ધર્મ-અધર્મ – દિલીપ પટેલ – વિશ્લેષણ
નવસારી જિલ્લાનું ગણદેવા ગામને ભાજપના સાંસદ સી. આર. પાટીલે દત્તક લીધું છે. તે ગામને દેશનું પ્રથમ ધુમાડા રહીત ગામ સપ્ટેમ્બર તો જાહેર કર્યું છે. પણ અહીં હવે ધર્મ પરિવર્તનની આગ લાગતાં ધર્મનો ધુમાડો નિકળી રહ્યો છે.
7100 વસતી ધરાવતાં નવસારીના ગણદેવી તાલુકાના ગણદેવા ગામના આદિવાસી આગેવાનોએ ખ્રિસ્તીઓને ગામના ફળિયામાં પ્રવેશ ન મળે એવા બેનરો લગાવતા ધર્મનો વિવાદ ઊભો થયો છે.
આંતરવિગ્રહ
27 જાન્યુઆરી 2019માં 1,000 આદિવાસી લોકોએ ધર્મપરિવર્તન કરી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતા ગામમાં આંતરવિગ્રહની સ્થિતિ ઊભી થઇ છે. ધર્મ પરિવર્તન કરનારાઓને હરિપુરા ફળિયાના સ્થાનિકોએ તરછોડ્યા છે. હિન્દુ ધર્મ પાળનારાઓએ સામાજિક બહિષ્કાર કરીને તમામ સંબંધો કાપી નાંખ્યા છે. સાથે જ ખ્રિસ્તી આગેવાનોને ગામમાં ન પ્રવેશવા માટેના બેનરો પણ લગાવવામાં આવ્યા છે. ગણદેવા ગામે ધર્માંતરણનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ગંભીર બની રહ્યો છે. છતાં હિન્દુ વાદી ગણાતી ભાજપ સરકાર અને લઘુમતિ કોમના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ મૌન છે. અત્યંત ગરીબ રહેલાં આદિવાસીઓને રૂપિયાની લાલચથી ભરમાવીને ધર્મ પરિવર્તન કરાવાતું હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. ધર્માંતરણ કરનારા લોકોને સમજાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વીએચપી અને બજરંગદળે લઘુમતી સમાજના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને અને ગૃહ રાજ્ય પ્રધાનને નક્કર પગલાં લીધા ન હોવાની રજૂઆત કરી છે.
ખ્રિસ્તી બન્યા હિંદુ
વલસાડના કપરડાના બાલિયા-અસલોના ગામમાં 700 હિન્દુમાંથી ખ્રિસ્તી બની ગયેલા 200 આદિવાસી પરિવારોએ 28 ડિસેમ્બર 2018માં ફરી હિન્દુ ધર્મ અંગીકાર કર્યો હતો. સ્વામિનારાયણ જ્ઞાનપીઠ દ્વારા ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હતું. કાયદા પ્રમાણે કલેક્ટરની મંજૂરી લેવી જરૂરી હોવા છતાં મંજૂરી લેવામાં આવી ન હતી. આ કાર્યક્રમમાં કપરડાની આસપાસના 50 ગામોના સરપંચ તેમજ પૂર્વ સરપંચોને બોલાવાયા હતા. જ્યારથી ભાજપની હિંદુ સરકાર આપી છે ત્યારથી અહીં બે દાયકામાં 40,000 ખ્રિસ્તી બન્યા હોવાનો દાવો કરાયો હતો. આ કાર્યક્રમને અમેરિકાના ડેટ્રોઈટમાં રહેતા ગુજરાતી હિન્દુ ટેકો આપી રહ્યા છે. ધર્માંતરણને રોકવા અને આદિવાસીઓમાં ધર્મ પ્રત્યે વિશ્વાસ જગાડવા આદિવાસી ગામોમાં હનુમાનજીના મંદિરો બનાવાઈ રહ્યા છે. તેમને પ્રાથમિક શિક્ષણ તેમજ તેમની જરુરિયાતો પૂરી પાડવા માટે પણ સંસ્થદ્વારાઓ કામ કરે છે. પણ ભાજપની હિંદુ વિચાર ધરાવતી સરકાર ગરીબી અને અંધશ્રદ્ધા ધરાવતી સરકાર કંઈ કરતી નથી.
ભાજપની નિષ્ફળ સરકાર જવાબદાર
દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટીમાં સરકારી સુવિધા ન મળતી હોવાથી તથા પ્રજાને સુખી કરવા માટે 28 વર્ષથી સરકારે કામ કર્યા ન હોવાથી દુઃખી આદિવાસીઓ ખ્રિસ્તીધર્મનો ફેલાવો કરવામાં આવતો હોવાથી ખ્રિસ્તી અનુયાયીઓમાં વધારો થયો છે. જેનો વિરોધ સ્થાનિક આદિવાસીઓ કરી રહ્યા બનાવો સામે આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના ઝૂંપડા હોય ત્યાં અને આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્મના પ્રચાર માટે ટુકડીઓ બનાવી છે. ગરીબ વિસ્તારમાં ઈશુ ભગવાનની આરાધના કરવાના શિક્ષણ સાથે બીમારી દૂર કરવા માટે પ્રાર્થના અને દવા કરતા હોય છે. 1998થી 20 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્યારે ખ્રિસ્તી ધર્મનો ફેલાવો તાપી નવસારી વલસાડ તેમજ ડાંગ જિલ્લામાં વધ્યો છે. જેમાં નવસારી જિલ્લાના ગણદેવામાં પણ હળપતિ સમાજ ખ્રિસ્તી ધર્મ અપનાવી લેતા હળપતિ સમાજના અન્ય આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે.
અલસોના ગામ પણ જ્વાળામુખી પર
6,000 વસતી ધરાવતાં અસલોના ગામના સરપંચ સુરેશ કામલીએ જાહેર કર્યું હતું કે, 100 જેટલા પરિવારો ખ્રિસ્તી છે, ગામમાં ત્રણ ચર્ચ પણ બનાવાયા છે. ગરીબ અને અભણ આદિવાસીઓને એવો વિશ્વાસ છે કે જો તે ખ્રિસ્તી ધર્મનું પાલન કરશે તો તેઓ માંદા નહીં પડે, અને ભૂત-પ્રેત તેમને પરેશાન નહીં કરે.
ગુજરાતમાં વધતી ખ્રિસ્તી વસતી
ગુજરાતમાં કૂલ વસતિના 88.57 ટકા હિન્દુ, 9.67 ટકા મુસ્લિમ અને 0.52 ટકા ખ્રિસ્તી વસતી 2011ની વસતિ ગણતરી પ્રમાણે છે. ગુજરાતમાં 2003માં ધર્મ પરિવર્તન વિરૃદ્ધનો કાયદો 2003થી લાવવામાં આવ્યો છે. જેમાં તાપીમાં 6.77 ટકા અને ડાંગમાં 8.77 ટકા ખ્રિસ્તી વસતી છે.
ક્રિકેટની લાલ માટી અને નવગ્રહ મંદિર
ગણદેવા અને ગણદેવી લાલ માટી માટે જાણીતું છે. અહીંની માટી ક્રિકેટની પીચ બનાવવા માટે દેશભરમાં 25-30 વર્ષથી વાપરવામાં આવે છે. પીચ પર બૉલ બાઉન્સ વધારે થતો હોવાથી બૉલર વધારે ફાસ્ટ બૉલ નાખી શકે છે. બેટ્સમેનને તેવા બોલ પર સરળતાથી રમી શકે છે. આમ ક્રિકેટને રોમાંચિત બનાવવા અહીંની લાલ માટી ભલે વખણાતી હોય પણ ધર્મના નામે હવે અહીં રક્ત રંજિત આરોપો થઈ રહ્યાં છે.
ભારતમાં બે નવ ગ્રહ મંદિર છે તેમાંનું એક મંદિર વારાણસી અને બીજું ગણદેવીના ગડત કામેશ્વર મંદિર છે. ગડત ગામ પ્રાચિન ને ઐતિહાસિક છે. ગર્ગઋષિના નામ પરથી ગડત નામ રખાયું છે. કદાચ ગણદેવા પણ એટલે જ રખાયું હોઈ શકે છે.
સ્મોક લેસ ગામ માટે સરકારે પૈસા ન આપ્યા
સાંસદ સી આર પાટીલે તે દત્તક લીધું છે ત્યાં જ ગરીબ આદિવસીઓ ભાજપ સરકારમાં સમૃદ્ધ, સુખી કે શિક્ષિત ન થતાં તેઓ ધર્મ પરિવર્તન કરી રહ્યાં છે. ગામને પાટીલે ટ્રેક્ટર ભેટ આપ્યું છે. દરેક ઘરમાં ગેસ દાતાઓએ આપ્યો છે, સરકારે આપ્યો નથી. પણ તેના સિલિન્ડર ખરીદ કરવા માટે પૈસા જ નથી. તેઓ ગરીબ છે અને તેથી ધર્મ પરિવર્તન કરે છે. દાતા સંજય નાયકે તંત્રને 300 ગેસ જોડાણ માટે રકમ આપી હતી. ત્યારે ગેસ જોડાણ મળ્યું અને કેન્દ્ર સરકારે તેને દેશનું પ્રથમ સ્મોક લેશ ગામ જાહેર કર્યું છે.
હિન્દુ વસતી ઘટી
કોન્સ્ટન્ટાઈન પછી ખ્રિસ્તી ધર્મગુરુઓએ રાજકારણ સાથે હાથ મિલાવ્યા હતા. જે રીતે હાલ સ્વામિનારાયણ ધર્મ કરી રહ્યો છે તેમ. આ રીતે ખ્રિસ્તી ધર્મ રૂમી સામ્રાજ્યમાં વિશ્વવ્યાપી અથવા કૅથલિક બન્યો હતો. દેશની વસતીમાં 2001 પછી 2011માં હિન્દુ 0.7% ઘટ્યા, મુસ્લિમો 0.8% વધ્યા છે. કુલ 121.09 કરોડની વસતીમાં હિન્દુ 96.65 કરોડ છે, મુસ્લિમો 17.22 કરોડ છે. શીખ અને બૌદ્ધ ધર્મના લોકોની વસતી પણ ઘટી છે. કુલ વસતીમાં શીખ 02 ટકા અને બૌદ્ધ 0.1 ટકા ઘટ્યા છે. ખ્રિસ્તી અને જૈનોની વસતીમાં ખાસ અંતર નથી જોવા મળ્યું. હિન્દુ, શિખ, જૈન વિદેશ જતાં રહેતાં હોવાથી વસતી ઘટી રહી છે. વિદેશમાં બે પેઢી પછી તેઓ કેથલિક ખ્રિસ્તી બની રહ્યાં છે. હિન્દુ, જૈન ધર્મના લોકો વિદેશમાં જઈને જે કરી રહ્યાં છે તે દક્ષિણ ગુજરાતમાં પાદરીઓ કરી રહ્યાં છે. આમ વિદેશ જતાં લોકો અને ગુજરાતના પાદરીઓ ખ્રિસ્તી ધર્મ વિકસાવી રહ્યાં છે.
નવસારી જિલ્લામાં ખ્રિસ્તી વસતી
2011 પ્રમાણે નવસારીમાં 13,29,672 (13 લાખ) છે.
92.13 % હિન્દુ
5.92 % મુસ્લિમ
0.43 % ખ્રિસ્તી
0.18 % શિખ
0.05 % બુદ્ધ
1.01 % જૈન
0.21 % બીજા ધર્મ
0.07 % નાસ્તિક
દેશમાં કેટલી વસતી
દેશમાં ધર્મ આધારિત કુલ વસતિ અને ધર્મ મુજબ તેમની ટકાવારી
ધર્મ 2011 2001 આંકડા કરોડમાં
હિંદુ 96.63 (79.8%) 82.75 (80.4%)
મુસ્લિમ 17.22 (14.2%) 13.8 (13.4%)
ખ્રિસ્તી 2.78 (2.3%) 2.40 (2.3%)
શીખ 2.08 (1.7%) 1.92 (1.8%)
બૌદ્ધ 84 લાખ (0.7%) 79 (0.7%)
જૈન 45 લાખ (0.4%) 42.25 (0.4%)
અન્ય ધર્મ 79 લાખ (0.7%) 66.4 (0.6%)
નાસ્તિક 29 લાખ (0.2%) 7.27 (0.07)
કુલ 121.09 કરોડ 102.86 કરોડ
આદિવાસી વસતી
ગુજરાતમાં અરવલ્લી પર્વતમાળાથી શરૂ કરી પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળા અને દક્ષિણે સહ્યાન્દ્રીની પર્વતોમાં મોટાભાગના આદિવાસીઓ રહે છે. ભૌગોલિક રીતે જોઇએતો બનાસથી મહી, મહીથી નર્મદા, નર્મદાથી તાપી, તાપીથી વાપી સુધી વિભાગો પડે છે. ગુજરાતના આદિવાસીઓ ઉત્તર-ઈશાન, પૂર્વ, પૂર્વ-દક્ષિણ એવી સરહદોમાં વસવાટ કરે છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાટીદારો સાથે ખેતી કામ કરીને પોતાના ગામની ખેતી સુધારી છે. આદિવાસીને મૂળ પોતાના ગામડામાં રહેવું નથી, તેને પણ બીજાના જેમ નજીકના મોટા ગામડામાં કે શહેરોમાં રહેવું પસંદ કરે છે. પોતાના બાળકોને સારું શિક્ષણ આપે છે. સારી સુવિધાઓ મેળવવા માંગે છે. ઊચું જીવનધોરણ જીવવું છે. માટે આદિવાસીઓ સ્થળાંતરિત થતા જાય છે. આજના આદિવાસીનું સ્થળાંતર માત્ર મજુરી માટે નથી. પરંતુ સરા જીવનધોરણ, શિક્ષણ, વ્યવસાય કે સ્વાસ્થ્યની સુવિધાઓ માટેનું છે. જે માટે તેઓ વતનથી મોટું ગામ કે મહાનગરોમાં સ્થળાંતર કરે છે. જેથી ગુજરાતના શહેરોમાં આદિવાસીઓનો નોધપાત્ર વર્ગ કાયમી રહેવાસી થયો છે. 2001 પ્રમાણે ભારતની કુલ વસ્તીના 1.04 કરોડ આદિવાસીઓ શહેરોમાં રહે છે. જયારે ગુજરાતમાં 8,95,326 આદિવાસી વસ્તી શહેરોમાં રહે છે. ગુજરાતમાં આદિવાસી સાક્ષરતાનું પ્રમાણ 1991માં 29.19 ટકા હતું. જે 2001માં 59.02 થયું હતું.