સીતપુર ગામે પોલીસનો ગ્રામજનોને દારૂના અડ્ડાઓ બતાવો મુદ્દે બિભસ્ત વર્તન થી હોબાળો

મોડાસા, તા.૨૯

અરવલ્લી જીલ્લામાં ખાખી વર્દીને લાંછન લગાડતી અનેક ઘટનાઓ બની રહી છે. જીલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. મોડાસા તાલુકાના સીતપુર (મુખીના મુવાડા) ગામે  ૧૧૨ પોલીસવાન પહોંચી દેશી દારૂના અડ્ડા બતાવો કહી કેટલાક ગ્રામજનો  બિભસ્ત વર્તન કરતા ગ્રામજનોએ એકઠા થઈ “પોલીસ રક્ષા માટે છે કે ગાળો કાઢવા માટે કહી” કહી હોબાળો મચાવતા ક્ષોભજનક સ્થિતિમાં મુકાયેલી પોલીસ પ્રજાજનોનો ગુસ્સો જોઈ રવાના થઈ ગઈ હતી.

અરવલ્લી જીલ્લામાં બુટલેગરો બેફામ બન્યા છે, જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની બુટલેગરો સાથેની ભાઈબંધી જગજાહેર છે. ૧૧૨ પોલીસવાનમાં ફરજ બજાવતા કર્મચારીઓ દેશી દારૂના અડ્ડા ચલાવતા બુટલેગરોને શોધખોળમાં સીતપુર(મુખીના મુવાડા) ગામે પહોંચેલી પોલીસે પોલીસવાનમાં રહેલા પોલીસકર્મીએ ગ્રામજનો સાથે બિભસ્ત ભાષા વાપરી દારૂના અડ્ડા અંગે પૂછપરછ કરતા પોલીસકર્મીના વર્તનથી સમસમી ઉઠેલા ગ્રામજનો એકઠા થઈ હોબાળો મચાવી પોલીસકર્મીઓને ગેરવર્તણૂક કરી હોવા અંગેનો આક્ષેપ કરી પોલીસવાન સાથે વિડીયો ઉતારી સોશ્યલ મીડિયામાં વાઈરલ કર્યો હતો.

સીતપુર(મુખીના મુવાડા) ગામે ૧૧૨ પોલીસવાનના કર્મીની દાદાગીરી અને બિભસ્ત વર્તનથી ક્ષોભજનક સ્થિતિમાં મુકાયેલા અન્ય પોલીસકર્મીઓએ ગ્રામજનોએ મચાવેલા હોબાળાને શાંત પાડવાની સાથે દારૂના અડ્ડાની શોધખોળ પડતી મૂકી ગામ છોડવાની નોબત આવી હતી. પોલીસ ગ્રામજનોનો ગુસ્સો જોઈ બચાવ મુદ્રામાં આવી ગઈ હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો હતો.