સિધ્ધપુર, તા.૨૬
સિદ્ધપુરના રાજપુર ગામમાં આવેલ આનંદ પરા અને સરદાર નગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી એક વાંદરો હડકાયો થતા આવતા જતા વૃદ્ધ મહિલાઓ તથા બાળકો સહિત 12 જણાને બચકા ભરતા રહીશોને હોસ્પિટલ પહોંચાડવા પડતા રહીશોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો.
એક નાગરિકના જણાવ્યા પ્રમાણે સરદાર નગર આનંદ પરુ અને તેની આજુબાજુની સોસાયટીમાં ચાર દિવસથી એક વાંદરા આતંક મચાવી રહીશોને બચકા ભરતા રહીશોને આખો દિવસ તેમજ રાત્રે પણ લાકડીઓ લઈને ચોકી પહેરો ભરવો પડી રહ્યો છે. આ અંગે સિધ્ધપુર આર.એફ.ઓને બે દિવસથી વારંવાર જાણ કરતા ગુરૂવારના રોજ આર.એફ.ઓ ભરતભાઈ પટેલ તેમની ટીમ સાથે આવી પહોંચી વાંદરો પકડવાની તજવીજ હાથ ધરી હતી.
મહેસાણાથી વાંદરો પકડવા માટે નિષ્ણાતોની ટીમ બોલાવી વાંદરો પકડવા માટે કવાયત હાથ ધરી હતી. હડકાયા વાંદરાએ ચાર દિવસમાં બારથી વધારે વ્યક્તિઓને બચકા ભરી ઈજા પહોંચાડી છે. સવિતાબેન મોટરસાઇકલ પરથી જતા હતા, તે દરમિયાન તેમના ઉપર હૂમલો કરતા બંને જણાને ઈજાઓ થઈ હતી, હીરાબેન પટેલ ઉં.65ના જણાવ્યા પ્રમાણે તેઓ રાત્રે નવ વાગ્યાના સુમારે જમી બહાર ઓસરીમાં બેઠા હતા, તે દરમિયાન અગાસીમાંથી અચાનક વાંદરાએ આવી હુમલો કરી બચકા ભરી લેતા 14 ટાંકા લેવા પડ્યા હતા, ચાર દિવસથી ગામના યુવાનો હાથમાં લાકડીઓ લઈને ફરે છે
ઇજાગ્રસ્તોમાં હીરાબેન જયંતિલાલ પટેલ( ઉ.વ.65), અશોકભાઈ શર્મા ઉં.વ.55) ,પુષ્પાબેન પ્રજાપતિ (ઉ.વ.40) ,વીણાબેન મેવાડા ભગાજી ઠાકોર (ઉ.વ.50), લક્ષ્મણજી ઠાકોર ( ઉ.વ 52) ,કમુબેન ભંગી (ઉ.વ.40) પટેલ ફાલ્ગુની બેન (ઉ.વ.22 ) પટેલ જીવીબેન (ઉ.વ.58) ,પટેલ સવિતાબેન (ઉ.વ.52) પટેલ કેશવલાલ (ઉ.વ.58) તેમજ ધુળબેન પટેલ (ઉ.વ.55)નો સમાવેશ થાય છે.