સારા વરસાદથી ખેડૂતોને રાહત થઈ, વાવણી જોરમાં

ઉત્તર ગુજરાતમાં રવિવાર મોડી રાત સુધી હળવા વરસાદ બાદ સોમવાર સવારથી વરસાદે સંપૂર્ણપણે વિરામ લીધો હોઈ વાતાવરણ સામાન્ય વાદળછાયું રહ્યું હતું. બપોરના સમયે ઉઘાડ નીકળતાં મહત્તમ તાપમાન 31.6 થી 31.9 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. ઓગસ્ટમાં અત્યાર સુધીમાં સિઝનનો 420.80 મીમી એટલે કે 57.96% વરસાદ થયો છે.

ઉત્તર ગુજરાતના અત્યાર સુધીના સરેરાશ વરસાદમાં જૂન મહિનામાં 89.6 મીમી સાથે 12.34%, જુલાઇ મહિનામાં 103 મીમી સાથે 14.19% અને ઓગસ્ટના માત્ર 12 દિવસમાં 228.2 મીમી સાથે 31.43% વરસાદ થયો છે. જે અગાઉના બે મહિના કરતાં પણ વધુ છે. બીજી બાજુ 12 ઓગસ્ટ સુધી ઉ.ગુ.માં વરસાદની જરૂરિયાત સામે વરસેલા વરસાદમાં મહેસાણામાં સૌથી વધુ 19.52% ઘટ રહી છે. જ્યારે બનાસકાંઠામાં 16.15% અને પાટણમાં 0.63%ની ઘટ રહી છે. જોકે, સાબરકાંઠામાં જરૂરિયાત કરતાં 3.61% અને અરવલ્લીમાં 1.77% વધુ વરસાદ રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગ મુજબ, આગામી બે દિવસ સુધી વરસાદની નહીંવત શક્યતા વચ્ચે ક્યાંક ઝરમર કે ઝાપટાં થઇ શકે છે.

ઉ.ગુજરાતના તાલુકામાં વરસાદ

વરસાદ તાલુકા
250 મીમીથી ઓછો 7
251 થી 500 મીમી 29
501 મીમીથી વધુ 11

 

ક્યારે કેટલો વરસાદ

મહિનો અંદાજ વરસ્યો ટકાવારી
જૂન 726 89.6 12.34%
જુલાઇ 726 103 14.19%
ઓગસ્ટ 726 228.2 31.43%
સરેરાશ 726 420.8 57.96%

 

સરેરાશ 5.50% ઘટ

જિલ્લો જોઇએ વરસ્યો વધ/ઘટ
મહેસાણા 454.8 366 -19.52%
પાટણ 346.2 344 -0.63%
બ.કાંઠા 369.7 310 -16.15%
સા.કાંઠા 520.2 539 0.0361
અરવલ્લી 535.5 545 0.0177
સરેરાશ 445.28 420.8 -5.50%

 

સૌથી વધુ હિંમતનગરમાં વરસાદ

તાલુકો વરસાદ
હિંમતનગર 85.93%
થરાદ 84.20%
બાયડ 83.28%
રાધનપુર 81.52%
ધનસુરા 71.26%

 

સૌથી ઓછો વડનગરમાં વરસાદ

તાલુકો વરસાદ
વડનગર 25.08%
વિસનગર 27.27%
દાંતીવાડા 34.43%
ખેરાલુ 34.90%
પાલનપુર 36.10%