સાબરડેરીએ દૂધના ભાવમાં ફેટ દીઠ રૂ. 20નો વધારો કર્યો

હિમતનગર, તા.૧૮ 

સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકો માટે ખુશીના સમાચાર છે. સાબરડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. ડેરીએ ભેંસના દૂધના ભાવમાં ફેટ દીઠ રૂપિયા 20નો વધારો કર્યો છે. જ્યારે ગાયના દૂધના ભાવમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કર્યો છે. ​​​​​​​ભેંસના દૂધનો જૂનો ભાવ 680 રૂપિયા હતો, જેમાં 20 રૂપિયાનો વધારો થતા 700 રૂપિયા થયો હતો. જ્યારે ગાયના દૂધનો જૂનો ભાવ 640 રૂપિયા હતો જે વધીને 660 રૂપિયા થયો છે. નવા નિયામક મંડળે ચાર મહિનામાં પાંચમી વાર દૂધના ભાવમાં વધારો કર્યો છે. આ ભાવ આગામી 21 તારીખથી અમલમાં આવશે.