સિધ્ધપુરમાં કાઇ પો છે…ના ગુજથી પતંગ ઉત્સવ મનાવાયો

સિધ્ધપુર, તા.૦૯

સિદ્ધપુરમા વર્ષો જૂની પરમ્પરા પ્રમાણે દશેરા નિમિત્તે ભારે હોષોલ્લાસથી પતંગોત્સવ ઉજવવામાં આવ્યું હતું. એક લોકવાયકા પ્રમાણે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ ઉત્તરાયણના દિવસે અવસાન થયું હોવાથી સિદ્ધપુર વાસીઓ ઉત્તરાયણના બદલે દશેરાના દિવસે પતંગ ચગાવી પતંગોત્સવનો રોમાંચ સાથે એ…કાપ્યો…ની બુમો સાથે ધાબાઓમાં ચિચિયારીઓ સાથે આનંદ પાળી રહ્યા હતા.

સિદ્ધપુરની આ જુની પરંપરા અનુસાર આજે શહેરીજનો આ પર્વ મનાવવા છેલ્લા એક મહિનાથી ફુલ તૈયારીઓ કરી રહ્યા હતા. દશેરાની પૂર્વ સંધ્યાએ બજારોમાં અવનવા પતંગો તેમજ દોરી પીવરાવવા માટે ભારે ભીડ જામી હતી. તેમજ પતંગરસિયાઓ વહેલી સવારની રાહ જોઇ રહ્યા હતા. પતંગરસિયાઓ સવાર પડતાની સાથે જ પોતાના ધાબા ઉપર ચઢી ગયા હતા. આ દિવસે પતંગ ચગાવી મહોત્સવને ભારે હર્ષોલ્લાસપૂર્વક માણ્યો હતો. વહેલી સવારી લઇ સાંજના સુરજ આથમે ત્યાં સુધી એ..કાપ્યો…એ…લપેટની ચિચિયારીઓથી શહેર ગુંજી ઉઠયું હતું.

તેમજ કેટલાક પતંગ રસિયાઓ પોતાના ધાબા ઉપર લાઉડ સ્પીકર, ડીજે સહીત સગીતની મોજ માળી હતી. સાથે સાથે સિધ્ધપુર વાસીઓએ ફાફડા જલેબી ની મોટા પ્રમાણમાં જ્યાફત માળી હતી. નાના બાળકો સહિત મોટેરાંઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતા ગલી, શેરીઓ, તેમજ છાપરા અને ધાબા પર ચઢી આજના દિવસે પતંગ ચગાવી પતંગોત્સવ ઉજવણી કરી હતી.