4 મે 2018થી શરૂ થયેલા સી.એમ. ડેશ બોર્ડને એક વર્ષ થયું છે. મુખ્ય પ્રધાને તેને સફળ પ્રોજેક્ટ ગણાવ્યો છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું છે કે, સફળતાનું એક વર્ષ પૂર્ણ થયા બાદ હવે સી.એમ. ડેશ બોર્ડનો વ્યાપ વિસ્તારીને તાલુકા સ્તર સુધીના અદના અરજદારની રજૂઆત પણ સીધી મુખ્યમંત્રી કક્ષાએથી તેનું ધ્યાન અપાય તે રીતે કામ કરશે.
દાવો કરાય છે કે, પેન્ડન્સી લેવલ નીચું આવ્યું છે. સરકારના અધિકારીઓ જવાબદાર બન્યા છે. સી.એમ. ડેશ બોર્ડના નવા આધુનિક તકનીકયુકત ર.૦ વર્ઝનની હવે શરૂઆત થવાની છે. 1700 બાબતો – ઇન્ડીકેટરના સ્થાને હવે ૩ હજારથી વધુ વિષયો – ઇન્ડીકેટર્સ ડેશ બોર્ડમાં લેવાશે.
વિભાગો છે તે વિભાગોને પ્રજાલક્ષી કામગીરી અને લક્ષ્યાંક સિધ્ધિ માટે સ્ટાર રેટિંગ આપવામાં આવશે. તેથી સ્પર્ધાનું વાતાવરણ બનશે જે સરવાળે સુશાસનની સંકલ્પબધ્ધતાને વધુ સંગીન બનાવશે. ડેટા કલેકશનના વ્યાપમાં 196 સ્થાનેથી વધીને 563 સ્થાનો, 125 સત્તા મંડળ બદલે 1200 સત્તા મંડળ હશે. ગુજરાતના 450 પ્રોજેક્ટના સ્થાને 1650 પ્રોજેકટ મોનિટરીંગ થાય છે.
સમગ્ર દેશના 28 રાજ્યોને તેમાં એનઆઈસીએ આવરી લીધા છે. પ્રોજેક્ટ્સની સમીક્ષા માટેનું ડેશબોર્ડ, જટિલ સરકારી ડેટાને રૂપાંતરિત કરી પ્રજા વચ્ચે મૂકે છે. સરકારના દરેક ગામને વેબ સેવાઓ દ્વારા કોડિંગ અથવા પ્રોગ્રામિંગ વગર રીઅલ-ટાઇમ, ડાયનેમિક પ્રોજેક્ટ મોનિટરિંગ આપે છે. કેન્દ્રીકૃત, સરળ-ઍક્સેસ-ઍક્સેસ પ્લેટફોર્મમાં બહુવિધ ડેટા સ્રોતોને એકીકૃત કરીને ડેટા સંગ્રહ દ્વારા વિશ્લેષણાત્મક ક્ષમતાઓને વધારે છે. જીલ્લા વહીવટને માત્ર તેની સફળતાને જોવા અને સમજવા માટે જ નહીં, પણ તેના પીડાના મુદ્દાઓ અને સુધારાની આવશ્યકતાવાળા ક્ષેત્રોને પણ મદદ કરે છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જિલ્લા અને તાલુકા કક્ષાની દૈનિક, અઠવાડિક અને માસિક કામગીરીનું સીધું મૂલ્યાંકન અને સમિક્ષા મુખ્યમંત્રી સી.એમ. ડેશ બોર્ડ દ્વારા કરી શકે છે.
એન.આઇ.સી, આયોજન પ્રભાગ અને સાયન્સ ટેકનોલોજી વિભાગની મદદથી સંકલન કરીને ડેટા બેઝને એક જ પ્લેટફોર્મ પર રજૂ કરે છે.
શું ખામી છે
દેશના 28 રાજ્યો આ નેટવર્ક ઘરાવે છે. જે તમામ એનઆઈસીની વેબસાઈટ પર ખુલ્લે છે. પણ ગુજરાત સહિત 3 રાજ્યોના ડેસ બોર્ડ ખોલીને તેની વિગતો લોકો જોઈ શકતા નથી.
પ્રજા માટે દરેક રાજ્યએ આ ડેટા ખૂલ્લા મૂકેલા છે. સરકારની દરેક યોજના લોકો જોઈ શકે છે કે તેની સ્થિતી શું છે. પણ ગુજરાતના લોકો તે જોઈ શકતા નથી. માનો કે આજે રેશન કાર્ડ પર કેટલા લોકોને અનાજ આપવામાં આવ્યું. આ ડેટા ઓન લાઈન તમામ રાજ્ય સરકારો બતાવી રહી છે. પણ ગુજરાતના લોકોને તે વિગતો આપવામાં આવતી નથી. 5 મે 2019ની આ સ્થિતી છે.
મુખ્ય પ્રધાન એવું કહે છે કે, આ સિસ્ટમ સફળ છે. પણ કઈ રીતે સફળ છે તેની તેઓએ જાહેરાત કરી નથી. તે અંગેના ડેટા જાહેર કર્યા નથી. ડેશ બોર્ડની પહેલી જવાબદારી છે કે સરકારના તમામ ડેટા ઓનલાઈન જાહેર કરવા પણ રૂપાણી સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ડેટા જાહેર કરતી નથી.
મોટા પ્રોજેક્ટના અમલીકરણની સમીક્ષા કરવાની વાત મુખ્ય પ્રધાન કરે છે પણ અન્ન નાગરિક પૂરવઠા વિભાગના અન્ન પ્રોજેક્ટની સમીક્ષા તેઓ કરીને તેના ડેટા જાહેર કરતાં નથી.
રિયલ ટાઇમ પરફોમન્સ મેઝરિંગ સિસ્ટમ સાથે રાજ્ય, પ્રદેશ, જિલ્લા કક્ષા સુધીનું પરફોમન્સ મોનિરટીંગ પણ સઘન બન્યું છે. લોકોને મળતી સેવાઓનું ડિઝીટાઇઝેશન થતાં પારદર્શી પધ્ધતિએ લોકોને લાભ મળlતો નથી.
રાજ્યના 650 પોલીસ મથકોના રિયલ ટાઇમ મોનિટરીંગ, ક્રાઇમ પ્રિવેન્શન-ડિટેકશનનો ડેટા મુખ્યમંત્રી કક્ષાએ હાથ વગો બન્યો છે. ડિઝાસ્ટર, હૂલ્લડો જેવી વિપદા માટે સી.એમ. ડેશ બોર્ડ મદદરૂપ થયું નથી. અનેક લોકોની ફરિયાદો પોલીસ લેતી નથી અને ગુના શોધવામાં ઓછું કામ કરે છે. દારૂબંધીનો અમલ આ સીસ્ટમથી થઈ શક્યો નથી. GPRS સિસ્ટમ લગાવી પોલીસ વાહનોનું રિયલ ટાઇમ મોનિટરીંગ કંટ્રોલરૂમ દ્વારા કરાવાનું હજુ અધુરૂ છે.
રાજ્યના 33 જિલ્લાઓમાં રૂ.300 કરોડના ખર્ચે સરકારે CCTV કેમેરા ગોઠવી દીધા છે. શહેરી સત્તા મંડળ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, પંચાયતો, ખાનગી કંપનીઓ, ખાનગી દુકાનો કે કોમર્શિયલ સ્થળો અને ખાનગી સોસાયટીઓ અને ઘરોમાં લગાવેલા લાખો CCTV નેટવર્કનો ઉપયોગ ગુનાખોરી ઘટાડવા માટે થઈ શકે તેમ હોવા થતાં ડેશ બોર્ડ તેમાં કોઈ રીતે મદદ કરી શકતું નથી.
નશાબંધી, ગૌહત્યા નિષેધ, હૂકાબાર પ્રતિબંધ, ગુનાની નોંધણી, લોકોને સહાય, ટ્રાફિક નિયમન, કૌભાંડ અટકાવવા, ભ્રષ્ટ અધિકારીઓને પકડવા, ખેડૂતોના પ્રશ્નો હલ કરવા, કયો પાક લેવો અને કયો ન લેવો તેનું ઓનલાઈન માર્ગદર્શન કે ડેટા ઉપલબ્ધ કરાતાં નથી. દરિયામાં ચોક્કસ કયા સ્થળે માછલીઓ છે તેના ડેટા પુરો પાડવામાં આ સીસ્ટમ નિષ્ફળ છે. ખેતપેદાશોના ભાવ નિયંત્રણ, ખેત ઉત્પન્ન બજાર સમિતીની ઓન લાઈન વિગતો તથા તેના પ્રશ્નો અંગે કોઈ મદદ આ પધ્ધતિથી થતી નથી.
ટ્રાફિકનું સેટેલાઈટથી ગુગલ મોનીટરીંગ કરી શકે છે પણ સીએમ ડેસ્કબોર્ડ મોનિટરીંગ કરી શકતું નથી.
લોકો માટે સરકારના તમામ ડેટા ખુલ્લા મૂકાયા નથી તે ડેશ બોર્ડનો પ્રથમ સિધ્ધાંત છે તેનો જ અમલ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કરાવી શક્યા નથી. તેઓ જે કંઈ સફળ થયા છે તે એક વિડિયો કોન્ફરંસ સીસ્ટમમાં જે રીતે અધિકારીઓ સાથે ચર્ચા કરી શકાય એવું કામ થઈ રહ્યું છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ બીજા રાજ્યોની જેમ ડેશ બોર્ડના ડેટા ગુજરાતની પ્રજા માટે ખૂલ્લા મૂકી દેવા જોઈએ. તેમ થતાં અધિકારીઓ અને રાજકારણીઓ પ્રજા પ્રત્યે વધારે જાગૃત્ત થશે.
(દિલીપ પટેલ)
