સાબરમતિ રિવરફ્રંટ મોજ અને મોત માટે જાણીતું બન્યું

ગુજરાતમાં સૌથી વધું સળગીને જાહેમા આત્મહત્યા કરવાનું પ્રમાણ સમગ્ર ભારતમાં છે. પણ પાણીમાં ભુસકો મારીને મોતને ભેટનારાઓની સંખ્યા વધું છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન અગ્નિશામક દળને સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કરવાના 42 ફોન કોલ મળ્યા હતા. જેમાં 34 લોકો મોતને ભેટ્યા હતા. 8 લોકોને બચાવી લેવાયા હતા. જાન્યુઆરી મહિના દરમિયાન સાબરમતી નદીમાંથી 7 પુરુષ અને 1 મહિલાની લાશ મળી હતી. ફેબ્રુઆરી મહિનામાં 5 પુરુષ અને 1 મહિલાની લાશ મળી હતી. માર્ચ મહિનામાં 16 પુરુષ અને 4 મહિલાઓની લાશ મળી હતી. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી નદીના બ્રિજ પર લોખંડની જાળી લગાવી દેવામાં આવી હતી. અમદાવાદ મહાનગરપાલિકાના આ પ્રયોગના કારણે બ્રિજ પરથી પડતું મુકીને આત્મહત્યા કરવાના કિસ્સાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ ઉપરાંત કેટલાક કિસ્સાઓમાં કેટલાક લોકો જાળી પર ચડીને નદીમાં ઝાપલાવે છે. આપઘાત કરવાના કિસ્સાઓમાં વધારો થવાના કારણે ફાયર વિભાગ દ્વારા એક બોટ સાબરમતી નદીના કિનારે ખડે પગે રાખવામાં આવી છે. જેથી, કોઈ આપઘાત કરવાનો પ્રયાસ કરે તો તે વ્યક્તિને તુરંત બચાવી શકાય. મોટા ભાગના મોત આર્થિક મંદી, બેકારી અને સામાજીક કારણે થાય છે. નદી પર રહેલા 7 પુલ પર ઝાળી નાંખી છે તેથી ત્યાથી કોઈ આત્મહત્યા કરતું નથી પણ વોકવે પરથી લોકો આત્મહત્યા કરી રહ્યા છે

સાબરમતી નદી બની મોતની નદી બની ગઈ છે. વર્ષ 2015માં 368 લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું. વર્ષ 2018માં  121 લોકોએ આત્મહત્યા નદીમાં કરી હતી. 37 લોકોને બચાવી લીધા હતા.  આમ મોત ઘટી રહ્યાં છે. પણ મોતતો થઈ રહ્યાં છે.

પીપળજ, વટવા, ઓઢવ અને શહેરના બહારના વિસ્તારોમાં પુનર્વસન માટે ફરજ પાડવામાં આવી હતી. રિવરફ્રંટ બનાવવાના રૂ.11,152 કરોડના પ્રોજેક્ટમાં સાબરમતી નદી કાંઠે વસતા 10 હજાર પિરવારો એટલે કે 60 હજાર લોકોને મોદી સરકારે ખસેડ્યા હતા. જેમાં 2017 સુધીના ત્રણ વર્ષમાં આ હિજરતી 25 લોકોએ આત્મહત્યા કરી લેવી પડી હતી. લોકપ્રિય બનેલા 23 કિ.મી.ના સાબરમતી રિવરફ્રન્ટ હવે ઈન્દિરા પુલ, હવાઈ મથક સુધી 5.8 કિ.મી લંબાશે એટલે કે રિવરફ્રન્ટ કુલ 34 કિ.મીનો બનશે. 900 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ -2નું કામ શરૂ કરવામાં આવશે.