સાવરકુંડલા નગર પાલિકામાં છેલ્લા 3 વર્ષમાં આવેલી 14 માં નાણાપંચની ગ્રાન્ટ રૂ.15.76 કરોડ રકમ હેતુફેર કરી મળતીયાઓએ આડેધડ વાપરી આચર્યો મોટોભ્રષ્ટાચાર. ત્યારે જે હેતુસર આપવામાં આવેલી ગ્રાન્ટ ઉપર નજર કરીએ તો પાણી પુરવઠા, આરોગ્યલક્ષી, સફાઈ પ્રવૃત્તિ, વરસાદી પાણીનો નિકાલ, રોડની જાળવણી, ફૂટપાથ, સ્ટ્રીટલાઈટ, સ્મશાન/ કબ્રસ્તાનના કામોમાં વાપરવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરી ગ્રાન્ટ અપાય છે. ત્યારે આ સત્તાધીશોએ કોઈનો પણ ડર રાખ્યો નથી. આટલી મોટી રકમ ઉપરોકત હેતુ માટે તો વાપરી જ નથી.
નગરપાલિકામાં કોંગ્રેસનાં અઢી વર્ષની ટર્મ પુરી થતાં તા. 14/6/18નાં રોજ ભાજપ સાથે સેટીંગ કરી ચાર કોંગી સભ્યો સાથે કોંગ્રેસના વિપુલ ઉનાવા પ્રમુખ સ્થાને આવ્યા અને ફરી કોંગ્રેસે તેને પાછા કોંગ્રેસમાં તા. 14/2/19નાં રોજ બોલાવી લીધા. આમ આયારામ ગયારામની રમત રમી સત્તા ટકાવવા અને પ્રમુખપદ પકડી રાખવાનો ખેલ ખેલી ભ્રષ્ટાચાર તો બેફામ કર્યો જ છે. ત્યારે ગ્રાન્ટના હેતુઓનો આડેધડ ઉલાળીયો કરી પ્રજાની આંખમાં અને સરકારની આંખમાં ધૂળ નાખી છે. પ્રમુખ અને ચીફ ઓફીસર તેમજ પાલિકાના સદસ્યોની મિલીભગતથી અનેક ખર્ચાઓ માની શકાય નહી તેવા ઉધારી લખપતિ બની રહૃાાં છે. ત્યારે દેશના વડાપ્રધાન ભ્રષ્ટાચાર નાબુદ કરવાની વાત કરે છે. રાજયના મુખ્યમંત્રી જાગૃત્ત છે તેમ છતાં સાવરકુંડલા પાલિકામાં ચાલતો ભ્રષ્ટાચાર અને હેતુફેર કરી આડેધડ વાપરવામાં આવતી ગ્રાન્ટની તટસ્થ તપાસનોઅવાજ કેમ સત્તાધીશોના કાને સંભળાતો નથી એવો સવાલ પણ ઉઠી રહૃાો છે. જો આ તમામ ગ્રાન્ટની વપરાયેલ રકમની વિજીલન્સ તપાસ કરવામાં આવે તો કરોડોનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી જશે અને આ પાલિકાના સત્તાધીશોએ આચરેલ ભ્રષ્ટાચાર બાબતે તેમની મિલ્કતોની પણ તપાસ કરવામાં આવે તો આવક કરતા વધુ મિલ્કતનાં અનેક પુરાવાઓ મળી રહેશે. હવે આ ગરીબ પ્રજાના પૈસાનો કરાયેલ દુરઉપયોગ અને અંગત લાભ લઈ ગરીબ પ્રજાને કયારે ન્યાય મળશે ? જો કે દુઃખ એ વાતનું પણ છે કે, ભાજપનાં નગર સેવકો કેમ મુકસેવક બની આ બધું ચલાવી લે છે ?