સી આર પાટીલ સામે લઘુ ભારત વિજલપોર કેમ નારાજ રહ્યું છે ?

નવસારીના વિજલપોરને લઘુ ભારત કહેવાય છે, કારણ કે અહીં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, સહિતના 12 રાજ્યના લોકો વસે છે. ત્યારે ત્યાં જે રાજકારણ ખેલાય છે તેની નોંધ સમગ્ર ભારતમાં લેવાતી રહી છે. વિજલપોરમાં જે થાય છે તે આ 12 રાજ્યોના લોકો પોતાના વિસ્તારમાં વિગતો આપતા હોય છે. ત્યારે અહીં જે થાય છે તે મહત્વનું માનવામાં આવે છે. અહીં ગુજરાતી કરતાં બહારથી આવીને વસેલાં લોકો વધું છે.

વિજલપોર નગરપાલિકામાં ભાજપમાં દિવાળી સમયે હોળી પ્રગટી હતી. છેલ્લા એક વર્ષથી નવસારીના આ નાના શહેરમાં ભાજપની જૂથવાદ એટલી પરાકાષ્ઠાએ છે કે, તેના પર પ્રદેશ નેતાઓ અંકૂશ મેળવી શકતાં નથી. તેની પાછળ અહીંના 6 ટર્મથી સતત ચૂંટાતાં ધારાસભ્ય આર. સી. પટેલ અને સાંસદ સી. આર. પાટિલ વિજલપોર નગરપાલિકાના પ્રમુખ જગદીશ મોદી સાથે ધક્કામુક્કી કરી હતી. બોલાચાલી કરીને અપમાનિત વ્યવહાર કરાયો હતો. મહિલા સભ્યએ તેમના સાથી સભ્યને તમાચો મારી દીધો હતો. ત્રણ સભ્યોએ ગાળો આપી મારી નાંખવાની ધમકી આપી હતી. આ એટલા માટે થયું હતું કે પ્રમુખ જૂથની સાથે બળવાખોર જૂથના ભીખુ પ્રવીણ પટેલ સમાધાન કરીને તેમના જૂથમાં જતાં રહેતાં આ હોબાળો થયો હતો. ભીખુ પટેલને ગાળો આપવામાં આવી હતી. તેમને ખતમ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી. ભીખુ પટેલને મારમારવામાં આવ્યો હતો. આ બધુ કરવામાં ભાજપના સભ્યો લક્ષ્મી રામજી ટુંડીયા, ઈન્દ્ર રાજપૂત, ભાલચંદ્ર પાટીલ, મનોહર નીલકંઠ બોરસેએ કર્યું હતું. તેમની સામે 31 ઓક્ટોબર 2018ના રોજ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. લક્ષીમી ટુંડીયાએ ભીખુ પટેલને નાલાયક કહીને ગાળો આપી હતી. તેનો હાથ ખેંચ્યો હતો. કોલર ખેંચી ગાલ પર તમાચો માર્યો હતો. તેમની સાથેના બીજા ત્રણ સભ્યઓએ જાતિવિષયક ગાળો આપી અપમાનિત કરીને ઢીક્કામુક્કી અને ધક્કામુક્કી કરે ફટકા માર્યા હતા.

વિગતે અહેવાલ

નવસારી જિલ્લાના વિજલપોર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક વિખવાદો ઊભા થયા છે, જેમાં 18 સભ્યો ભાજપના નેતાઓની નીતિથી નારાજ છે. તેથી તેઓ પક્ષના શાસન સામે વારંવાર રજૂઆતો મોવડી મંડળ સમક્ષ કરી ચૂક્યા છે. છતાં ભાજપના નેતાઓ સાંભળવા તૈયાર ન થતાં 13 સભ્યોએ પોતાના પક્ષના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરી છે. નવસારી જિલ્લા કલેકટર અને વિજલપોર નગર પાલિકાના મુખ્ય અધિકારીને પોતાની જ પોતાના જ પક્ષના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરીને પોતાના ભાજપના પ્રમુખને હાંકી કાઢવા માટે કહ્યું છે.

જંગી બહુમતી વિનાસનું કારણ

આ બાબતની ગંભીર નોંધ ગાંધીનગર ભાજપમાં લેવામાં આવી છે. વિજલપોર નગરપાલિકાની જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે કૂલ 36 સભ્યોમાંથી 33 સભ્યો ભાજપમાં જંગી બહુમતિથી ચૂંટાઈ આવ્યા હતા. તેથી એકહથ્થું શાસન કરવા લાગ્યા હતા. પાલિકાના પ્રમુખ તરીકે જગદીશ મોદી નિયુક્ત કરાયા હતા. જગદીશ મોદીએ પોતાના જ પક્ષના સભ્યો ઉપર જુલમ શરૂ કર્યો હતો. જગદીશ મોદીની સાથે બીજા 14 સભ્યોએ મળીને એકહથ્થું શાસન ચલાવી રહ્યાં હોવાની વારંવાર ફરિયાદ કરવામાં આવી હતી. એમની ફરિયાદો સાંભળવામાં આવતી ન હતી. તેને ઈગ્નોર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે આ સભ્યો સતત નારાજ છે. તેથી પોતાના જ પક્ષના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે.

મટકી ફોડ વખતે વેરઝેર વધ્યા

સમગ્ર પ્રકરણને શાંત પાડવા માટે ભાજપ જિલ્લા પ્રમુખ નરેશ પટેલ અને મહામંત્રી દ્વારા પક્ષમાં બેઠકો બોલાવવામાં આવી હતી પરંતુ તેઓ આ સમગ્ર પ્રશ્નોને ઉકેલવા માટે નિષ્ફળ રહ્યા હતા. આ પ્રશ્ન ક્યારે સૌથી ઉગ્ર બન્યું હતું કે જ્યારે જન્માષ્ટમીના દિવસે મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સત્તાધારી જૂથ દ્વારા નારાજ જૂથને કોઈ સહકાર આપવામાં આવ્યો નહોતો. સ્ટ્રીટ લાઈટો બંધ કરી દેવામાં આવી હતી અને ફાયર વિભાગનું ટેન્કર પણ આપવામાં આવ્યું નહોતું. તેના કારણે નારાજગી વધી ગઈ હતી. હવે એ પરાકાષ્ઠા ઉપર છે. 18 નારાજ સભ્યોમાંથી 13 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત જિલ્લા કલેક્ટર અને પાલિકાના અધિકારી સમક્ષ રાખી છે જેથી ભાજપ માટે મોટી મુશ્કેલી ઊભી થઇ છે.

ગુપ્ત મતદાન ન આપ્યું

25 સપ્ટેમ્બર 2018માં ભાજપ બે જૂથોમાં વહેચાઇ જતા તત્કાલીન પાલિકા પ્રમુખ સામે 14 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકીને હતી. જેમાં પ્રમુખે વિશ્વાસનો મત જીતવાનો હતો. હોબાળો થતા ચૂંટણી અધિકારીએ સભા બરખાસ્ત કરી હતી. બળવાખોરોએ ગુપ્ત મતદાનની માંગણીઓ કરી હતી. ભાજપના શાસકોએ હાથ ઊંચો કરી મતદાનની માંગણી કરતા મામલો કાબુ બહાર જાય એવી શકયતાને લઈને સભા બંધ કરવી પડી હતી. જોકે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સભા શરુ થઇ હતી. ચીફઓફિસરે સભા બંધ કરાવતા બળવાખોરો નારાજ થયા હતા. કુલ 36 નગર સેવકોમા 33 ભાજપ ના અને 3 કોંગ્રેસના નગર સેવક છે. વધું પડતી બહુમતી હોવાના કારણે આવું એક તરફી વલણ સત્તા પર બેઠેલાં લેતાં હોય છે. અધિકારીએ પણ સત્તાની સાથે જ રહેવાનું પસંદ કરીને ગુપ્ત મતદાન આપવાનો ઈન્કાર કર્યો હતો.

વિધાનસભામાં સમાધાન ન થયું

વિધાનસભામાં સમાધાન ન થતાં બે-અઢી મહિનાથી શાસક ભાજપમાં બે જૂથ પડી ગયા હતાં. જેમાં એક જૂથમાં પાલિકા પ્રમુખ જગદીશ મોદી, કારોબારી ચેરમેન પ્રકાશ પાટીલ તથા અન્યો છે, તો બીજા જૂથમાં પાલિકા ઉપપ્રમુખ સંતોષ પુંડકર, શાસક પક્ષના નેતા મહેન્દ્ર ટંડેલ છે. પ્રમુખ સામે અવિશ્વાસના કારણોમાં 14 સભ્યોના પ્રજા લક્ષી પોતાના વિસ્તારોમાં કામો ન થવા, બળવાખોરોનો અવાજ દબાવી દેવો, મહિલાઓનું સન્માન ન જાળવવું, વિશ્વાસમાં લીધા વગર નિર્ણય લેવા તથા સામાન્યસભાની જાણકારીઓ ન આપવી જેવી બાબતો આગળ ધરી હતી.

પોલીસ મથકને ઘેરાવ

વિજલપોર નગરપાલિકામાં ભાજપનાં બે બળવાખોર સભ્યોની પોલીસે ધરપકડ કર્યા બાદ જામીન માટે કોર્ટમાં રજૂ નહીં કરતા 1 ઓગસ્ટે રાત્રે ૨૦૦ લોકોના ટોળાએ પોલીસ મથકને ઘેરાવ કર્યો હતો. તેથી પોલીસે તુરંત તેમને છોડી મૂકવાની ફરજ પડી હતી. શાસક ભાજપમાં વરવી જૂથબંધીના કારણે એકબીજાને કાપવા માટે જાન પર આવી ગયા છે. ખૂલ્લો બળવો કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી.

લારી ઉપાડી લીધી તેથી બબાલ

બળવાખોરોનું નાક દબાવવા માટે સંગઠન જૂથે મહિલા સભ્યની લારી ટ્રાફિકને નડતરરૃપ હોવાનું કારણ દર્શાવી અધિકારી પાસે ઉંચકાવી લીધી હતી. જેમાં બળવાખોર સભ્યોએ અધિકારીઓની સાથે વાદવિવાદ કરતાં અધિકારી મોહનભાઇ આહિરે વિજલપોર નગરપાલિકામાં વોર્ડ નં. ૫માંથી ચૂંટાયેલા ઇન્દ્રસિંહ રાજપૂત અને વોર્ડ નં. ૭માંથી ચૂંટાયેલી જ્યોતિ રાજભરની સામે પોલીસમાં ધાકધમકી આપવાની ફરિયાદ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ભાજપનાં બે સભ્યોને છોડાવવા માટે જલાલપોરનાં ધારાસભ્ય આર. સી. પટેલ અને નવસારી સાંસદ સી.આર. પાટીલે કોઇ મદદ નહીં કરતા બંને સભ્યોનાં સમર્થકોમાં રોષ ફેલાયો હતો. તેથી તેઓએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. સી.આર.પાટિલે રાજકીય દબાણ કરીને તેમને પોલીસ ન છોડે એવી ખાનગી સૂચના આપી હોવાનું જણાતાં લોકો પોલીસ મથક સુધી ધસી ગયા હતા. સી. આર. પાટીલ અચ્છતા ન હોવા થતાં જ્યોતિ અને ઈન્દ્ર રાજપૂતને છોડવા પડ્યા હતા.

વિવાદના મૂળમાં RC અને CR

જલાલપોર બેઠક પર ભાજપના પાંચ ટર્મથી ચૂંટાતા આવેલા MLA આર. સી. પટેલને ફરીથી ટિકિટ આપતાં વિજલપોર નગરપાલિકા ભાજપમાં 23 નવેમ્બર 2017માં ભડકો થઈ બળવો કરી પાલિકા ઉપપ્રમુખ અર્જુન પાટીલે પોતાના પક્ષની સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારથી અહીં વિવાદનું મંડાણ થયું હતું. લોકોની દલીલ હતી કે ગાંધીનગરથી એક જ ઉમેદવારને 30 વર્ષ સુધી ટિકિટ આપવામાં આવે તો બીજા સભ્યોને શું ધારાસભ્ય જ નહીં બનવાનું ? આ મુદ્દે શરૂ થયેલી લડત એક વર્ષથી ચાલે છે. તેના ભાગરૂપે વિજલપોરના ચૂંટાયેલા ભાજપનાં સભ્ય મનીષભાઇ ઠાકુરે પોતાનાં સમર્થકો સાથે નગરપાલિકામાં જઇ પોતાનું રાજીનામું આપ્યું હતું. નવસારી જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં ભાજપમાં વિવાદો અને સરમુખત્યારશાહી ઘર કરી ગયા છે. કાર્યકરો અને સંગઠનના નેતાઓ વચ્ચે વારંવાર વિવાદો ઊભા થઈ રહ્યાં છે. ભાજપના નેતાઓ વિરુદ્ધ લાગણી એટલી ઘેરી બની છે કે સત્તા પરિવર્તન અને ભાજપને ઉખેડી ફેંકવા સુધી વાત પહોંચી છે. ભાજપ માટે રાત દિવસ કામ કરીને પક્ષને ઊંચો લાવનારા કાર્યકરોને જ હવે પક્ષ સાંભળતો નથી અને ભ્રષ્ટાચારથી આવક મેળવી આપતાં નેતાઓને જ સાંભળવામાં આવી રહ્યાં હોવાનું કાર્યકરો માની રહ્યાં છે. સાચું બોલનારને શિસ્તના નામે ભાજપે પગલાં ભરવા માટે કારણદર્શક નોટિસ આપતા રાજીનામાં ધરી દીધા હતા. ભાજપના હોદ્દેદારોએ મહિલાઓનાં અપમાનનો મુદ્દો આગળ કરીને ભાજપના સરમુખત્યાર નેતાઓ સામે આંદોલન છેડી દીધું છે. ગાંધીનગર ભાજપ સમક્ષ રજૂઆતો આવી છે પણ તેઓ MLA, MPના ઇશારે મૌન છે. તમામ સભ્યોને પાલિકા પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખની અપમાનભરી નીતિ બાબતે વારંવાર રજૂઆત કરી હતી. તેમ છતાં રજૂઆતોને ધ્યાને ન લેતાં રાજકીય વિવાદ ઘેરો બનતો રહ્યો છે.

MLAનો જૂથવાદ અને સરમુખ્યતારશાહી

વિજલપોર નગરપાલિકામાં ચૂંટાયેલા ભાજપના હોદ્દેદારો- ચેરમેનો અને સભ્યોના બદલે MLAનાં માણસો જ સમગ્ર વહીવટ ચલાવતા હોવાની લાંબા સમયની ફરિયાદ રહી છે. જેનું કોઇ નિરાકરણ લાવવામાં આવ્યું ન હતું. ઉપરાંત વિજલપોર નગરપાલિકામાં મહારાષ્ટ્રીયન સમાજની ખૂબ મોટી સંખ્યા છે. તેમના ચૂંટાયેલા મહારાષ્ટ્રીયન સભ્યોની જાણી જોઇને અવગણના કરવામાં આવતી હોવાથી અસંતોષ ફેલાયો હતો. તેથી સી.આર.પાટીલ સામે પણ વિરોધ છે.

સમજૂતી નહીં સસ્પેન્ડનું એક તરફી હથિયાર

અવિશ્વાસની દરખાસ્ત મુકનાર 7 બાગી કોર્પોરેટરો સહિત વિજલપોર પાલિકાના ઉપપ્રમુખને પણ પક્ષ વિરોધી કામ કરવા બદલ 19 સપ્ટેમ્બર 2018ના રોજ સસ્પેન્ડ કરવા કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. આમ 19 સભ્યોની સામે માત્ર 7 લોકોને જ નોટિસ આપવામાં આવી હોવાથી ભાજપના 33 સભ્યો વચ્ચે બે જૂથ પડી ગયા હતા. 19 સભ્યો કલેક્ટર કચેરીઈ જઈને પક્ષની સામે રણશીંગુ ફૂંક્યું હોવા છતાં માત્ર 7 લોકો સામે જ આવાં પગલાં ભરાયા હતા. તે પ્રદેશ નેતાઓની પક્ષપાતી નીતિ જોવા મળે છે.

જગદીશ મોદી સામે ઝૂંબેશ

પાલિકાના પ્રમુખ જગદીશ મોદી અને વિજલપોર શહેર પ્રમુખ મુકેશ કાગડે સામે સોશ્યલ મીડિયામાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા હતા. તેઓ પોતાના જૂથ સિવાય બીજા કોઈના કામ કરતાં ન હોવાનું તથા પ્રતાને કઈ રીતે પીડા આપી રહ્યાં છે તે અંગે સમગ્ર વિસ્તારમાં મોદી સામે લોકોએ સોશિયલ મીડિયામાં ઝૂંબેશ ચાલી રહી છે.