સાબુદાણા એક એવી ફળાહારી વસ્તુ છે. સાબુદાણા કોઈ અનાજ નથી, છતાં ખીચડી, ખીર, વડા, ચેવડો, પાપડ, વેફર તરીકે ઉપયોગ કરીએ છીએ. સાગો પામ નામના જાડના ગરથી બને છે. સાગો તાડની જેવું જ એક ઝાડ છે. આ ઝાડ મુળતો પૂર્વીય આફ્રિકાનું છે. ગરને પીસીને પાવડર બનાવીને ગરમ કરવામાં આવે એટલે તેમાંથી દાણા બને છે. ટેપિઓકા રૂટ જેને આંતરરાષ્ટ્રીય સ્તર પર કસાવાના રૂપે જાણીતો છે. કસાવા સ્ટાર્ચ ટેપિઓકા કહેવામાં આવે છે. ભારતમાં સાબુદાણા ટેપિઓકા સ્ટાર્ચથી બનાવવામાં આવે છે.
સ્ટાર્ચને કસાવા નામના કંદથી બનાવવામાં આવે છે જેને મોટા મોટા વાસણમાં આઠ દસ દિવસ રાખવામાં આવે છે, રોજ તેમાં 4થી 6 મહીના સુધી પાણી નાંખવામાં આવે છે. ગરને કાઢીને મશીનમાં નાંખવામાં આવે છે. જેને સુકવીને ગ્લુકોઝ અને સ્ટાર્ચથી બનેલા પાવડરને પોલિશ કરવામાં આવે છે. આ રીતે સફેદ મોતી જેવા દેખાતા સાબુદાણા પ્રાપ્ત થાય છે. કસાવા મુળ રીતે બ્રાઝીલ અને આસપાસના દેશોનું ઝાડ છે. મશીનોની મદદથી તૈયાર કરવામાં આવે છે.
સૂપ તેમજ અન્ય વાનગીઓને ઘાટી કરવા માટે ઉપયોગ થાય છે. ખાદી કે સુતરાઉ કપડાંને કડક રાખવા માટે સાબુદાણાની કાંજીનો ઉપયોગ છે. ભારત દેશમાં સાબુદાણાનું ઉત્પાદન સૌથી પહેલાં તમિલનાડુ રાજ્યમાં સેલમ ખાતે કરવામાં આવ્યું હતું. લગભગ ૧૯૪૩-૪૪માં ભારત દેશમાં સાબુદાણાનાં ઉત્પાદનની શરૂઆત કુટિર ઉદ્યોગ (લઘુ ઉદ્યોગ)ના રુપે થઇ હતી. એમાં પહેલાં ટેપિયોકા ( tapioca )નાં મૂળિયાંને મસળીને એના ગરને અલગ કરી, જામી જાય (સુકાઈ જાય) ત્યાં સુધી રાખવામાં આવતું હતું. પછી એની નાની નાની ગોળીઓ બનાવી શેકવામાં આવતી હતી. ટેપિયોકાના ઉત્પાદનમાં ભારત દેશ અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવે છે. સાબુદાણાનું ઉત્પાદન કરતા લગભગ ૭૦૦ એકમો સેલમ, તમિલનાડુ ખાતે કાર્યરત છે. સાબુદાણામાં મુખ્યત્વે કાર્બોદિત પદાર્થ હોય છે, અને એમાં થોડી માત્રામાં કેલ્શીયમ તેમ જ વિટામીનો પણ હોય છે.
10 ફાયદા
1. ગરમી પર કરો નિયંત્રણ – એક શોધમાંથી મળેલી માહિતી મુજબ સાબુદાણા તમને ફ્રેશ રાખવામાં મદદરૂપ બની શકે છે. અને તેને ચોખા સાથે મિક્સ કરીને ખાવાથી આ તમારા શરીરમાં વધનારુ તાપમાન ઓછુ કરી દે છે.
2. ઝાડા પર રોક લગાવે – જ્યારે પેટ ખરાબ થાય અને ઝાડાની સમસ્યા સતાવે તો આવામાં દૂધ નાખ્યા વગરની સાબુદાણાની ખીર ખૂબ જ અસરકારક સાબિત થાય છે અને તરત જ આરામ આપે છે.
3. બ્લડ પ્રેશર કંટ્રોલમાં – સાબુદાણામાં જોવા મળતા પોટેશિયમ રક્ત સંચારને સારા કરી તેને નિયંત્રિત કરે છે. જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત માંસપેશીયો માટે પણ ફાયદાકારી છે.
4. પેટની સમસ્યાઓ દૂર કરે – પેટમાં કોઈપણ પ્રકારની સમસ્યા થતા સાબુદાણા ખાવા ખૂબ લાભપ્રદ હોય છે. અને આ પાચનક્રિયાને ઠીક કરી ગેસ અપચો વગેરે સમસ્યાઓમાં પણ લાભ આપે છે.
5. એનર્જી વધારે – સાબુદાણા કાર્બોહાઈડ્રેટનો એક સારો સ્ત્રોત છે. જે શરીરમાં તરત અને જરૂરી ઉર્જા આપવામાં ખૂબ જ સહાયક હોય છે.
6. ગર્ભ સમયે – સાબુદાણામાં ફોલિક એસિડ અને વિટામિન બી જોવા મળે છે જે કોમ્પલેક્સ ગર્ભાવસ્થા સમયે ગર્ભમાં ઉછરી રહેલ શિશુના વિકાસમાં સહાયક હોય છે.
7. હાડકા કરે મજબૂત – સાબુદાણામાં કેલ્શિયમ, આયરન, વિટામીન કે ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. જે હાડકાંને મજબૂત બનાવી રાખવામાં અને જરૂરી લચીલાપણા માટે ખૂબ જ ફાયદાકારી હોય છે.
8. વજન વધારે – ઓછા વજનવાળા વ્યક્તિઓમાં ઈટિંગ ડિસઓર્ડરની સમસ્યા હોય છે. આવી વ્યક્તિઓનુ વજન સહેલાઈથી નથી વધતુ. આવામાં સાબુદાણા એક શ્રેષ્ઠ વિકલ્પ છે જે વજન વધારવામાં મદદ કરે છે.
9. થાક કરે દૂર – સાબૂદાણાનુ સેવન થાકને દૂર કરે છે. આ થાક ઓછો કરી શરીરમાં જરૂરી ઉર્જાના સ્તરને કાયમ રાખવામાં મદદ કરે છે.
10. ત્વચામાં રોનક લાવે – સાબુદાણાનો ઉપયોગ ફેસમાસ્ક બનાવવામાં કરવામાં આવે છે. તેનુ ફેસમાસ્ક બનાવીને લગાવવાથી ચેહરા પર ટાઈટનેસ આવે છે અને કરચલીઓ ઓછી થઈ જાય છે.