ટેકાના ભાવની મગફળીની ખરીદીને રાખવાના ગોડાઉનોના અભાવને કારણે ટેકાના ભાવની મગફળીના ખડકલા સાવરકુંડલા ખેપીએમસી ખાતે થયા છે જેથી ખેડૂતોને ખેતજણસો કયાં રાખવી તે મુશ્કેલી સર્જાઈ છે.
ગોડાઉનનો અભાવ હોવાને કારણે હાલ છેલ્લા ર0 થી રપ દિવસથી મગફળીની ગુણીઓના ઢગલે ઢગલા થયા છે ને ર0 વિઘાના વિસ્તારના એપીએમસીમાં કયાંય જગ્યા બાકી નથી. 4 હજાર આસપાસના ખેડૂતોના રજિસ્ટ્રેશન થયા છે હાલ પ0 ટકા ખેડૂતોની સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી કરી લીધી છે. 11 હજાર ગુણીઓ ખડકાઈ ગઈ છે પણ ગોડાઉનના અભાવને કારણે ઢગલા મગફળીના થયા છે પણ ટૂંકા દિવસોમાં આ મગફળી ગોડાઉનમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ થવાનોઆશાવાદ ગોડાઉન મેનેજર વ્યકત કરે છે. પણ એપીએમસીના સેક્રેટરી પણ આખું ર0 વિઘાનું યાર્ડ ટેકાના ભાવની મગફળીથી ભરાઈ જણા ખેતજણસો લઈને આવતા ખેડૂતોને મુશ્કેલી થાય છે.
બાકી રજિસ્ટ્રેશન કરેલા ખેડૂતોને ડાયરેકટ ખાતામાં સરકાર પૈસા જમા કરાવી આપે તોસરકારને વધુ ફાયદો થવાનું સૂચન પણ સરકારમાં કર્યુ હોવાનું જણાવ્યું છે.