ પૂરો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. કેવડિયા કોલોનીનો કાર્યક્રમ ફ્લોપ જવાના પણ ભણકારા વાગી રહ્યાં છે. રાજપીપળાથી પ્રતાપનગર સુધીના વિસ્તારમાં એકતા યાત્રાના સરકારી પોસ્ટર્સ ફાડી નાખ્યા હતા. સાગબારામાં પણ વિરોધ રથનો વિરોધ થયો હતો.

MPને કાળા વાવટા બતાવી વિરોધ

ડેડિયાપાડામાં એકતા યાત્રાનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો. તાલુકાના ઘાંટોલી ગામે સ્થાનિક લોકોએ કાળા વાવટા ફરકાવી યાત્રાનો વિરોધ કર્યો હતો. સાંસદ મનસુખ વસાવાની જેની આગેવાની લઈ રહ્યાં હતા તે રથનો વિરોધ ભિલિસ્તાન ટાઈગર સેનાના ચૈતર વસાવાની આગેવાનીમાં વિરોધ કરાયો હતો. રથ આવતાં જ સૂત્રોચ્ચાર કરીને કાળા વાવટા ફરકાવ્યા હતા. સાંસદ મનસુખ વસાવાની કારને ચારેબાજુથી શાંતિથી ઘેરી લઈને ગામમાં યાત્રા નહીં કાઢવા માટે કહ્યું હતું. પોલીસ અને વિરોધકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

MLA વસાવાએ વિરોધ કર્યો

ઝઘડીયા મતવિસ્તારના ધારાસભ્ય છોટુ વસાવાએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વિરોધ કર્યો છે. આદિવાસીઓને ખતમ કરવાનું ષડયંત્ર હોવાનું તેમણે જાહેર કરીને 31 ઓક્ટોબરે 2018માં લોકાર્પણનો વિરોધ કરવાની જાહેરાત કરી હતી. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, આ એક વેપાર કરવાની ચાલ છે. તેનાથી આદિવાસીઓને કોઈ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી. 72 ગામમાં કોઈ પણ ઘરમાં જમવાનું બનાવવામાં આવશે નહીં. આ પરિયોજના અમારા વિનાશ માટે છે.

ભાજપના ધારાસભ્યોને જવાબદારીઆટલા વિરોધ અને વિવાદ વચ્ચે 31મીએ કાર્યક્રમમાં ભીડ ક્યાંથી લાવવી તે મુખ્ય પ્રધાન માટે મોટી મુશ્કેલી છે. ભાજપના MLAને ભીડ ભેગી કરવા માટે જવાબદારી સોંપી છે. રાજ્યમાં નીકળેલી એકતા યાત્રાનો પ્રથમ તબક્કો ફ્લોપ રહ્યો છે. જેમાં કારણ એવું બહાર આવ્યું છે કે પક્ષના આંતરિક મતભેદો તેના માટે જવાબદાર છે. ઘણાં ધારાસભ્યો પ્રધાન બનવા માંગે છે. તેથી હંમેશની જેમ કલેક્ટરને જવાબદારી સોંપવામાં આવી છે, રાજકોટના કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી હતી. જે અંગે ભાજપના મંત્રી વાસણ આહિરે પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ટીકા કરી હતી. અહીં પણ આવું જ થઈ શકે છે. ભાજપના ધારાસભ્યો અને સાંસદ સભ્યો દેખાતા જ નથી, ભાજપના હોદ્દેદારોને કોઈ રસ નથી. તો પ્રજાના વિરોધના પગલે ગામડામાં ભાજપના નેતાઓ દેખાતા નથી પણ શહેરમાં પણ એવું જ છે.

જો ભાજપના લોકો હશે તો વિરોધઃ હાર્દિક

એકતા યાત્રાના રથમાં ભાજપના નેતાનો ફોટો મુકાશે તો ખેડૂતોને સાથે રાખી વિરોધ કરવા હાર્દિક પટેલે ચીમકી આપી હતી. રાજકોટમાં હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું. હાર્દિક પટેલે ખેડૂતોને સાથે રાખી વિરોધ કરવાની ચીમકી આપી હતી. હાર્દિકે કહ્યું હતુ કે સરદાર સાહેબ ખેડૂતોની ચિંતા કરતા હતા. તેણે એકતા યાત્રા રથમાં ખેડૂતોના ફોટા મુકવા માંગ કરી હતી. આ સરકાર ખેડૂતોને પાણી આપતી નથી. કે તેમની વાત પણ સાંભળવા તૈયાર નથી. પાસના કેટલાક નેતાઓએ કહ્યું હતું કે, પાટીદારોને રાજી કરવા રાજકીય ગણતરીથી ભાજપ સરકાર દ્વારા નર્મદા કિનારે કેવડીયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવવામાં આવી છે. સરદાર પટેલના 182 મીટર ઊંચા સ્ટેચ્યૂના લોકાર્પણમાં મોટી ઇવેન્ટ કરીને ભાજપ પાટીદારોને 25 ઓગસ્ટ GMDC પછીના દમન ભૂલાવી દેવા માંગે છે.

SPGનો અનોખો વિરોધ

SPG અનોખી રીતે તેનો વિરોધ કરશે. SPGએ 31 ઓક્ટોમ્બરના દિવસે રાજકોટમાં કર્મવીર રેલી અને સભા યોજી છે. સરદાર પટેલની 143મી જન્મજયંતિના દિવસે ગુજરાતમાંથી 143 કાર એક સાથે લઇને રાજકોટ પહોંચશે. અમદાવાદથી રેલી સ્વરૂપે કાર લઈને SPGના કાર્યકરો રાજકોટમાં પહોંચશે. 30 ઓક્ટોમ્બરના રોજ અમદાવાદ સરદાર પટેલ રિંગ રોડ ઉપરથી કાર રાજકોટ જવા રવાના થશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર SPG અધ્યક્ષ લાલજી પટેલે જાહેર કર્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં સત્તા મેળવવા માટે ભાજપે એકતા યાત્રા કાઢી છે.

પાટીદારોની યાત્રામાં લોકોનું પૂર ઉમટ્યું

અમદાવાદ સહિત ગુજરાતના અન્ય જિલ્લા અને તાલુકામાં પણ એકતા યાત્રા ફ્લોપ પૂરવાર થઈ રહી છે,તો બીજી બાજુ પાટીદાર દ્વારા ઉમિયા રથયાત્રા શરૂ કરવામાં આવી છે. જેને અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. મા ઉમિયાની રથયાત્રાને પાટીદાર સહિત અન્ય જ્ઞાતિઓ અને સમુદાયો પણ સત્કારી રહ્યા છે. ખાસ કરી ભાજપના ધારાસભ્ય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ઉમિયા રથયાત્રામાં પગપાળા જોડાય છે, પરંતુ ભાજપ સરકારની એકતા યાત્રામાં આ ધારાસભ્ય રસ દાખવતા નથી. ભાજપ સરકારની એકતા સામે પાટીદારોની ઉમિયા રથયાત્રા અભૂતપૂર્વ પ્રતિસાદ સાથે ચાલી રહી છે. તેમાં પણ પાટીદારોની વધુ વસતી ધરાવતા અમરેલી, નિકોલ, બાપુનગર અને નરોડા જેવા પૂર્વ વિસ્તારમાં એકતા યાત્રામાં લોકોની પાંખી હાજરી જોવા મળતી હતી.

અમદાવાદમાં ધબડકો

‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ નો મુદ્દો જાહેર જનતામાં રોજ ચર્ચામાં રહે તે માટે ભાજપ અને સરકાર દ્વારા ટીવી અને છાપાઓમાં અવનવા ગતકડાં કરીને રોજ સમાચારો જાહેરખબરથી આપીને જનતાને ગેરમાર્ગે કોરવામાં આવી રહી છે. મિડિયામાં ભાજપ પબ્લિસિટી માટે વારેવારે નોન ઈશ્યુને મોટા સમાચાર તરીકે બતાવ્યા કરવા છતાં લોકોમાં નફરત જોવા મળી રહી છે. અમદાવાદમાં ‘એકતા યાત્રા’નો ઠેરઠેર ફિયાસ્કો થઇ રહ્યો છે તો તેનો વિરોધ પણ શરુ થઇ ચુક્યો છે. નિકોલ અને વસ્ત્રાપુર વિસ્તારમાં એકતા યાત્રા રથનું ગૃહપ્રધાન પ્રદીપ જાડેજા અને મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. જો કે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખના વિસ્તારમાં જ આ એકતા યાત્રાના આયોજનમાં ખુરશીઓ ખાલી રહેતા ફિયાસ્કો થઇ હતો.

ભાજપના કાર્યકરોએ આવવાનું ટાળ્યું હતું. ભાજપના અમદાવાદના બે સાંસદ પરેશ રાવલ અને કિરીટ સોલંકી ગેરહાજર રહ્યાં હતા. આમ એકતા યાત્રાની શરુઆત જ નીરસ રહી છે. આસપાસની શાળાઓના શિક્ષકો અને બાળકોને હાજર રાખવા માટે ખાસ સુચનાઓ આપવામાં આવી હોવા છતાં સંખ્યાતો સાવ ફીકી હતી. અમદાવાદમાં ફિયાસ્કો થઈ ગયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ, આણંદનો અમૂલનો કાર્યક્રમ, રાજકોટનો ભભકાદાર કાર્યક્રમ ભાજપની સરકારે કર્યો હતો તેમાં તમામ સ્થળે ખૂરશીઓ ખાલી હતી. ધારાસભ્યો અને કોર્પોરેટરો વચ્ચે સંકલનનો અભાવ છે. મોટા ભાગની અમદાવાદની વિધાનસભામાં ધારાસભ્યો પણ એકતા યાત્રા જોડાયા નથી. જે જોડાઈ છે તેઓ હતાશ વાતાવરણ જોઈને અધવચ્ચે રવાના થઈ જાય છે.

જામનગરમાં વિરોધજામનગરમાં ભાજપની એકતા યાત્રાનો વિરોધ પણ થઇ ચુક્યો છે, પાટીદારો દ્વારા પણ એકતા યાત્રામાં ભાજપના નેતાઓના વિરોધની ચિમકી ઉચ્ચારવામાં આવી છે, તો સૌરાષ્ટ્રના ગામડાઓમાં એકતા યાત્રા જશે તો ખેડૂતો દ્વારા પણ વિરોધ કરીને ભાજપના નેતાઓને પ્રશ્નો કરવામાં આવે તેમ છે. આણંદ અને કચ્છમાં રાષ્ટ્રીય નેતાઓની સભામાં ભાજપ ભીડ ભેગી કરવામાં નિષ્ફળ રહ્યો હતો. ડભોઈનો નર્મદા રાષ્ટ્રને અર્પણ કરવા માટે પણ વિરોધ થયો હતો.

ભાજપે પોતાની એકતા માટે યાત્રા કાઢવી જોઈએ

કચ્છમાં એકતા રથ ફેરવવામાં આવી રહ્યો છે. ભાજપની રાજકીય યાત્રા હોવાનો આરોપ છે. ભાજપે જો સાચી એકતા યાત્રા કાઢવી હોય તો પ્રથમ ભાજપના નેતાઓની એકતા યાત્રા કાઢવી જોઇએ, તેવું કચ્છ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા વી. કે. હુંબલે જાહેર કર્યું છે. પહેલાં પોતાની એકતા બતાવે પછી ગુજરાતની એકતા યાત્રા કાઢે. સિનિયર નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, યશવંતસિંહા, મુરલી મનોહર જોષી, શત્રુઘ્નસિંહા, કીર્તિ આઝાદ અને જશવંતસિંહએ સાથે મળીને દેશમાં એકતા યાત્રા કાઢવી જોઇએ. ભાજપના નેતાઓ એકબીજાનું મોઢું પણ જોવા તૈયાર નથી. તેમના પોતાનામાં જ એકતા નથી, ત્યારે જનતા વચ્ચે સરદાર પટેલના નામે રથ ફેરવી અને રાજકીય રોટલા શેકી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપની નીતિરીતિ રહી છે કે, ભાગલા પાડો અને રાજ કરો. ભાજપે હંમેશાં ભાઇ-ભાઇને લડાવ્યા, હિન્દુ-મુસ્લિમોને લડાવ્યા, સવર્ણો અને ઓ.બી.સી.ને લડાવ્યા અને સમાજ સમાજ વચ્ચે વર્ગવિગ્રહ થાય તેવા કાર્યો કર્યા છે અને છેલ્લે પ્રાંતવાદ પણ કરાવ્યો. ભાજપે હંમેશાં આ દેશમાં અરાજકતા ફેલાવવાનું કામ કર્યું છે, જેને એકતા યાત્રા કાઢવાનો નૈતિક અધિકાર નથી. એવું તેમણે કહ્યું હતું.

ભાજપે એકતા યાત્રાનો વિરોધ કર્યો

23 સિંહના મોત બાદ ધારી બંધનું એલાન આપી સરકારનો વિરોધ કરાતાં સરકારે ઈકોસેન્સેટીવ ઝોનને કડક બનાવવા પ્રજાને દંડ કરતાં આ બાબતને ધ્યાનમાં લઈને 22 ઓક્ટોબર 2018ના રોજ મોટી સંખ્યામાં વેપારીઓ અને ભાજપ તથા કોંગ્રેસ એવા તમામ રાજકીય પક્ષના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં ધારીના લોકો એકતા યાત્રાનો બહિષ્કાર કરશે એવું નક્કી કરાયું હતું. ભાજપ પણ એકતા યાત્રાનો બહિષ્કાર કરશે એવું જાહેર કરાયું છે. જો ઇકોસેન્સેટીવ ઝોન વધુ કડક કરાશે તો ભાજપના આગેવાનો લોકસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે. આંબરડી સફારી પાર્ક જ્યારથી શરૂ થયો છે તે બદનામ થાય અને તેનું વ્યવસ્થા તંત્ર પડી ભાંગે તે માટે અહીંના ખાનગી સફારી પાર્ક ધરાવતાં વગદાર લોકો પ્રયાસો કરી રહ્યાં છે.

(દિલીપ પટેલ)