મોદીને સુરતમાં રાજા જાહેર કરવા તૈયારી

સુરતની સભાનું રૂ. 350 કરોડનું ખર્ચ અને સભાનું રહસ્ય શું છે?

દિલીપ પટેલ
અમદાવાદ, 4 માર્ચ 2025
ગરીબોને સુરતના લિંબાયત નીલગીરી મેદાનમાં હાજર રહેવા બોલાવાયા છે. અહીં મફત અનાજનું વિતરણ કરવામાં આવશે.પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ, સુરત શહેર-જિલ્લાના 2 લાખથી વધુ ગરીબોને અન્નદાન કરવાના છે.

પ્રજા પાસેથી પૈસા લઈને મોદી અન્નદાન કરતાં પહેલાં સુરતમાં 3.5 કિલો મીટર માર્ગો પર પ્રદર્શન કરવાના છે. નરેન્દ્ર મોદી 7 માર્ચે સુરતમાં ‘સુરત ખાદ્ય સુરક્ષા પ્રોત્સાહન અભિયાન શરૂ કરવાના છે.

અન્ન લેવા માટે અહીં 75 હજાર લોકોને લાવવાનું આયોજન થઈ ગયું છે. જેમાં 2 હજાર બસ કામ કરશે.

ભાજપના કાર્યકરો અને બીજા લોકો મળીને બે લાખથી વધુ લોકોને હાજર રાખીને મોદી અન્નદાન કરશે.

ગરીબોને અનાજ આપવા આતાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તૈયારી એક રાજાના આગમન જેવી કરી દેવામાં આવી છે. સુરતે મોદીને રાજા જાહેર કર્યાં હોય એવી ભવ્ય તૈયારી તેના રોડ શો માટે કરી છે. સુરત જિલ્લા કલેક્ટર, સુરત મહાનગર પાલિકા અને સરકારી વિભાગો અને એસટીની બસોનું તમામ ખર્ચ ગણવામાં આવે તો મોદીના રોડ શો પાછળ રૂ. 313 કરોડનું ખર્ચ થવાનું છે.

કલેક્ટર 31થી 50 કરોડ રૂપિયાનું ખર્ચ કરવાના છે.

સુરત મહાનગર પાલિકા કાર્યક્રમ પાછળ મંડપ, ડેકોરેશન, સાઉન્ડ સીસ્ટમ, એલઇડી લાઈટ, એલઇડી સ્કીન, એસી, વિડિયોગ્રાફી માટે 11.34 કરોડનો ખર્ચ કરશે.
આમંત્રણ પત્રિકા, બેનર-હોર્ડિંગ્સ, બ્રાન્ડિંગ કન્ટેન્ટ, પબ્લિસિટી પાછળ 2.50 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. પીવાના બોટલ પાણીનું ખર્ચ છે.

ખર્ચામાં ઓર વધારો થશે.

મોદી રાજાના અતિભવ્ય સ્વાગત માટે 7 પ્રધાનોને ખડેપગે રહેવા અને કામ કરવા ખાસ જવાબદારી સોંપી છે. જેમાં પાટીલ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને વન રાજ્ય પ્રધાન મુકેશ પટેલ છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ આ બધા પર નજર રાખી રહ્યાં છે.
સાંસદ મુકેશ દલાલ,
જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ,
ધારાસભ્ય સંદીપ દેસાઈ
સાંસદ, મેયર, ધારાસભ્યો, કલેક્ટર, પોલીસ કમિશનર અને વહીવટી તંત્રના 200 અધિકારીઓ હાજર છે.

વડાપ્રધાનની આ બે દિવસની મુલાકાત

સુરતના લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે

સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. 8મી તારીખે નવસારીમાં કાર્યક્રમ છે.
કાર્યક્રમ પર કુલ 31 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે, જેમાંથી 1.5 કરોડ રૂપિયા ફૂડ પેકેટ, નાસ્તો અને પાણી પાછળ ખર્ચવામાં આવશે.

નગરપાલિકાના સિટી એન્જિનિયરે તમામ ઝોન-વિભાગના અધિકારીઓને એક ઓફિસ ઓર્ડર જારી કરવામાં આવ્યો છે.

સહાયક કમિશનરોને મોદીના માર્ગમાં આવતા તમામ બેઘર પરિવારોને સ્થળાંતર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેથી ભીખારીઓ રસ્તામાં ક્યાંય ન દેખાય.

સુરત મહાનગરપાલિકાના ઇજનેરોને મોદી પસાર થવાના છે તે રૂટ પરના સર્વિસ રોડ, મુખ્ય કેરેજ વે, ફૂટપાથ-ડિવાઇડર, રોડ સેપરેટર, બીઆરટીએસ ગ્રીલ વગેરેનું સમારકામ કરી દેવા આદેશ કરાયો છે.

ચકચકીત રંગકામ કરવાનો આદેશ વડાપ્રધાનની કચેરીએથી થયો છે.

કેબલ-સ્ટેડ પુલની લાઇટિંગ ચાલુ રાખવા ખાસ કાળજી લેવા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

મોદી જ્યાંથી પસાર થવાના છે તે માર્ગો પર આવતા સર્વિસ રોડનું સમારકામ કરી દેવા અને મુખ્ય કેરેજવે વગેરે પર પેચ વર્ક, ખાડાઓ તાકીદે પુરી દેવાયા છે.

માર્ગોનું રિસરફેસિંગ, રસ્તાની સમથળ યુટિલિટી ચેમ્બર બનાવવાનું કહેવાયું છે જેથી મોદીની કારને કોઈ આંચકા ન આવે.

માર્ગોપરની ફૂટપાથના પથ્થરો સમથળ કરવા કામ આપી દેવાયા છે.

માર્ગોના ડિવાઇડર, રોડ સેપરેટર અને બીઆરટીએસ ગ્રીલનું સમારકામ થઈ ગયું છે.

મોદી જ્યાંથી પસાર થવાના છે તેનું રંગકામ, જરૂરી સાઇનેજ, બ્લિંકર્સ, કેટ આઇ, ટ્રાફિક સિગ્નલો બરાબર ગોઠવવા માટે ઠેકા આપી દેવાયા છે.

મોદીના માર્ગમાં આવતાં ઘટાટોપ મોટા વૃક્ષોની કાપણી કરી દેવામાં આવી રહી છે. કેટલાંક વૃક્ષો કાપી કાઢવામાં આવશે જેથી ત્યાં કોઈ આતંકવાદી ન છૂપાઈ શકે.

ડિવાઇડરની વચ્ચે ક્યાંય કચરો ન દેખાય તે રીતે સફાઈ કરી દેવાઈ છે.

મોદીને જે રંગ પસંદ છે એવા નવા ફૂલો અને છોડ વાવવાનું કહેવામાં આવ્યું છે.

વડાપ્રધાન ખુશ થાય એ માટે બધા ટ્રાફિક ટાપુઓ પર સુશોભન કરીને તેના પર રંગકામ કરવાનું શરૂ કરાયું છે.

જાહેર મિલકત અને ખાનગી મિલકતોની દિવાલો પર રંગકામ કરી દેવાના આદેશો કરાયા છે.

મોદીના માર્ગ પરનો કચરો અને ધૂળ ઉપાડવા માટે ખાસ સાધનો ગોઠવી દેવાયા છે.

મોદીના માર્ગ પરથી કાટમાળ તુરંત ઉપાડવા અધિકારીને ખાસ જવાબદારી સોંપી છે.

સ્ટ્રીટ લાઇટના થાંભલા પર ગેરકાયદેસર બેનરો, સ્ટીકરો, હોર્ડિંગ્સ વગેરે દૂર કરવા માટે ખાસ અધિકારી કામ કરી રહ્યાં છે.

સપરતની શેરી બત્તીનું સમારકામ કરી દઈને ગેરકાયદે લટકતા ટીવી કેબલ ઓપરેટરોના વાયર દૂર કરવાનો કડક આદેશ અપાયો છે.

માર્ગોને માત્ર સાફ કરીને છોડી દેવાના બદલે તેના પર બ્રશિંગ કરીને ચકચકીત કરવાનું કહેવામાં આવ્યું છે.

કોઈ જગ્યએ માખી કે મચ્છર ન ઉડે તે માટે પાવડર છંટકાવ ચાલી રહ્યો છે. મોદીને મચ્છર ન કરડે અને મોં પર માખી ન બેસે જે માટે જંગી ખર્ચ થયો છે. પાઉડર અને બ્રસીંગ એટલા માટે જ કરાયો છે. આ માટે આરોગ્ય વિભાગના અધિકારીઓને ખાસ કામે લગાવાયા છે.

જોકે, રસ્તાને પાણીથી ધોવાની કોઈ સુચના આપી હોવાનું અધિકારીઓ કહેતા નથી.

મોદી જ્યાંથી પણ પસાર થાય ત્યાં બાંધકામ ચાલુતું હોય તો તેને ગ્રીન નેટ લગાવી દેવા માટે બિલ્ડરોને ખાસ આદેશ અપાયો છે.

બસ રૂટ, કંટ્રોલ રૂમ, પાર્કિંગ, પાણી અને અન્ય સુવિધાઓ અહીં ઊભી કરી દેવામાં આવી છે.

મોદી 50 હજાર ગરીબ, વિધવા, દિવ્યાંગ અને વૃદ્ધ લાભાર્થીઓના પરિવારોને ખાદ્યાન્ન પૂરું પાડવાના છે.

સુરત મેટ્રો પ્રોજેક્ટનું કામ બંધ કરી દેવા આદેશ અપાયો છે. અઠવાલ લાઇન્સ અને સર્કિટ હાઉસ નજીક મેટ્રો લાઈન પર પાણી છાંટવાની પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે.

મેટ્રોના બાંધકામને કારણે 60 ટકા રસ્તાઓ બંધ કે ધીમા થઈ ગયા છે. ત્યાં તાત્કાલિક સમારકામનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

નવા સાઇનબોર્ડ, નવા બ્લિંકર, નવા કેટ આઈ અને નવા ટ્રાફિક સિગ્નલ લગાવવાનું નક્કી કરાયું હતું.

બગીચા વિભાગને ખાસ કહી દેવાયું છે કે, રસ્તા પર છોડ અને ફુલનું સુશોભન કરી દે. ખાનગી મિલકતોની દિવાલો પર સુશોભન કરી દે.

સ્ટ્રીટ લાઇટ પરના ગેરકાયદેસર બેનરો-સ્ટીકર દૂર કરવામાં આવ્યા છે. લટકતા વાયરો દૂર કરવામાં આવ્યા છે.

ભવ્ય સભા મંડપ
ગરીબોને જ્યાં અનાજનું દાન કરવાના છે તે 120 મીટરના જાપાની ડીઝાઈનના બે ડોમમાં કરશે.
સભાસ્થળ નજીક 3 હેલીપેડ બનાવાયા છે. સવા લાખ ખુરશી મુકાવાનો આદેખ કરી દેવાયો છે.

એક ડોમમાં મોદી રાજાની સભા જ્યારે બીજામાં ગરીબો તેમને ટીવી પર જોઈ શકે એટલા માટે એલઇડી. મુકાશે.

સુરત મહાનગર પાલિકા 3500 કરોડના 22 પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુર્હુત મોદીના હાથે કરાવવાના છે.

ઉનાળામાં વરસાદ આવે તેમ ન હોવા છતાં વોટર પ્રુફ ડોમ બનાવાયા છે. વરસાદ પણ પડે તો વડાપ્રધાનને કોઈ સમસ્યા થશે નહીં. ડોમની અંદર સંખ્યાબંધ ટીવી લગાવાયા છે.

હાઈટેક ડોમની અંદર રોડ બનાવાયો છે.
ડોમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજાની જેમ એન્ટ્રી કરશે.
શાહી સવારી લાગે તે માટે પ્રથમવાર હશે કે ડોમની અંદર પણ રોડ બનાવવામાં આવ્યો છે.

IT મેક સેન્ટર માટે ડ્રિમ સિટી પ્રોજેક્ટ સુરત હવે ટ્રાફિક, વીજળી, પાણી, સ્ટ્રીટલાઇટ સહિતની સમસ્યાઓ રિયલ ટાઈમમાં તરત જ ઉકેલી શકાશે. 3000 કેમેરા સાથે IT મેક સેન્ટર શહેરનું ટ્રાફિક નિયંત્રણ કરશે.

ખાડી રિડેવલપમેન્ટ, સ્મશાનભૂમિ, સિટી બસ ડેપો, 25 સ્થળે ઇ-ચાર્જિંગ સ્ટેશન, ખોજ મ્યુઝિયમ ખુલ્લા મૂકવાના છે.

પોલીસ
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સુરતમાં મુખ્ય મથક બનાવીને બેઠા છે. મોટી સંખ્યામાં પોલીસને મૂકી દેવામાં આવી છે.

રાજ્યના પૂરવઠા વિભાગ
કાર્યક્રમના નોડલ અધિકારી અને જિલ્લા પૂરવઠા અધિકારી ડી.ડી. શાહને જવાબદારી સોંપી છે.

અધિકારીઓ
સુરત મહાપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, પોલીસ વડા વિકાસ સહાય, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, ડીડીઓ શિવાની ગોયલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત,
નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી તથા મુખ્ય સચિવ વડાપ્રધાન માટે રોકાઈ ગયા છે.

મેગા રોડ શો પાટીલના વિસ્તારોમાં જ કેમ થઈ રહ્યાં છે. મૂળ સુરતીઓના વિસ્તારમાં કેમ નહીં.

બસ
જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વસવાટ કરતાં લાભાર્થીઓ અને તેમના પરિવારજનોને સભા સ્થળ સુધી લાવવા- લઈ જવા માટે સુરત મહાનગર પાલિકાની 450 જેટલી સિટી બસો અને જીઆરટીએસની 1450 બસો મળીને 2 હજાર બસ છે. રૂ. 2 કરોડનું ભાડું ભૂપેન્દ્ર પટેલ ચૂકવશે. 60 હજાર લોકોને બસમાં લવાશે. મફત મુસાફરી કરશે 75 હજાર મુસાફરો પાછળ રૂ.1000નું ખર્ચ થઈ શકે છે. રૂ. 75 કરોડ કોણ આપશે. 4 હજાર રૂટ રદ થશે.

સામાન્ય પ્રજાજનોને એસટી બસ પકડવા માટે કલાકો સુધી એસ.ટી. બસ ડેપોમાં રોકાવવું પડશે. બુકીંગ રદ કરવામાં આવ્યા છે. રાજકોટથી 435 કિ.મી.નું અંતર કાપીને અનેક રૂટ કેન્સલ થતાં મુસાફરો કલાકો સુધી તડકે સકાશે. 100 એસટી બસો રાજકોટથી આવનાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ સરકારી કાર્યક્રમોનાં નામે જાહેર સંમેલનો યોજીને સરકારી ખર્ચે એસટી બસમં ભાડે કરી લોકોને ભાગે કરતા રહ્યાં છે.

ગામેગામ તલાટી મંત્રી અને શિક્ષકોને એસટી બસમાં સાથે મોકલી સરકારી મશીનરીનો દુરૂપયોગ કરતા રહ્યાની ફરિયાદો રહી છે. હવે વડાપ્રધાન થયા છતાં પણ સંસાધનો અને સાધનોનો ગેરઉપયોગ કરી રહ્યાં છે.

મેદની
કૃત્રિમ મેદની ભેગા કરવા અધિકારીઓ અને રાજકારણીઓ ન કરવાના તમામ કામ કરી રહ્યાં છે.
વધુને વધુ લોકો ભેગા થાય તે માટે રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાંથી બસ મંગાવવામા આવી છે. ખાનગી વાહનો માટે સુચના આપી દેવામાં આવી છે.

ટોલ ફ્રી
બધા વાહનો સુરતના ભાટિયા ટોલ ટેક્સ પરથી આવવાના હોય ભાટિયા ટોલ ટેક્સ પર મોટો ટોલ ટેક્સ ભરવો ન પડે તે માટે જાહેર સભા લખેલા વાહનો પર ટોલ ટેક્સની મુક્તિની જાહેરાત કરી દેવામાં આવી છે. આ નિર્ણય સામે સુરતીઓ ભારે રોષ પ્રગટ કરી રહ્યાં છે.

ભાટિયા અને કામરેજ ટોલ નાકુ સુરત વિસ્તારમાં છે અને પહેલાં સુરતના વાહનોને ટોલામાંથી મુક્તિ હતી. પરંતુ છેલ્લા કેટલાક વખતથી બહારના વાહનોની જેમ સુરતીઓને પણ મસ મોટો ટોલ ટેક્સ ચૂકવવો પડી રહ્યો છે.

ટોલ ટેક્સ પર મુક્તિ માટે ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય નેતાઓએ પણ વિરોધ કર્યો હતો. ટોલ દૂર કરવા માટે ભારે વિરોધ કર્યો હતો. હવે મોદી માટે મુક્તિ આપી છે. વડા પ્રધાનની સભામાં ટોલામાંથી મુક્તિ જાહેર કરવામાં આવી છે.

ભાટિયા અને કામરેજ ટોલનાકાને કર મૂક્તિ આપવા માટે 4 વર્ષથી આંદોલન ચાલી રહ્યું છે. ટોલ લેવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. કામરેજ ટોલનાકે રૂ.40 જ્યારે ભાટીયા ટોલનાકે રૂ.165 ચૂકવવા પડે છે.
15 હજાર વાહનો પસાર થાય છે.

લોકોના કામ અટવાયા
સુરત શહેર અને જિલ્લાના અધિકારીઓ સતત મીટીંગમા અને કોર્પોરેટરો ભીડ ભેગી કરવાની મથામણમાં હોવાથી લોકોના ફેરો ફોગટ જઈ રહ્યા છે. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મેટ્રો
મેટ્રો વડા પ્રધાનનો પ્રોજેક્ટ છે તેવી બીક બતાવી રાજકારણીઓ ફરિયાદ કરે તો પણ સાંભળવામાં આવતી નથી. અનેક જગ્યાએ કામ ન ચાલતું હોય તેમ છતાં બેરીકેટ કરી દેવામાં આવેલા છે.
લોકો ત્રાહિમામ છે. લોકો ટીખળ કરી રહ્યાં છે કે, ટ્રાફિક સમસ્યાથી એક જ દિવસમાં છુટકારો અપાવવા હોય તો વડા પ્રધાનના રોડ શોનો રૂટ મેટ્રો રૂટ પર જાહેર કરી દેવામા આવે. તમામ સમસ્યાનો એક જ દિવસમાં હલ આવી જશે.

પાટીલ કેમ
પાટીલના વિસ્તારમાં જ નરેન્દ્ર મોદી કાયમ આવે છે. બીજે ક્યાંય જતાં નથી. મોદીની તમામ સભા સી આર પાટીલના વિસ્તારમાં કરે છે. એક કારણ એવું છે કે, અહીં ભારતની તમામ પ્રજા રહે છે. તેથી ગુજરાતી સુરતીઓને તરછોડવામાં આવતાં હોવાની લાગણી છે.
લોકો એવું માને છે કે સુરતને બે વખત શિવાજીએ લૂંટીને એક વખત સળગાવી દીધું હતું. ફરી મરાઠા શાસન આવી ગયું છે. તમામ સભા લીંબાયતમાં મોદી કરે છે.

વરાછાને તરફોડ્યુ
મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે વરાછામાં સભા કરતાં હતા. 2017માં વરાછામાં ખુરશી અમિત શાહની સભામાં વિજય રૂપાણીના સત્કાર સમમરંભમાં ઉછાળી હતી. પછી તેઓએ વરાછાનો ત્યાગ કર્યો છે.

શિવકથાનું રાજકારણ
શિવકથા બે પાટીલ બંધુએ કરી હતી. આટલી મોટી કથા થઈ ન હતા. લાખો લોકો રોજના જમતા હતા. મહારાષ્ટ્રથી ઘણાં લોકો આવેલાં હતા. સી આર પાટીલ આ કથામાં ગયા ન હતા. પોસ્ટર લાગેલાં તે મફત લગાવવાનું કહ્યું પછી તે હોર્ડીંગ્સ ઉતારી લેવામાં આવ્યા હતા. ધારાસભ્ય સંગીતા પાટીલ છેલ્લા દિવસે ગયા હતા. ડાંગવાળા મહારાજને લઈને અમિત શાહને મળવા ગયા હતા. અને ફોટો બહાર આવ્યા હતા. અમિત શાહની મદદથી કથા કરી હતી.
ટેક્સટાઈલ વાળા શિવ કથા પોસ્ટરમાં ફોટો ભાજપના નેતાઓના હતા. અમે ચૂંટણી લડીશું. સી આરના વિસ્તારમાંથી કરે છે. એક કરોડ લોકો આવ્યા હતા. તમામને ખાવાનું આપ્યું હતું. જાણીતા પ્રદીપ મિશ્રા કથા વાંચવા આવ્યા હતા.
સુનીલ અને સમ્રાટ પાટીલ ખુલ્લીને બોલે છે. પહેલાં સી આર સાથે હતા, હવે નથી. સંગીતા પાટીલ અને સી આર પાટીલ પુત્ર જીજ્ઞેશને બનતું નથી. જીજ્ઞેશ ચૂંટણી ડલવા માંગે છે.
જાણતા રાજા કાર્યક્રમ કર્યો ત્યાર પછી તેનો દબદબો ઉભો થયો. સંખ્યા પાટીલે કરી હતી. ત્યારથી પાટીલને મોદી માનતા થઈ ગયા છે. ત્યારથી તેઓ અમિત શાહને પાટીલ પછી મહત્વ આપતાં થયા છે.

સુરતમાં સભા કરવાનું કારણ શું છે, ચૂંટણી નથી. સુરત મહાનગર પાલિકાની ચૂંટણી ડિસેમ્બરમાં આવશે.

ભાજપનું આંતરિક યુદ્ધ
સભા અને કથાનું ખરૂં કારણ ભાજપનું આંતરિક યુદ્ધ છે. અમિત શાહ અને સી આર પાટીલનું આંતરીક યુદ્ધ છે. અમિત શાહની જગ્યાએ પાટીલને મોદી આગળ કરી રહ્યાં છે. પાટીલ ટીમ બિલ્ડર નથી, પણ ચૂંટણીના પરિણામ લાવે છે. પાટીલ પહેલેથી અમિત શાહના વિરોધી રહ્યાં છે. પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતે અમિત શાહના માણસ છે. તેથી પાટીલને પણ રૂપાણી સાથે ક્યારેય બન્યું નથી. પાટીલને આનંદીબેન પટેલ સાથે સારા સંબંધો રહ્યાં છે. હવે ગુજરાતમાં સંજય જોષી અને પ્રવિણ તોગડીયાનું રાજકીય પ્રવેશ થાય એવું ગણીત છે. તેઓ 10 વર્ષી વનવાસમાં છે. મોદી ભાજપ કે સંઘના નેતાઓની વિરૂદ્ધ ક્યારેય બોલતા નથી. બોલ્યા વગર પતાવી દે છે. સી આર પાટીલની દિલ્હીમાં બેલકમ પાર્ટી મોદીએ થવા દીધી અને બધાને હાજર રહેવા દીધા હતા. અમિત શાહને આવી વેલકમ પાર્ટી થઈ નથી. વળી, મોદીએ અમિત શાહના જાહેરમાં ક્યારેય વખાણ કર્યા નથી. પણ સી આર પાટીલના હમણાં જ જાહેરમાં ભરપુર વખાણ કર્યા હતા.