સિરામિક પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી માટે દિલ્હીમાં રજૂઆત

મોરબીનો સિરામિક ઉદ્યોગ પાયાના પ્રશ્નો ઉપરાંત નેચરલ ગેસના ભાવો, કોલગેસ સહિતના પ્રશ્નોથી પરેશાન હોય તે ઉપરાંત એન્ટી ડમ્પિંગ ડયુટીનો પ્રશ્ન પણ ઉકેલાયો ના હોય જે મામલે તાજેતરમાં સિરામિક એસો પ્રમુખ સહિતના અગ્રણીઓએ દિલ્હીમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી મુદે મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી જીસીસી દેશોમા સિરામીક પ્રોડક્ટ ઉપર એન્ટી ડંમ્પીંગ ના લાગે તે માટે રજુઆત કરવા માટે સાંસદ મોહનભાઇ કુંડારીયા તેમજ મોરબી સિરામીક એશોસીએસન પ્રમુખ નિલેષ જેતપરીયા, કમીટી મેમ્બર મનિષ સવસાણી, પરેશ કુંડારીયા, તેમજ પીન્ટુ પાડલીયા સહીતના હોદ્દેદારો દિલ્હી ખાતે કોમર્સ મીનીસ્ટર સુરેશ પ્રભુને મળી રજુઆત કરી હતી સાંસદ મોહનભાઇ કુંડારીયા દ્વારા આ બાબતમા અંગત રસ લઇને સિરામીક પ્રોડકટમા એન્ટી ડંમ્પીંગ ના લાગે તે માટે સરકારના દરેક વિભાગમા પણ જાણ કરીને યોગ્ય કરવા માટે સતત ચિંતા કરવામાં આવી છે મોરબી ના ટોટલ એક્સપોર્ટના ૪૦% જેટલુ એક્સપોર્ટ જીસીસી દેશોમા થાય છે ત્યારે મોરબી ના સિરામીક ઉધોગના અસ્તીત્વ માટે એન્ટી ડંમ્પીંગ ના લાગે તે બહુ જ અગત્યનુ હોય

જે અંગે મીનીસ્ટર સુરેશ પ્રભુને તમામ પરિસ્થિતિથી વાકેફ કરાવી રજૂઆત કરવામાં આવી હતી અને મંત્રી સુરેશ પ્રભુ દ્વારા સરકાર તરફથી બધી મદદ કરવાની કટીબધ્ધતા દર્શાવી હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો હતો