મુંબઇમાં સિદ્ધિવિનાયક મંદિરમાં એક શ્રધ્ધાળુએ ૩૫ કિલો સોનુ દિલ્હીના રહેવાસીએ દાન આપ્યું છે. જેની બજાર કીંમત લગભગ ૧૫ કરોડ રૂપિયા છે. દાન ગત અઠવાડીયે મળ્યુ હતું. સોનુ ચાદી કે કીમતી રત્ન દાન કરે છે. મંદિરના ટ્રસ્ટ અનુસાર ૩૫ કિલો સોનું એક શ્રધ્ધાળુએ દાન આપ્યું છે.
દાન કરનાર શ્રધ્ધાળુની ઓળખ બતાવવાનો ઇન્કાર કરી દીધો હતો. દાનમાં મળનાર સોનાનો ઉપયોગ મંદિરના દરવાજા અને છત બનાવવામાં કરવામાં આવશે. સોનાની પરત ચઢાવવાનું કાર્ય જાન્યુઆરી ૧૫થી ૧૯ વચ્ચે પુરૂ કરવામાં આવશે. ૨૦૧૭ સુધી મંદિરને ૩૨૦ કરોડ રૂપિયાનું દાન મળ્યુ જેનો ઉપયોગ સામાજિક કાર્યો માટે કરવામાં આવ્યો હતો.
આ દાન રકમ હવે વધી ૪૧૦ કરોડ રૂપિયા થઇ ગઇ છે. અત્યાર સુધી ૨૦,૦૦૦ લોકોને મદદ કરી છે. જેમને ૨૫,૦૦૦ રૂપિયા સુધીની મદદ મળી છે. અત્યાર સુધી ૩૮ કરોડ રૂપિયાનો ખર્ચ કરી ચુક્યા છે.
219 વર્ષના મંદિરના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે.
15 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધી મંદિર બંધ રહ્યું હતું. તે દરમિયાન સોનાની પ્લેટ ચઢાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.
સિદ્ધિવિનાયક ગણેશજી નું સૌથી વધુ લોકપ્રિય સ્વરૂપ છે. ગણેશજી ની સુંઢ ડાભી બાજુ વળેલી હોય તે સિદ્ધપીઢ સાથે જોડાયેલ હોય છે અને તેવા મંદિરને સિદ્ધિવિનાયક મંદિર કહેવાય છે. આ મંદિર મુંબઇમાં આવેલ છે.
સિદ્ધિવિનાયક પોતાના દરેક ભક્ની ઈચ્છા પૂર્ણ કરે છે અને જલ્દીથી ખુશ પણ થતા દેવ છે. ગણેશજી જલ્દી કોપાયમાન પણ થઇ જાય છે.
ગણેશજીનું આ મંદિર મુંબઇની ઓળખ સાથે જોડાયેલ છે. આને ‘સેલિબ્રિટી’ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે કારણકે બોલિવૂડના લગભગ દરેક સેલિબ્રિટી આ મંદિરમાં દર્શન કરવા આવે છે. દરવર્ષે આ મંદિરમાં લગભગ 50 કરોડ રૂપિયાનો ચઢાવો (દાન) આવે છે.
અહી ભગવાન ગણેશજી ની ઉપર સોનાનો તાજ 3.5 કિલો વજનનો છે. અહી દેશ-વિદેશથી બહુ મોટી મોટી હસ્તીઓ આવે છે. હાલમાં જ ભારતના પ્રવાસે એપ્પલ કંપનીના સીઈઓ ‘ટીમ કુક’ આવ્યા હતા અને અનંત અંબાણીએ તેમને આ મંદિરની મુલાકાત કરાવી હતી. કહેવાય છે કે સિદ્ધિવિનાયક ની મહિમા અપરંપાર છે. મુંબઇ નું આ સિદ્ધિ વિનાયક મંદિર ફક્ત ભારતમાં જ નહિ, વિશ્વભરમાં પણ જાણીતું છે.
આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 19 નવેમ્બર, 1801 માં વિથ્થું અને દેઉબાઈ પાટિયા કરી હતી. તે સમયે એક નાના મંદિરના રૂપમાં સ્થાપિત આ મંદિર અત્યારે મુંબઈનું સૌથી ભવ્ય અને સંપન્ન મંદિરોમાંથી એક છે. 1975 પછી આ મંદિરમાં ભક્તોની સંખ્યામાં આશ્ચર્યજનક રીતે વધારો કર્યો.
સિંહાસન પર સ્થાપિત અઢી ફૂટ ઉંચી અને બે ફૂટ પહોળી પ્રતિમા એક જ કાળા પથ્થરથી બનાવાય છે. તેમની ચાર ભુજાઓમાંથી એક એકમાં કમળ, બીજીમાં કુહાડી, ત્રીજામાં જપમાળા અને ચોથામાં મોદક છે. ડાબા ખભા પર તરફ સાંપ લટકાયેલ છે. માથા પર એક આંખ એ રીતે છે જેમ શિવની ત્રીજી આંખ હોય છે. આ પ્રતિમાની એક તરફ રિદ્ધિ અને બીજી બાજુ સિધ્ધિની પ્રતિમા છે.
મુંબઈ સ્થિત સિદ્ધિ વિનાયક મંદિર મહારાષ્ટ્રમાં બીજા નંબરનું સૌથી ઘનિક મંદિર છે. આ મંદિરની પાસે 160 ટન સોનું જમા છે. સિદ્ધિવિનાયક મંદિરમાં પણ સ્વર્ણ મૌદ્રીકરણ યોજના હેઠળ 44 કિલો સોનું સરકારમાં જમા કર્યું હતું. દરવર્ષે આ મંદિરમાં લગભગ 50 કરોડ રૂપિયાનું દાન આવે છે. 125 કરોડ રૂપિયા ફિક્સ્ડ ડિપોઝીટમાં જમા છે.
દરેક ધર્મના લોકો દર્શન અને પૂજા-અર્ચના કરવા આવે છે.