સાબરમતી શુદ્ધ કરવા રૂ.200 કરોડ ક્યાં ગયા ?

રાજ્યની અમલાખાડી, ભાદર, ભોગાવો, વિશ્વારમિત્રી, દમણગંગા, તાપી, મેશ્વો નદીઓ પ્રદૂષિતની યાદીમાં સામેલ છે. આશ્ચર્યજનક રીતે સાબરમતી નદી પરનું પ્રદૂષણ દૂર કરવા કેન્દ્ર સરકારે છેલ્લા ચાર વર્ષમાં 201.52 કરોડ રૂપિયા ફાળવ્યાં છે. નાણાં ભ્રષ્ટાચારની સાબરમતીમાં વહી ગયા છે.

2014-15માં 44 કરોડ, 2015-16માં 24.12 કરોડ, 2016-17માં 71.40 કરોડ, 2017-18માં 62 કરોડનો સમાવેશ થાય છે.

ગુજરાતની આ પ્રદૂષિત નદીઓમાં બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડનું પ્રમાણ પણ ખૂબ જ ઊંચું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદની મધ્યમાથી પસાર થતી સાબરમતી નદીમાંથી તાજેતરમાં જ 500 ટન કચરો કાઢવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરના મેયર સહિતના મહાનુભાવોને નદીને દુષિત નહીં કરવા માટે શહેરીજનોને અપીલ કરી છે. એટલું જ નહીં નદીમાં પ્રદુષણ કરનારા સામે આકરા પગલા લેવાનો પણ અમદાવાદ મનપાએ નિર્ણય કર્યો છે.

MoEFના ડેટા પ્રમાણે, સાબરમતી અને મિંઢોળા નદીનું પ્રદુષણ દૂર કરવા માટે કેન્દ્ર સરકારે 200 કરોડ રુપિયાની ફાળવણી કરી હતી. મિંઢોળા નદી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાથી શરુ થાય છે. ગંગા નદી પછી સૌથી વધારે કોઈ નદી પાછળ બજેટ ફાળવવામાં આવ્યું હોય તો મિંઢોળા નદી છે.

વડોદરાના પર્યાવરણ એકિટવિસ્ટ રોહિત પ્રજાપતિ જણાવે છે કે, સાબરમતી, મહી અને નર્મદા જેવી મોટી નદીઓમાં ફેકટરીઓનું દુષિત પાણી છોડવામાં આવે છે.