૩૧ ડિસેમ્બર ૧૯૭૫માં જન્મ થયો હતો અને યુવાન વયે ૨૦ જુલાઇ ૨૦૧૦માં તેમનું મોત થયું હતું. અમિત જેઠવા સિંહની રક્ષણ માટે તેઓ કાયમ સરકાર સાથે લડી પડતાં હતા. પર્યાવરણવાદી અને સામાજિક કાર્યકર્તા હતા. તેઓ મુખ્યત્ત્વે જૂનાગઢ નજીકના ગીરના જંગલો માટે સક્રિય હતા. ગીર નેચર યુથ ક્લબના પ્રમુખ તરીકે તેઓ જંગલમાં ગેરકાયદેસર દબાણ અને શિકારની પ્રવૃત્તિના વિરોધમાં સક્રિય હતા. બોલીવુડ અભિનેતા સલમાન ખાનને ચિંકારા શિકારના કેસમાં પાંચ વર્ષની સજા થઈ તે કેસમાં પણ સક્રિય રીતે ભાગ લીધો હતો. જંગલ અને મહેસુલ વિભાગના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો. કુનો અભયારણ્યમાં સિંહને ન મોકલવા અભિયાન ચલાવ્યું હતું. ૨૦૧૦માં સતિષ શેટ્ટી આરટીઆઈ બહાદુરી પુરસ્કાર, એનડીટીવીનો પર્યાવરણ પુરસ્કાર અપાયો હતો. છેલ્લા દોઢ વર્ષથી અમિત જેઠવા તેમના પત્ની તથા એક પુત્રી અને પુત્રી સાથે અમદાવાદમાં સ્થાયી થયા હતા.
રાજકારણ
૨૦૦૭માં જેઠવા ગુજરાત વિધાનસભાની ચુંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા.
૨૦૧૦માં તેમણે રાજ્ય સરકાર વિરુદ્ધ લોકાયુક્તની નિયુક્તિ કરવામાં નિષ્ક્રિયતા માટે કેસ કરેલો. તેમાં હાઈકોર્ટે સરકારને લોકાયુક્તની નિયુક્તિ માટે આદેશ કરેલો.
દિનુ સોંલકીના ભત્રીજા શીવા સોંલકી તાલુકા પંચાયતના સભ્ય નહીં હોવા છતાં સામાન્ય સભામાં હાજરી આપતા હતા જે અંગે અમીતે વિરોધ કરતા તેમની હાજરી અટકાવી દેવામાં આવી હતી.
આમ તો અમીત જેઠવાની લડાઈની શરૂઆત 2001થી થઈ હતી પરંતુ 2007માં અમીત જેઠવાએ વિધાનસભાની ચુંંટણીમાં ઉમેદવારી કરી હતી અને દિનુ સોંલકી વિરૂધ્ધ થયેલી ફોજદારી ફરિયાદની માગણી ચુંટણી પંચ સામે કરી હતી.
ભાજપ સરકારે સોલંકીને બચાવવા ભરપૂર પ્રયાસો કર્યા હતા. પણ વડી અદાલત અને સીબીઆઈની તપાસના કારણે ભાજપના ટોચના નેતાઓ બચાવી શક્યા ન હતા.
ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીએ એક નિવેદન આપ્યું હતું. દિનુબોધાએ જાહેર કર્યું હતું કે મને કોંગ્રેસના અહેમદ પટેલ અને શક્તિસિંહ ગોહિલે કાવતરામાં ફસાવ્યો છે. હું અને મારો ભત્રીજો નિર્દોષ છીએ.
અગાઉ તેમણે રાજ્યમાં લેન્ડ સેટલમેન્ટ હાથ ધરવા, ધારાસભ્યો, મંત્રીઓ અને સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારની ફરિયાદો માટે લોકાયુક્તની નિમણૂંક કરવી, રાજ્યમાં માહિતી કમિશ્નરની ખાલી પડેલી જગ્યાઓ ભરવા જેવા મહત્ત્વના મુદ્દાઓ પર સફળ પીઆઈએલ કરી હતી.