13 વર્ષમાં સિંહના વિસ્તાર ગીરમાં 850 ગુના પ્રાણી સામેની હિંસાના નોંધાયા
આણંદમાં અજગરને જીવતો સળગાવી દેવાની ઘટનાએ સમગ્ર ગુજરાતને ચોંકાવી દીધું છે. ગુજરાત રાજ્યમાં 2018 અને 2019ના બે વર્ષમાં 184 સિંહોના મૃત્યુ થતા ગુજરાત હાઇકોર્ટ ધ્વારા સિંહોના અપમૃત્યુ અંગે નોધ લઇ રાજ્યમાં સિંહોના બચાવ માટે શું કામગીરી કરવામાં આવી રહી છે તેની વિગતો માંગી હતી. પરિણામે ઊંઘમાંથી જાગેલી રાજ્ય સરકાર હવે એકશનમાં આવી ગઈ હતી. પણ, વન્ય પ્રાણીઓ માટે જુનાગઢ હવે અત્યંત સંવેદનશીલ બની ગયું છે. સમગ્ર ગુજરાતમાં જૂનાગઢમાં સૌથી વધું ગુના બની રહ્યાં છે. 2002થી કડક કાયદો આવ્યો તેમાં છેલ્લાં 13 વર્ષમાં સમગ્ર રાજ્યમાં વન્ય પ્રાણીઓને પરેશાન કરવા કે શિકાર કરવાના ગુના ગંભીર બની રહ્યા છે. આજ સુધીમાં નોંધાયેલા કૂલ 1800 ગુનામાંથી 852 ગુના જૂનાગઢમાં નોંધાયા છે. આ આંકડો ગીરનું જંગલ અને સિંહ પર જોખમ બતાવે છે. આમ સમગ્ર ગુજરાતમાં જૂનાગઢ અત્યંત સંવેદનશીલ છે.
ભારતીય વન્ય જીવ સંરક્ષણના કાયદા હેઠળ વન્યજીવોના ગેરકાયદેસરના શિકાર, માંસ અને તેમના ચામડાના વ્યાપારને રોકવા માટે ગુના નોંધવામાં આવે છે. વન્ય જીવ સંરક્ષણનો કડક નવો કાયદો, 2002 અમલમાં આવ્યો ત્યારથી ગુનેગારોને સખ્ત સજા છે. જંગલી પ્રાણી, પક્ષી અને વૃક્ષોનું રક્ષણ કરવાનો હેતુ છે.
વન્ય જીવની સુરક્ષા માટે અનુસૂચિ 1 અને અનુસૂચિ 2 તૈયાર કરવામાં આવી છે. અનુસૂચિ 1ના પ્રાણી માટે આકરી સજા થાય છે. અનુસૂચિ 3 અને અનુસૂચિ 4- આ કાયદા હેઠળ પણ વન્ય પ્રાણીઓને સુરક્ષા આપવા માટે છે. સૂચિમાં આવનારા પ્રાણીઓ અને પક્ષીઓના શિકાર પર દંડ ઓછો કરવામાં આવે છે.
જો સૂચિ એક અને સૂચિ બેમાં આવનારા પ્રાણીઓનો શિકાર કરવામાં આવ્યો હશે તો તેમને ઓછામાં ઓછી ત્રણ વર્ષથી 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. જેમાં 10,000થી 50 લાખ સુધીનો દંડ થઈ શકે છે.
શિકાર કરવા પર દંડ 50 લાખ સુધીની થઈ શકે છે.
અનુસૂચિ એકમાં 43 વન્ય જીવ સામેલ છે. આ સૂચિમાં ડુક્કરથી લઈને ઘણા પ્રકારના હરણ, વાંદરા, રીંછ, ચિંકારા, ચિત્તા, વરુ, શિયાળ, ડોલ્ફીન, જંગલી બિલાડીઓ, રેન્ડીયર, મોટી ગરોળી, પેગોલિન, ગેંડા અને હિમાલયમાં મળી આવતા પ્રાણીઓના નામ સામેલ છે. અનુસૂચિ એકના ભાગ બેમાં ઘણા જળીય જંતુ અને સરીસૃપનો સમાવેશ થાય છે. આ અનુસૂચિના ચાર ભાગ છે.
અનુસૂચિ બેમાં સામેલ વન્ય જંતુઓની શિકાર પર સજાની જોગવાઈ છે. આ સૂચિના ભાગ એકમાં ઘણા પ્રકારના વાંદરા, લંગુર, જંગલી કુતરા, કાચિંડાનો સમાવેશ થાય છે. સૂચિના ભાગ બેમાં અગોનોટ્રેચસ એનડ્રયુએસી, અમર ફૂસી, અમર એલિગનફુલા, બ્રચિનસ એક્ટ્રીપોનીલ સહિત અનેક પ્રાણીઓ સામેલ છે.
સર્કલ વાઈસ વન્ય જીવન ગુના ના કેસો
વર્ષ જૂનાગઢ કચ્છ જૂનાગઢwl કૂલ (તમામ સર્કલ સાથે)
2001-02 21 14 34 81
2002-03 34 12 34 112
2003-04 22 12 55 129
2004-05 27 27 39 157
2005-06 20 16 26 109
2006-07 32 14 24 123
2007-08 57 12 36 165
2008-09 53 14 53 192
2009-10 42 9 32 198
2010-11 35 9 13 139
2011-12 14 24 25 128
2012-13 41 30 31 167
2013-14 20 19 32 120
કૂલ ગુના 418 212 434 1820
સર્કલ વાઈસ વન્ય જીવ સામેના 2001થી 2013 સુધીના ગુના
200 ગાંધીનગર
129 વલસાડ
112 સુરત
82 વડોદરા wl
71 મહેસાણા
40 અમદાવાદ
38 ભરૂચ
37 વડોદરા
36 રાજકોટ
2 જામનગર
9 ઉત્તરગુજરાત