સાબરકાંઠા જીલ્લા પ્રમુખની મુદત પૂર્ણ થતી હોવાથી નવા પ્રમુખની વરણી કરવા માટે કરેલી રજુઆત બાદ ઉત્તર ગુજરાતના પ્રભારી જીતેન્દ્ર બન્ધલેએ બેઠક પૂર્ણ થયા બાદ એવું જણાવી દીધુ હતું કે પ્રમુખ નહી બદલાય. જો કે સગંઠનની ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે. પ્રભારીની આ રુખને લઈ જીલ્લાના કેટલાક કાર્યકરો અને અગ્રણીઓમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડે તેવી શક્યતા છે . આ નિર્ણયથી ઘેરા પ્રત્યાધાતો પડ્યા છે અને કોંગ્રેસમાં ભડકો થઈ શકે છે.
લોકસભાની સાબરકાંઠાની બેઠક માટે સાબરકાંઠામાં કોગ્રેસના અનેક ઉમેદવારો ટિકિટ માટે રજૂઆત અને લોબીંગ કરી રહ્મા છે. હિંમતનગરના કોંગ્રેસ કાર્યલય ખાતે આવેલા ઉત્તર ગુજરાતના પ્રભારી જીતેન્દ્ર બન્ધલે તમામને – સાંભળ્યા બાદ એવુ સુનાવી દીધુ હતુ કે લોક્સભાની ચુંટણી પહેલા સાબરકાંઠા કોગ્રેંસના પ્રમુખ બદલવામાં નહીં આવે. તેથી કાર્યકરોમાં નિરાશા જોવા મળે છે.
સગંઠનની ખાલી જગ્યાઓ ચુંટણી પહેલા ભરી દેવામાં આવશે . જેને લઈને હોદા માટે રાહ જોઈને બેઠેલા કેટલાક કાર્યકરો આશાવાદ સેવી રહ્યા છે . પ્રભારીએ અપનાવેલ રુખના આગામી દિવસોમાં ઘેરા પ્રત્યાઘાત પડે તેવી શક્યતા – કેટલાક કાર્યકરો વ્યક્ત કરી રહ્યા છે . જેને લઈને આગામી દિવસોમાં સાબરકાંઠા કોગ્રેસમાં ભડકો થવાની શક્યતા નકારી શકાતી નથી . હાલ તો કેટલાક કાર્યકરો થોભો અને રાહ જુઓની નીતી અપનાવી છે.
આમેય ભાજપ કરતા કોગ્રેંસમાં કાર્યકરોની ચુંટણી ટાંણે જે માનસિકતાના વરવા દ્રશ્યો જોવા મળ્યા છે તે જોતા સાબરકાંઠામાં આવું થાય તો નવાઈ પામવા જેવુ નથી . થોડા સમય પહેલા જીલ્લા પ્રમુખ બનવા માટે ધમપછાડા કરનારા હવે લોકસભાની ટીકીટ માટે લાઈનમાં ઉભા છે . સાબરકાંઠા જીલ્લાની લોકસભાની બેઠક માટે ગુરૂવારે કોંગ્રેસ ઉત્તર ગુજરાતના પ્રભારીએ કાર્યકર તથા નેતાઓ સાથે ઉમેદવાર અંગે પરામર્શ કર્યા બાદ કેટલાક – કાર્યકરોએ સગંઠનની ખાલી જગ્યાઓ ભરવા રજૂઆત કર્યા બાદ વિરોધ ચાલું થયો છે.