સિંહના મોતમાં અનુત્તર રહસ્ય કાયમ ધરબાઈ જશે

લીલીયા બૃહદ ગીરમાં સિંહ કુટુંબના સભ્યો કાયમી વસવાટ કરે છે. તેના ફેલાતા વાઈરસ રોકવા બૃહદગીરમાં સિંહોની તપાસણી કરી જરૂરી કાર્યવાહી કરવા પર્યાવરણ નિષ્ણાંતે માંગણી કરી છે. 20 વર્ષથી કામ કરતા મહેન્‍દ્રભાઈ ખુમાણે માંગણી કરી છે કે, ગીરમાં લેબોરેટરી સ્થાપિત કરવી હવે જરૂરી બની ગયું છે. 2007માં જાહેર કરવામાં આવ્યું હતું કે, ભવિષ્‍યમાં સિંહોમાં કોઈ ગંભીર બિમારી થાય તો શું કરી શકાય. ડાયેરીયા, તાવ, લોહીવાળા ઝાડા, શરદી, ભૂખ ન લાગવી, રોગ પ્રતિકારક શકિત ઘટી જવી વગેરે બિમારીઓ માટે વન વિભાગ પાસે આધુનિક ટેકનોલોજી અને સાધનોથી સજજ લેબ હોવી જોઈએ તે નથી. પરીણામે સમયસર નિદાનો થતાં નથી. યોગ્‍ય દેખરેખ રખાતી નથી અને તેના કારણે એકીસાથે મોટી સંખ્‍યામાં સિંહોના મૃત્‍યું થયા છે.

સિંહ શોના માંસ પણ જવાબદાર

ગેરદેસર સિંહ દર્શનનો કરોડો રૂપિયાનો વન વિભાગના કેટલાંક અધિકારીઓ દ્વારા વ્‍યવસાય ચાલે છે. સિંહ દર્શન માટે અપાતાં માંસ વખતે તેમાં રસાયણો નાખીને સિંહોને અર્ધબેભાન કરી દેવામાં આવે છે. જેથી સિંહને નજીકથી જોઈ શકાય. તેની સાથે ફોટો પાડી શકાય. તે માટે રૂ.5થી 10 હજાર લેવામાં આવે છે. હમણાથી સિંહોને રજાંડતા અને મુરઘી બતાવી પરેશાન કરતાં વિડીયો વાયરલ થયા બાદ વન વિભાગના સત્તાધિશોના કાળા કરતૂત બહાર આવ્યા હતા.

રાજય સરકારના વન વિભાગ દ્વારા સમયસર પગલાં લઈ પરિસ્થિતીની સમીક્ષા સતત કરાતી હોય તો મોટી સંખ્‍યામાં એકીસાથે સિંહના મૃત્યું થયા ન હોત અને સિંહ બચી શક્યા હોત. સમગ્ર બનાવ અંગે  વન વિભાગની બેદરકારીની તપાસ કરીને હવે આવા બનાવ ન બને તે માટે વન્‍યજીવના નિષ્‍ણાંતોની ટીમ બનાવી સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરાવી જોઈએ અને બેજવાબદાર વન અધિકારીઓ સામે કડક પગલાં લેવા જરૂરી છે.

મારણના નમૂના કેમ ન મોકલાયા

મોટાભાગના સિંહોના મૃતદેહો મારણ નાખેલ અને મારણ કરેલા પશુઓની બાજુમાંથી જ મળી આવ્‍યા હતા. તેમ છતાં એકેય મારણનો નમૂનો એફએસએલ કે પુના ખાતેના લેબમાં મોકલાવેલ નથી. અને આટલા બધા સિંહો રહસ્‍મય રીતે મોતને ભેટયા છે છતાં હજુ સુધી આ બાબતે એકપણ એફઆઈઆર નોંધવામાં આવેલા નથી. આ બાબત જ ઘોરબેદરકારી દર્શાવે છે. મારણને સગેવગે કરી નાખેલા છે. તેથી સાચું કારણ બહાર આવી શકતું નથી. વનવિભાગ ઈનફાઈટ અને વારયસ હોવાનું જણાવે છે. એક જ ગૃપના બીજા સિંહો તો તંદુરસ્‍ત છે, તેને વાયરસ કેમ લાગુ પાડ્યો નથી. મારણ ખાદ્યા પછી જ વાયરસ કેમ આવ્‍યો ? પુરાવાનો શા માટે નાશ કરવામાં આવ્‍યો ? આવા અનેક પ્રકારના સવાલો ગીર પંથકના પ્રજાજનો અને પ્રકૃતિપ્રેમીઓમાં ઉભા થઈ રહૃાાં છે.

આફ્રિકામાં એક હજાર મરી ગયા હતા, અહીં કુતરા જ નથી

આફ્રિકાના ટાન્‍ઝાનીયામાં 1994માં આવો વાયરસ જોવા મળ્‍યો હતો. તે વખતે 1000 જેટલા સિંહોના મોત થયા હતા. તે વાયરસ જંગલી કૂતરામાંથી આવ્‍યો હતો એવું કહેવાય રહ્યું છે. પરંતુ કરમદડી રાઉન્‍ડમાં જે સિંહો મૃત્‍યુ પામ્‍યા છે. ત્‍યાં કોઈપણ પ્રકારના જંગલી કૂતરા રહેતા નથી. જે જગ્‍યાએ સિંહો વધુ મૃત્‍યુ પામ્‍યા છે ત્‍યાં જ વનવિભાગ ઘ્‍વારા બહારથી વાહનમાં ભરી ભરીને મારણ લઈને નાખતા હતા. તેની તપાસ કરવામ4 આવી નથી. અહીંના આરએફઓ આવું કરવા સંમતિ આપતાં હતા તો કેમ તે અંગે કઈ થયું નથી. સચિવાલયમાંથી વન અધિકારીઓ અહીં સિંહ જોવા માટે વરધી આપતાં હતા ત્યારે કેમ આવું મારણ આપીને સિંહને નજીક રાખવામાં આવતાં હતા.

ઝેર હોઈ શકે

સમગ્ર તપાસને વાયરસના એક જ એન્‍ગલથી જોવામાં આવી રહી છે. સિંહના કારણે વન અધિકારીઓ અને સ્થાનિક લોકો વચ્ચે અણબનાવો બનેલાં છે. કોઈએ તેનો બદલો લેવા માટે ન જોઈ શકાય એવા ઝેરનો ઉપયોગ કર્યો છે કે કેમ તેની તપાસ થવી જોઈએ. એક સિંહના મોમાંખી ફીણ નિકળતું હતું. તે શું ઝેર હતું કે કેમ તેની તપાસ થવી જોઈએ. જેમાં ભીનું સંકેલવા કે તપાસને ગેરમાર્ગે દોરવા માટે કામ થયું હોવાનું અંદરથી વિગતો બહાર આવી રહી છે. પોતાની નિષ્ફળતા અને પાપ છુપાવવા ખાસ અધિકારીઓ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્‍થાનિક અધિકારીના એક ખાસ મળતીયા ઉચ્‍ચ અધિકારીને બોલાવી એનીમલ કેર સેન્‍ટરમાં મોનીટરીંગમાં રાખવામાં આવેલું છે. જે શાકાસ્પદ છે. સ્‍થાનિક અધિકારીને કોઈપણ પ્રકારના છાંટા ન ઉડે તેવા ભરપુર પ્રયાસો થઈ રહ્યાં છે. આવું કરવા પાછળ લાયન શો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો સાચી તપાસ કરવી હોય તો સીબીઆઈને તપાસ સોંપી દેવી જોઈએ એવું સ્થાનિક લોકો માની રહ્યાં છે.