સાબરમતીના જળ માં વધારો, રિવરફ્રન્ટથી પાણી પાંચ ફૂટ દૂર

 

અમદાવાદ : તા:૧૬,  હવામાન વિભાગના  જણાવ્યા પ્રમાણે આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યમથી લઈને ભારે વરસાદ ની આગાહી  છે. સાબરમતી નદીમાં નવા પાણીની આવક થતાં  અમદાવાદ શહેરનાં રિવરફ્રન્ટમાં પણ પાણીની સપાટી વધી ગઇ છે. જો ઉપરવાસમાં આજે ભારે વરસાદ થાય અને સાબરમતી નદી માં  વધુ પાણી આવે તો  સાબરમતી નદીનાં પાણી રિવરફ્રન્ટનાં ફૂટપાથ પર પણ આવી જવાની ભીતી સેવાઇ રહી છે.

સપાટીથી રિવરફ્રન્ટ માત્ર 5 ફૂટ નીચે છે. જો ઉપરવાસમાં ભારે વરસાદ થાય અને પાણી છોડવામાં આવે તો રિવરફ્રન્ટની બહાર પણ પાણી આવી શકે છે.

હાલ અમદાવાદ  શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે રિવરફ્રન્ટ પર પણ ધીમો  વરસાદ વરસી રહ્યો છે. ત્યારે  લોકો  ત્યાં વાતાવરણની મઝા માણી રહ્યાં છે.

ભારે વરસાદ થશે તો વાસણા બેરેજનાં દરવાજા પણ ખોલવામાં આવશે. મહત્વનું એ છે કે ૨૦૧૫માં પણ સાબરમતી નદીમાં પાણીની આવક વધુ અને ભારે વરસાદને કારણે રિવરફ્રન્ટ પર પાણી આવી ગયા હતાં.

સાબરમતીની સપાટી વધતા રીવરફ્રન્ટ પર  અનેક લોકો મઝા માણી રહ્યાં છે.