અમદાવાદ શહેરમાં સાબરમતી નદી ન પાણી થઈ ગઈ છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટના 7 કિ.મી. લાંબો સ્વિમીંગ પૂલ હોય એ રીતે તેમાં પાણી ભરવામાં આવે છે. બાકીની નીચેના વિસ્તારની 120 કિલોમીટર નદીમાં પાણી નહીં પણ કેમીકલ વહે છે. જે અરબી સમુદ્રમાં ઠલવાય છે. આમ સાબરમતી નદીને હવે “મૃત” જાહેર કરીને કેમીકલની ગટર જાહેર કરવી જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નદીની સફાઈ શરૂ કરી છે તે સ્વીમીંગ પુલ સાફ કરવા જેવું લાગે છે.
સાબરમતી નદીનું નામ હવે રિવરફ્રન્ટ પ્રોજેકટ વિસ્તારોમાં ‘સાબરમતી રિવરફ્રન્ટ’ અથવા ‘સ્વીમીંગ પૂલ’ તરીકે કરવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ દ્વારા ગુજરાત સરકાર અને અમપા દેખીતી રીતે નદીને મારી નાખવાનો પ્રયાસ કરે છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાથેની અમારી સંયુક્ત તપાસ અહેવાલો આઘાતજનક છે. સાબરમતી રિવરફ્રન્ટ માત્ર પ્રદૂષિત સ્થિર પાણીનો પૂલ બની ગયો છે જ્યારે નદી, નદીના કાંઠે નીચાણવાળા પ્રવાહને અમદાવાદ શહેરમાંથી નારોડા, ઓઢવ, વટવા, નારોલના ઉદ્યોગોના પ્રદુષિત નદી બની ગઈ છે. નદીમાં કાયમી દુષ્કાળ હોય તેમ પાણી આવતું નથી કે પૂર આવતું નથી. તેથી ભૂગર્ભજળ રિચાર્જ થતું નથી થાય છે તો તે કેમિકલથી જ થાય છે.
સાબરમતી નદી હવે સાબરમતી રહી નથી. પણ 7 કિ.મી. માટે નર્મદા નદી પર આધારિત છે. અમદાવાદના કરાઈથી નદીમાં પાણી નાંખવામાં આવે છે.
નદીની હત્યા માટે જવાબદાર ગુજરાત સરકાર, અમપા, ઉદ્યોગો જવાબદાર છે. આ ગંભીર ગુનો છે કે એક નદીએ આત્મહત્યા કરી લેવી પડે.
માંગણી
પારવરણ સુરક્ષા સમિતિએ આ માંગણી કરી છે.
સર્વોચ્ચ અદાલતના આદેશનો અમલ કરીને અમદાવાદ તમામ ડિફોલ્ટિંગ ઉદ્યોગોને જીપીસીબી તરત જ બંધ કરાવે.
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અમપાને તમામ પાણી શુદ્ધીકરણ કરવા માટે આદેશ આપે.
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તેના જવાબદાર અધિકારી, અમપા, પ્રદુષિત પાણી શુદ્ધ કરતાં પ્લાંટના મેનેજરો તથા ઉદ્યોગો સામે તુરંત ફોજદારી ગુના નોંધવામાં આવે.
નદીમાં ગટરનું પાણી નાંખવાની ક્યાંય પણ મંજૂરી આપવી ન જોઈએ. ઔદ્યોગિક એકમોને પ્રદુષણ ન કરે એવા સાધનો વસાવવાની ફરજ પાડવી જોઈએ. અમપા પોતે નદીને ગટર બનાવી રહ્યું છે અને નદીમાં કચરો ડંપ કરી રહી છે. તે તુરંત અટકાવવું જોઈએ.
જી.પી.સી.બી. દૂષિત જમીન, ખેતરનું અનાજ, શાકભાજી અને ચારામાં આવતાં પ્રદુષિત અવશેષોની વૈજ્ઞાનિક તપાસ કરાવીને પ્રજાને તેની જાણ કરે કે તેઓ કેવા પ્રકારનું અનાજ ખાઈ રહ્યાં છે.
જમીન અને ભૂગર્ભ જળના પ્રદૂષણથી પીડાતા ખેડૂતો અને ગ્રામજનોને તબીબી સારવાર અને વળતર આપે. તે માટે નિષ્ણાંતોની સમિતિ બનાવવામાં આવે.
ઔદ્યોગિક ધોવાણ અને ગટર માટે સાબરમતી નદીને ડમ્પિંગ ગ્રાઉન્ડ બનાવવામાં આવી છે. અમદાવાદના તમામ ઉદ્યોગો પાસેથી નદીને ખરાબ કરવા માટે દંડ કરીને નાણાં વસૂલીને ખેડૂતોને આપવા જોઈએ. નદી સાફ કરવાનું સંપૂર્ણ ખર્ચ ઉદ્યોગો પાસેથી લેવું જોઈએ. પર્યાવરણીય પુનઃસ્થાપન વિજ્ઞાન અને તકનીકોનો ઉપયોગ કરીને સાબરમતી નદીને સાચી રીતે પુનઃજીવીત કરવી જોઈએ.
ઇતિહાસ
શ્વભ્રવતી ગુજરાતને ઈશાન ખૂણે મેવાડના પ્રદેશમાંથી ધસી આવતી ઊંડા કોતરોવાળી અને તેથી ‘શ્વભ્રવતી’ નામથી પ્રસિદ્ધિ થયેલી, આજના સાબરકાંઠાના, રુદ્રદામાના જૂનાગઢના શૈલ લેખ (ઈ.સ. ૧પ૦)માં ‘શ્વભ્ર’ પ્રદેશ તરીકે જાણીતા, પ્રદેશમાંથી જનોઈવાઢ ચાલી અાવતી, અમદાવાદ- જૂના આસાવલ અને કર્ણાવતી પાસેથી પસાર થઇ દક્ષિણમાં આગળ વધતી અને ખંભાતના અખાતમાં પડતી એ આ પદ્મપુરાણની ‘સાભ્રવતી’, આજની ‘સાબરમતી’ છે. મહાભારત, રામાયણ કે અન્ય પુરાણોમાં આના વિષયમાં જાણવા મળતું નથી. ‘ શ્વભ્રવતી નામ નોંધાયું છે એ તો ૯મી -૧૦મી સદીની સંધિમાં થયેેલા રાજશેખરની કાવ્યમીમાંસામાં જ. પદ્મપુરાણમાં ‘સાભ્રવતી માહાત્મય’ મળે છે એ કેટલું જૂનંુ એ કહેવું મુશ્કેલ છે, પરંતુ સં. શ્વભ્ર શબ્દ ઉપરથી લોકભાષામાં ‘સાબર’ નામ વ્યાપક થયા પછી અને એમાં હસ્વિમતી – હાથમતી ભળતાં ‘સાબરમતી’ નામ પ્રચલિત થયું મનાયંું હશે એ પછી રચાયું હશે એમ સહેજે કહી શકાય.
એ નોંધવા જેવું છે કે સ્કંદપુરાણના ‘નાગરખંડ’માં વિશ્વામિત્ર આવતાં વસિષ્ઠે વારુણમંત્રથી વસુધા તરફ જોતાં બે રંધ્રોમાંથી પાણી નીકળ્યું એમાંના એકમાંથી ‘સરસ્વતી’ અને ‘સંભ્રમ’થી જોતા નીકળ્યું તે ‘સાભ્રમતી’ એવું કહ્યું છે. રમણલાલ ના. મહેતાએ ‘નાગરખંડ’ને ૧૬મી- ૧૭મી સદીની રચના કહ્યો છે એ જોતાં ઉક્ત અનુશ્રુતિને કશું બળ નથી. પદ્મપુરાણ ‘નંદિકુંડમાંથી નીકળી અર્બુદ પર્વત (આડાવલી)ને વટાવી દક્ષિણોદધિને મળે છે. એમ કહી સત્યયુગમાં એનું નામ ‘કૃતવતી’, ત્રેતામાં ‘ગિરિકર્ણિકા’, દ્વાપરમાં ‘ચંદના’ અને કલિયુગમાં ‘સાભ્રમતી’ હોવાનું કહે છે. આ અનુશ્રુતિને પણ કશું બળ નથી. પદ્મપુરાણમાં અધ્યાય ૧૩૪થી ૧૭૪ સુધીમાં સાબરમતીના બેઉ કંઠપ્રદેશમાં આવેલાં સેંકડો તીર્થોની યાદી આપી છે, જેમાં ચંદ્રભાગાસંગમ પાસે દધીચિએ તપ કર્યાનું નોંધ્યું છે. એ અમદાવાદના આજના હરિજન-આશ્રમ પાસે ‘દધીચિનો આરો’ કે ‘દૂધેશ્વરનો આરો’ કહેવાય છે એનો સરળતાથી ખ્યાલ આપે છે. આ. હેમચંદેર તો દ્વયાશ્રય કાવ્યમાં ‘શ્વભ્રવતી’ સંજ્ઞાનો જ પ્રયોગ કરે છે. પ્રબંધચિંતામણિમાં જણાવ્યા પ્રમાણે વાળાક દેશની વિકટ ભૂમિમાં બ્રાહ્મણોનો ‘સિંહપુર’ નામનો અગ્રહાર વસાવ્યો હતો અને એની નીચે ૧૦૬ ગામ મૂક્યા હતાં. સિંહથી બીધેલા બ્રાહ્મણોએ દેશના મધ્યભાગમાં વસવાટ કરાવી આપવાની યાચના કરતાં સિદ્ધરાજે ‘સાભ્રમતી’ના તીરપ્રાંતમાં આવેલું ‘આસાંબિલી’ (અસામલી, તા.માતર, જિ. ખેડા) ગામ એમને દાનમાં આપ્યું, સિંહપુરથી આવનારા બ્રાહ્મણોની જગાત માફ કરી. પુરાતન પ્રબંધસંગ્રહમાં વીરધવલના વૃત્તાંતમાં ‘આશાપલ્લી’ – આસાવલ અને ‘સાભ્રમતી’ની નિકટતા બતાવી છે.