સુપર બાળક બાલિકા ઓફ ઘી નર્મદા

July 28th, 2018 ગૌરીવ્રત નિમિતે રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે જાયન્ટ્સ સૃજા સહેલી ગૃપ રાજપીપલા દ્વારા સુપર બાલક બાલિકા ઓફ ઘી નર્મદા 2018 ની ડાન્સ કોમિટિશન યોજવામાં આવી હતી જેની સાથે ગૌરીવ્રત કરતી બાળાઓની જવારા હરીફાઈ પણ યોજવામાં આવી હતી,ડાન્સ કોમ્પપિટિશન માં ત્રણ ગ્રુપ પાડી હરીફાઈ કરવામાં આવી જેમાં એ ગ્રુપમાં ગીત પટવારી,બી ગ્રુપમાં સંસ્કુતિ પંચાલ,સી ગ્રુપમાં ઈશા પટવારી પ્રથમ ક્રમે વિજેતા બની સુપર બાલિકા ઓફ ઘી યર બન્યા હતા.આ કાર્યક્રમમાં ધારાસભ્ય પી.ડી.વસાવા,ડિવાયએસપીપી રાજેશ પરમાર,જાયન્ટ્સ ફેડરેશન ઓફિસર દત્તા ગાંધી,ભારતીબેન તડવી,જાયન્ટ્સ પ્રમુખ મહેશ દલાલ, સૃજાસાહેલી પ્રમુખ નમિતા મકવાણા, મંત્રી કૃતિ મઢીવાળા,પૂર્વ પ્રમુખ સેજલ પંચાલ સહીત મેમ્બર્સ હાજર રહી આ સફળ આયોજન કર્યું હતું નિર્ણાયક તરીકે દક્ષાબેન પંચાલ,નર્મદાબેન પટેલ,કેતકીબેન બક્ષી અને જીગર રોયે સેવા આપી હતી.