કૌભાંડોનું એપીસેન્ટર બની ગયેલા સુરતમાં વધુ એક કૌભાંડમાં મોટી કાર્યવાહી થઇ છે. શહેરના મૈત્રેય ગ્રુપના રૂપિયા 15 કરોડના કૌભાંડમાં CID ક્રાઈમે મોટી કાર્યવાહી કરી છે અને કંપનીના 2 ડિરેક્ટર લક્ષ્મીકાંત નાર્વેકર, વિજય તાવરની ધરપકડ કરી છે, CID ક્રાઈમે કોર્ટમાંથી તેમના 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.ઉંચા વ્યાજની લાલચ આપીને કરોડો રૂપિયા ઉઘરાવ્યાં હોવાની ફરિયાદ બાદ આ સ્કેમ સામે આવ્યું હતુ. મૈત્રેય ગ્રુપની જુદી જુદી 16 કંપનીઓમાં આ કૌભાંડ કરવામાં આવ્યું હતુ. ઉંચા વ્યાજની લાલચમાં ફસાઈને અનેક લોકો કૌભાંડની માયાજાળમાં ફસાઇ ગયા હતા અને કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. છેવટે નાણાં પરત ન મળતા અને સંચાલકો ફરાર થઇ જતા આ મામલે ફરિયાદ થઇ હતી.
નાસિક પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવ્યાં બાદ ગુજરાત CID ક્રાઇમે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તેમની પૂછપરછમાં હજુ કૌભાંડને લગતા અનેક રહસ્યો સામે આવે તેવી શક્યતા છે. બીજી તરફ જે રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબ્યાં છે. તેઓને પૈસા પાછા મળશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે.
ગુજરાત પોલીસ આવા નાણાંકિય કૌભાંડ થતાં હોય છે ત્યારે કંઈ પગલાં ન ભરતી હોવાથી ગુજરાતની પ્રજાના ભાજપ સરકાર આવી ત્યારથી રૂ.50 હજાર કરોડ ફસાઈ ગયા છે. જેમાં સહકારી બેંકો પણ આવી જાય છે. પોલીસ તપાસમાં ખરી વિગતો બહાર આવતી નથી. કારણ કે કાળુ નાણું રોકનારા ક્યારેય પોલીસ ફરિયાદ કરતાં નથી.
ભાજપના નેતા સુરેન્દ્ર રાજપુતનું શું થયું ?