બહુચરાજીમાં મારુતી સુઝુકી અને હોન્ડા જેવી મોટી ઓટો કંપનીઓમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ રેલગાડીનું એકડવાંસ બુકીંગ બહુચરાજી રેલ્વે મથકથી કરે છે. પણ તેને ટ્રેનમાં બેસવું હોય તો મહેસાણા અથવા અમદાવાદ જવું પડે છે. જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશનની જે ભારતની સૌથી મોટી મુસાફર (પેસેન્જર) કાર કંપની છે. ગુજરાતના કાર બજારમાં 45%થી વધારે કાર તેની વેચાય છે. બહુચરાજી મહેસાણા જિલ્લામાં છે અને મહેસાણા જિલ્લો દેશના વડાપ્રદાન નરેન્દ્ર મોદીના વતનનો જિલ્લો છે. ત્યાં આવી આંતરરાષ્ટ્રીય કંપનીઓની ખરાબ હાલત છે.
શક્તિ પીઠ હુચરાજી-અમદાવાદ-ચાણસ્મા-પાટણ મીટરગેજ લાઈનને બ્રોડગેજમાં ફેરવવા માટે ઓગષ્ટ 2017થી કામ શરૂં કરાયું છે. મીટરગેજ તમામ ટ્રેનો બંધ કરવામાં આવી છે. તેમ છતાં પોણા બે વર્ષથી પાટા બદલવાનું કામ કામ શરૂ થયું નથી. જેની અસર વેપાર, પ્રજા અને ધાર્મિક યાત્રાઓને થઈ છે. મુસાફરોથી ધમધમતું રેલ્વે સ્ટેશન સુમસામ ભાસી રહ્યું છે.
સૌથી વધુ વિપરીત અસર બહુચરાજીના વેપાર ધંધા પર પડવા પામી છે. બહુચરાજીથી અમદાવાદ ખરીદી અર્થે જતાં વેપારીઓ રૂ.25માં અમદાવાદ પહોંચીને પરત આવી જતાં હતા. બસ જાય છે અને 5 ગણું ભાડું ચૂકવીને મોડા પહોંચે છે. જે સુવિધા ટ્રેનમાં મળતી હતી તે સુવિધા બસમાં મળતી નથી. શક્તિપીઠ બહુચરાજીમાં ગાયકવાડ સરકાર વખતથી આજ સુધી રેલવે મીટરગેજમાં ચાલતી હતી. રેલવે વિભાગ દ્વારા શક્તિપીઠ બહુચરાજી માટે દર પૂનમે વધારાની રેલગાડી મુકવામાં આવતી હતી.
લોકો બહુચરાજી રેલ્વે સ્ટેશનથી ઓન લાઈન રીઝર્વેશન કરાવે છે. પણ મુસાફરી માટે બસમાં મહેસાણા અને અમદાવાદ જવું પડે છે. રેલ્વે ટ્રેક પર બાવળો ઉગી નીકળ્યાં છે. બહુચરાજી વેપારી મહામંડળે કેન્દ્ર સરકારના રેલ્વે મંત્રલયમાં રજુઆત કરી છતાં આજ સુધી બોડગેજ ટ્રેકનું કામ ચાલુ કરાયુ નથી.