સાબર ડેરીના બે વખત અધ્યક્ષ રહી ચૂકેલા જેઠાભાઈ પટેલ ડેરીના 10 વર્ષ રહ્યાં અને હવે ત્રીજી વખત તેઓ બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ચૂંટાઈ આવતાં ભાજપે વધું એક સહકારી ડેરી રાજકીય રીતે કબજે કરી છે. ઉત્તર ગુજરાતની તમામ સહકારી ડેરીઓ ભાજપે કબજે કરી દીધી છે. અધ્યક્ષ માટે 15 માર્ચ 2019ની આસપાસ ચૂંટણી થાય તેમ છે. 16 બોર્ડ ઓફ ડિરેક્ટર છે. બોર્ડ ઓફ ડિરેક્ટર ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી કરે છે. 18 નિયામક માંથી 14 ભાજપ સાથે જોડાયેલા છે. સહકારી માળખામાં રાજકીય વ્યક્તિઓએ પગપેશારો કર્યો ત્યારથી છેલ્લાં 40 વર્ષથી ખાટા ખર્ચાઓ વધી ગયા છે અને તમામ ડેરીઓમાં વ્યાપક રીતે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.
કોણ છે જેઠાભાઈ
સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના મહેશ પટેલ અને જેઠાભાઈ પટેલે ઉમેદવારોને સમજાવીને 12 બેઠકો બિનહરીફ કરી હતી. જેઠાભાઈ GCMMF – ગુજરાત કોપરેટીવ મીલ્ક માર્કેટીંગ ફેડરેશન આણંદ ચેરમેન હતા. હિંમતનગર માર્કેટ યાર્ડના ચેરમેન હતા. સાબરકાંઠા બેંકના ડિરેક્ટર છે. ભાજપના પૂર્વ પ્રમુખ અને રૂપાણી સરકારના કૃષિ પ્રધાન રણછોડ ફળદુ સાથે તેઓ સારા સબંધો ધરાવે છે.
ભાજપના ધારાસભ્ચની પીછેહઠ
હિંમતનગર એક બેઠકમાં ચૂંટણી થઈ તેમાં ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ સાબર ડેરીમાં ફોર્મ ભરેલું હતું તે પરત ખેંચી લીધું હતુ. તેમના ખાસ ટેકેદાર ગણપત પ્રભાભાઈ પટેલ ઉભા હતા તેઓ ભાજપના છે. તેઓ મૂળ સરકારી ઠેકેદાર છે. પોતાનો ટામર પ્લાંટ છે. તે રાજેન્દ્રસિંહના અંતગ વિશ્વાસું હતા તે ઉભા હતા અને હારી ગયા હતા. તે હિંમતનગર જિલ્લા પંચાયતમાં સભ્ય છે. જિલ્લા પંચાયતમાં ભાજપ પાસે સત્તા નથી.
સાબરકાંઠાની સાબર ડેરીની ચૂંટણીમાં જેઠાભાઈ પટેલ 23 ફેબ્રુઆરી 2019માં ફરી ચૂંટાઈ આવ્યા છે. ડેરીની ચૂંટણીમાં વિકાસ પેનલના તમામ ચાર ડિરેક્ટરોની જીત થઈ છે. આ પહેલા 12 ડિરેક્ટર પણ જેઠાભાઈ સમર્થિત બિનહરીફ જાહેર થયા છે. 117 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 69 ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાયા હતા. આ ફોર્મ પરત ખેંચવાના કારણે 12 ડિરેક્ટર બિનહરીફ ચૂંટણી જીત્યા છે. છેલ્લા દોઢ વર્ષથી સાબર ડેરીમાં ચૂંટણી થઈ ન હતી.
સાબરકાંઠાઅને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે જીવાદોરી સમાન ગણાતી સાબર ડેરીના નિયામક મંડળની 18 બેઠકો માટે મંગળવારે ડેરીના ઓડીટોરીયમ હોલમાં મતદાન યોજાયું હતું. જેમાં 914 પૈકિ 912 મતદારોએ મતદાન કરતા 99.78 ટકા વિક્રમી મતદાન થયું હતું.
ચુંટણીમાં ઉમેદવારી કરનાર સાબરડીરીના ચેરમેન જેઠાભાઈ પટેલ, પૂર્વ ચેરમેન ખેમાભાઈ પટેલ, ગોવિંદભાઈ પટેલ, પુર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રફુલ પટેલ સહિત સાબરકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક એસોસીએશનના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલએ પણ મતદાન કર્યુ હતુ. ડેરીના પૂર્વ ચેરમેન ભોગીભાઈ પટેલ, મણીભાઈ પટેલ સહિતના અન્ય સહકારી અગ્રણીઓ ઊભા હતા.
ઉમેદવાર પર હિચકારો હુમલો કરાયો
સાબર ડેરીનીચુંટણી લડી રહેલા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી એસોસીએશનના પ્રમુખ મહેન્દ્રભાઈ જેઠાભાઈ પટેલ પર સોમવારે મોડી રાત્રે હુમલો થયો ગતો.
કેમ થઈ ચૂંટણી ?
મંડળની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોવા છતા ફરીથી ચૂંટણી ન કરાતા રિટના આધારે કસ્ટોડિયનની નિમણૂક 1 ફેબ્રુઆરી 2018મા કરવામાં આવી હતી. 16 વિભાગોની ચૂંટણી કરવા અદાલતમાં કેસ દાખલ કર્યા હતા. સર્વોચ્ચ અદાલતમાં મુદ્દત પડતા 24 ફેબ્રુઆરી 2018ના દિવસે ચૂંટણી જાહેર કરી દેવામાં આવી હતી. પછી 8મી માર્ચે ચૂંટણી કરવાનું નક્કી કરાયું હતું, જેમાં વડી અદાલતે સ્ટે આપ્યો હતો. મામલે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ થઈ હતી. હવે એક વર્ષ બાદ સમાધાન થતા ચૂંટણી યોજાય રહી છે.
અગાઉ ચૂંટણી ઝોન પ્રમાણે યોજાતી હતી પણ તેને તાલુકા પ્રમાણે યોજવા માટે એક વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો. હાઇકોર્ટે પણ અગાઉની પદ્ધતિથી ચૂંટણી યોજવાનો હુકમ કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં કરેલી PIL પાછી ખેંચીને જૂની પ્રક્રિયા પ્રમાણે ચૂંટણી યોજવા સહમતિ સધાઈ છે.
2014મા 116 ઉમેદવારો હતા
સાબર ડેરીના નિયામક મંડળની 16 બેઠકોની 21 ઓક્ટોબર 2014મા ચૂંટણી હતી ત્યારે 116 ઉમેદવારોએ અરજીપત્રકો ભર્યા હતા, જેમાં ચકાસણી બાદ આખરે 80 ઉમેદવાર રહ્યા હતા પણ 29 ઉમેદવારો ચૂંટણીમાંથી ખસી જતા છેલ્લે 51 ઉમેદવારો રહ્યા હતા.
સાબરડેરીમા ડિરેક્ટર તરીકે નવા લોકોને લાભ મોકો આપવામાં આવતો નથી. ડિરેક્ટરો માટે ડેરી દુજણી ભેંસ બની ગઈ છે. ડેરીના વહીવટમાં ભ્રષ્ટાચાર કરીને રૂપિયાની મલાઈ તારવી લેવા માટે જ પદ મેળવવામાં આવે છે. તેથી બેઠક બિન હરીફ બને તેવા પ્રયાસો હાથ ધર્યા છે.
કેમ મહત્ત્વ છે?
ગુજરાતના 18 સહકારી ડેરીઓનો રૂ. 38,000 કરોડનો વેપાર કરતી સહકારી ડેરી ક્ષેત્રની સૌથી મહત્ત્વની સંસ્થા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF)ના ચેરમેન બનવું હોય તો સાબર ડેરીમાં ડિરેક્ટર બનવું પડે. હાલ આ સંસ્થાના અધ્યક્ષ ખેડા દૂધ ઉત્પાદક સંઘ તથા ‘અમૂલ’ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર અને ઉપાધ્યક્ષ તરીકે પંચમહાલ દૂધ ઉત્પાદક સંઘના અધ્યક્ષ જેઠા ભરવાડ છે. બંને ભાજપના નેતા છે.
30 જાન્યુઆરી 2018મા થયેલી ચૂંટણીમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી GCMMFના અધ્યક્ષ બનવા માગતા હતા પણ પછી એકાએક ભાજપે તેમને પડતા મૂકી દીધા હતા અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રામસિંહ અધ્યક્ષ બન્યા હતા.
રાજ્યના 18 સહકારી ડેરી સંઘોની આ મહત્ત્વની બોડીમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત વચ્ચે જંગ રહેતો હતો. ભાજપને કોંગ્રેસના પ્રભુત્વવાળા આ સંઘોમાં પ્રવેશ મેળવતા 22 વર્ષ કરતા વધુ સમય લાગ્યો હતો. તે પણ કોંગ્રેસના ધારાસભ્યને ભાજપમાં લઈને જ શક્ય બન્યું હતું. હાલ ભાજપ પાસે 18 પૈકી 17 સંઘ છે. 1800 મતમાં સૌથી વધુ 300 મત બનાસ ડેરીના છે. તેમ છતા શંકર ચૌધરીએ પીછેહળ કરવી પડી હતી. સહકારી સંસ્થામાં અધ્યક્ષ કોણ બને તે માટે ગાંધીનગર ભાજપ નક્કી કરતો હતો પણ પ્રથમ વખત એવું બન્યું કે દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે GCMMFના અધ્યક્ષ બનાવવા માટે સૂચના આપી હતી. રામસિંહ પરમારને આ બંને નેતાઓએ પસંદ કર્યા હતા. GCMMFની ચૂંટણીમાં વડાપ્રધાન પણ રસ લેતા હોય એવું પહેલી વખત જોવા મળ્યું હતું. ગુજરાતના સહકારી ક્ષેત્રમાં જ્યારથી રાજકીય લોકો આવ્યા છે ત્યારથી દૂધ મોંઘું થયું છે અને પશુપાલનોને વળતર ઓછું થયું છે. ભ્રષ્ટાચારના કારણે સામાન્ય પ્રજાએ મોંઘું દૂધ ખરીદ કરવું પડે છે. જો રાજકીય પક્ષના સભ્યો સહકારી ક્ષેત્રમાં કોઈ પદ મેળવી ન શકે એવો સહકાર કાયદામાં સુધારો કરવામાં આવે તો ઘણું સસ્તું દૂધ, ધી અને બીજા વસ્તુઓ આપી શકાય તેમ છે. વિધાનસભાની ચૂંટણી હારી ગયા આ મોટો ફટકો શંકર ચૌધરીને મળ્યો હતો.
ગુજરાતની ત્રણ ડેરી બનાસ, દૂધસાગર અને સાબર સૌથી વધુ દૂધ એકત્રિકરણનો રેકોર્ડ પણ ધરાવે છે. બનાસ, દૂધસાગર અને સાબર ડેરીના કુલ દૂધનો આંક રાજ્યના બાકીના ૧૪ દૂધ સંઘોની સમકક્ષ રહેતો હોવાથી રાજ્યના ૧૭ દૂધ સંઘોના બનેલા ફેડરેશન જીસીએમએમએફ પર ઉત્તર ગુજરાતના આ ત્રણ સંઘો વર્ચસ્વ ધરાવે છે. અમૂલ ફેડરેશનનો કારોબાર ૨૦૧૪-૧૫માં રૃ.૨૦ હજાર કરોડનો અને ૨૦૧૯-૨૦માં રૃ.૫૦ હજાર કરોડે પહોંચવાની શક્યતા છે. દેશમાં રૃ.૪ લાખ કરોડે દૂધનો વ્યવસાય પહોંચ્યો છે.
તેથી સાબર ડેરીના અધ્યક્ષ બનવું અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે.
(દિલીપ પટેલ)