રાજકોટ, તા. ૧૦ :. સૌરાષ્ટ્રમાં સારા વરસાદના પગલે મગફળીનો પાક સારો થશે તેવા અહેવાલો આવતાં સીંગતેલના ભાવમાં ઘટાડાનો દોર શરૂ થયો છે. આજે સીંગતેલમાં વધુ ૧૦ રૂ. અને કપાસીયા તેલમાં ૫ રૂ.નો ઘટાડો નોંધાયો છે. સ્થાનિક બજારમાં મગફળીનો પાક સારો થશે તેવા અહેવાલે આજે સીંગતેલમાં ૧૦ રૂ.નો ઘટાડો નોંધાયો છે. સીંગતેલ લુઝ (૧૦ કિલોના ભાવ) ઘટીને ૧૦૨૫ થી ૧૦૫૦ રૂ. થયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ (૧૫ કિલોના ભાવ) ૧૮૨૦ થી ૧૯૫૦ રૂ. હતા તે ઘટીને ૧૮૧૦થી ૧૯૪૦ રૂ. થયા છે. સીંગતેલમાં બે દિવસમાં ૧૫ રૂ.નો ઘટાડો થયો છે. સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ આજે ૫ રૂ.નો ઘટાડો થયો હતો. કપાસીયા તેલમાં બે દિવસમાં ૧૦ રૂ. ઘટી જતા કપાસીયા ટીનના ભાવ ઘટીને ૧૨૮૫થી ૧૩૧૦ રૂ. થયા હતા.