ખાંભા-તુલસીશ્યામ રેન્જના સાળવા રેવન્યુમાં 4વર્ષના દીપડાનું સિંહ સાથે ઈનફાઈટમાં મોત થયું છે. 5 જાન્યુઆરી 2019માં ખાંભા તુલસીશ્યામ રેન્જના સાળવા રેવન્યુ વિસ્તારમાં એક દીપકનો મૃતદેહ પડયો હોવાનું વન વિભાગને ખબર પડતાં વન વિભાગ ફોરેસ્ટર યાસીન જુનેજા અને મહેશ સૌંદરવા સહીતનો સ્ટાફ ઘટના સ્થળપર પહોંચી તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે રાત્રી દરમિયાન સિંહ સાથે ઈનફાઈટ થઈ હોય અને સિંહે દીપડાને મોતને ઘાટ ઉતારી દીધો હોય અને નર દીપડાની આશરે ઉમર 3 થી 4 વર્ષની હોવાનું વન વિભાગે જણાવ્યું હતું બાદ દીપડાનું મૃતદેહનું પી.એમ. ખાંભા રેન્જ ઓફીસ ખાતે કરવામાં આવ્યું હતું.