સાઈબર અને ઓનલાઈન પરની છેતરપીંડી વધી રહી છે, એક જ દિવસમાં 40 ફરિયાદો

અમદાવાદ, 11 જાન્યુઆરી 2020

ઓનલાઈન ખરીદ વેચાણ વધું થવા લાગ્યું છે. ભેજાબાજ ગઠીયાઓ હવે આધુનિક થઈ ગયા છે. તેઓ ઓનલાઈન ખરીદીમાં લોકોની સાથે કેમ છેતરપીંડી કરવી તેના છીંડા શોધી લીધા છે. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં ઓનલાઈન છેતરપીંડીની 40 ફરિયાદો સાયબર ક્રાઈમમાં નોંધવામાં આવી છે. તેથી અધિકારીઓ ચોંકી ઊઠયા છે. જો આ કળા ચાલુ રહી તો રોજની 400 ફરિયાદ એક વર્ષ પછી રોજ નોંધાઈ શકે છે.

નાગરિકોને ફોન કરી તેમના બેંકના ખાતાના નંબરો જાણી તથા અન્ય તરકીબો અજમાવી છેતરપીંડી આચરી રહયા છે. સાયબર ક્રાઈમ સેલે જુદા જુદા પોલીસ મથકોમાં ઓનલાઈન ખરીદી કે ટ્રાન્જેકશની  છેતરપીંડીની ફરિયાદો નોંધાતા અમદાવાદ જાણે ઓનલાઈન છેતરપીંડીનું હબ બની ગયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

ઓનલાઈન નાગરિકો ટ્રાન્ઝેકશન કરી રહ્યા છે. મોડસ ઓપરેન્ડી વાપરીને સોશિયલ મીડિયા થકી નાગરિકો સાથે છેતરપીંડી કરી રહ્યા છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટીંગ પોર્ટલમાં દેશભરમાંથી ઓનલાઈન છેતરપીંડીની સંખ્યાબંધ અરજીઓ નોધાઈ રહી છે

ગુજરાતમાં 8-9 જાન્યુઆરી 2020ના બે દિવસમાં ઓનલાઈન છેતરપીંડીની 400થી વધુ ફરિયાદો નોંધવામાં આવી છે. તા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. અમદાવાદ શહેરના સાયબર ક્રાઈમ સહિત જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ઓનલાઈન છેતરપીંડીની એક જ દિવસમાં 40થી વધુ ફરિયાદો નોંધાતા લાખો રૂપિયાની છેતરપીંડી થયાનું બહાર આવ્યું છે.

ઓએલએક્સ પર વસ્તુઓના વેચાણ અને ખરીદી કરવાના બહાને છેતરપીંડીની ફરિયાદો ખૂબ જ વધી ગઈ છે. સાયબર ક્રાઈમમાં એક યુવકે ફરિયાદ નોંધાવી ગઠિયાએ આર્મી મેનની ઓળખ આપી ગાડી વેચવાના બહાને રૂ.પ૦ હજારની છેતરપીંડી આચરી છે. આ ઉપરાંત પેટીએમ એકાઉન્ટ બંધ કરવાની ધમકી આપી નવી એપ્લીકેશન ડાઉન લોડ કરવાના બહાને ગઠીયાએ યુવક પાસેથી ૬૯ હજાર રૂપિયાની છેતરપીંડી આચરી છે.

ઓનલાઈન 

ઓએલએક્સ પર એક્ટિવા  વેચવાના બહાને આર્મીમેનની ઓળખ આપી ગઠીયાએ એક યુવક સાથે રૂ.૧૦ હજારની છેતરપીંડી આચરી હોવાની દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સાથે સાથે ઓએલએકસ ઉપર જ વેચાણ માટે બુરખા મુકવામાં આવ્યા હતા પરંતુ ગઠિયાઓએ આ વહેપારી સાથે છેતરપીંડી આચરી હોવાની ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત યુનિવર્સિટીમાં પણ ઓનલાઈન છેતરપીડીની ફરિયાદ નોંધાઈ છે જેમાં પેટીએમનું કેવાયસી અપડેટ કરવાના બહાને નવી એપ્લીકેશન ડાઉનલોડ કરાવી એક યુવક પાસેથી ગઠીયાઓએ રૂ.૧.ર૪ લાખ પડાવી લીધા છે. આ ઉપરાંત ઈસનપુર તથા કાગડાપીઠમાં પણ ઓનલાઈન છેતરપીંડીની ફરિયાદો નોંધાઈ છે. સરખેજમાં પણ પેટીએમ કેવાયસી વેરીફીકેશનના બહાને ગઠીયાઓએ એક વહેપારી પાસેથી રૂ.૧.૬૮ લાખ પડાવી લીધા છે.

નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પણ પેટીએમ વોલેટ બ્લોક થયાનો મેસેજ કરી ગઠીયાઓએ એક યુવકના રૂ.૧૭ હજાર પડાવી લીધા છે.

નિકોલમાં એક મહિલાને ગઠીયાએ ફોન કરી બેંકનો અધિકારી બોલુ છુ તેવુ કહી તેના બેંકના ખાતાની તમામ વિગતો મેળવી ખાતામાંથી ૬ર હજાર રૂપિયા પડાવી લીધા છે.

રખિયાલમાં ઓનલાઈન જેકેટ ખરીદનાર યુવક સાથે રૂ.ર૦ હજારની છેતરપીંડી કરવામાં આવી છે. જયારે નરોડામાં ક્રેડીટ કાર્ડનો નંબર જાણી તેના ખાતામાંથી રૂ.૩૭ હજાર ઉપાડી લેવામાં આવ્યા છે.

મણિનગરમાં ફેસબુક ઉપર આકર્ષક ઘડિયાળ બતાવી એક યુવતિ પાસેથી ગઠીયાઓએ રૂ.ર હજાર પડાવી લેતા મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

નવરંગપુરામાં પીજીના સંચાલકના ખાતામાંથી ઓનલાઈન ૬ હજાર પ૦૦ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે.

વાડજમાં એક યુવક સાથે પેટીએમ વોલેટના બહાને રૂ.૪૦ હજારની છેતરપીંડી આચરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલના  વિદ્યાર્થીઓએ આઈપોડ મોકલવાનું કહી ગઠીયાઓએ રૂ.૮૬ હજાર પડાવી લેતા શાહીબાગ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

સોલામાં ઓનલાઈન કિંમતી ઘડિયાળ મંગાવનાર યુવક સાથે રૂ.૬પ હજારની છેતરપીંડી આચરવામાં આવી છે. જયારે વાડજમાં વધુ એક યુવકે ઓનલાઈન એક્ટિવા ખરીદવા જતા રૂ.૩૦ હજાર ગુમાવ્યા છે.

વીઆઈપી નંબરવાળુ સીમકાર્ડ વેચાણથી આપવાના બહાને ઠગ ટોળકીએ સોલામાં રહેતા એક યુવક સાથે રૂ.૬૦ હજારની છેતરપીંડી આચરી છે.

શાહીબાગમાં રોલ ટેપ વેચાણથી આપવાના બહાને એક વેપારી સાથે રૂ.૧.૩૯ લાખની છેતરપીંડી આચરવામાં આવી છે.

માધુપુરામાં ઓનલાઈન કાર ખરીદવા માટે તૈયારી બતાવતા એક યુવક સાથે રૂ.ર૭૦૦ની છેતરપીંડી આચરવામાં આવી છે.

વસ્ત્રાપુરમાં એક યુવકે પેટીએમનો ઉપયોગ શરૂ કરતા તેનો કેવી રીતે ઉપયોગ કરવો તેવુ શીખવાડવાના બહાને ગઠીયાઓએ તેના ખાતામાંથી રૂ.૬૪ હજાર ઉપાડી લીધા હતાં.

નરોડામાં એક શખ્સના ખાતામાંથી રૂ.૬૯ હજાર ગઠીયાઓએ બારોબાર ઉપાડી લીધા છે.

સાબરમતીમાં ગઠીયાઓએ લીન્ક મોકલી વહેપારીના ૭પ હજાર બારોબાર ઉપાડી લીધા છે.

રાણીપમાં રેલવે અધિકારી  સાથે એટીએમના ડેટા મેળવી રૂ.૮૦ હજાર ઉપાડી લેવામાં આવ્યા છે.

રામોલમાં એક યુવકને નોકરી અપાવવાના બહાને ક્રેડીટ કાર્ડમાંથી રૂ.રપ હજારની ઓનલાઈન છેતરપીંડી આપવામાં આવી છે.

નારોલમાં પેટીએમ એપ્લીકેશન બંધ કરી દેવાની ધમકી આપી ગઠીયાઓએ રૂ.ર૪ હજાર પડાવી લીધા હતા.

સરખેજમાં આ જ મોડસ ઓપરેન્ડીથી એક વ્યક્તિ પાસેથી રૂ.૧.૬૮ લાખ ઉપાડી લીધા છે.

આમ અમદાવાદમાં એક જ દિવસમાં ઓનલાઈન છેતરપીંડીની ૪૦થી વધુ ફરિયાદો નોંધાતા અધિકારીઓ ચોંકી ઉઠયા છે.

અમદાવાદ શહેરના એરપોર્ટ પોલીસ મથકમાં યુવકને ગઠીયાએ ફોન કરી કેસ બેક આપવાની લાલચ આપી હતી અને ફોન પે કંપનીમાંથી મેનેજર તરીકે ઓળખ આપી ગઠીયાએ રૂ.6 હજારથી વધુની રકમ પડાવી લીધી છે. જયારે બાપુનગરમાં એક વકિલને ઓલેક્ષ પર વોશિંગ મશીન ખરીદવા જતા તેની સાથે પણ રૂ.3500ની છેતરપીંડી થઈ હતી.

ચાંદખેડામાં પણ એક ટેક્ષી ચાલકે તેની માતા કેનેડામાં કેટલો સામાન લઈ જઈ શકે છે. તેની પુછપરછ કરવા માટે ફોન કરતા ગઠિયાએ તેના બેંકની વિગતો મેળવી આરોપીએ મોકલેલી લીન્ક ક્લીક કરતા જ તેના ખાતામાંથી રૂ.1.39 લાખ ઉપડી ગયા હતાં.

ફેસબુક તરફથી ઈનામમાં લેપટોપ, આઈફોન, રોકડ રકમ સહિતની લાલચ આપી ગઠીયાએ પોતાની જાતને કસ્ટમ ઓફિસરની ઓળખ આપી હોમગાર્ડના જવાન સાથે રૂ.3.58 લાખની છેતરપીંડી કરી છે.

એક્ષીસ બેંક તરફથી રૂ.10 હજારનું ગીફટ વાઉચર આપવાનું હોવાથી તેના બેંકના ખાતાની વિગત મેળવી ગઠીયાએ રૂ.60 હજારની છેતરપીંડી કરી હતી.

ડોકટરના ક્રેડિટ કાર્ડનો પીન નંબર જનરેટ કરવાના બહાને ખાતાની વિગત મેળવી ગઠીયાએ રૂ.80 હજાર બારોબાર ઉપાડી લીધા છે.

પશુઓની દવા માટે તથા ઓઈલ ખરીદવાની લાલચ આપી વહેપારી પાસેથી રૂ.2.44 લાખની ઓનલાઈન છેતરપીંડી બહાર આવી છે.

ફોન કરી ક્રેડિટ કાર્ડના રીવડ પોઈન્ટ વધારવાની લાલચ આપી ક્રેડિટ કાર્ડનો તમામ ડેટા મેળવી લીધા બાદ તેના ખાતામાંથી રૂ.૮૦ હજાર બારોબાર ઉપાડી લેવામાં આવ્યા છે.