સુરતના અડાજણમાં રહેતા રાજુભાઇ દિયોરા કોઇપણ પ્રકારના ખર્ચ વિના કતારગામના વડીલો હરિદ્વાર અને ઋષિકેશની યાત્રા કરી શકશે. આ યાત્રા જેમની ઉંમર 60 વર્ષથી વધુની હોય અને જેની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તે વડીલો માટે હવે હરિદ્વાર અને ઋષિકેશની યાત્રાનું આયોજન અડાજણના રાજુભાઇ દિયોરાએ કર્યું છે. હરિદ્વાર અને ઋષિકેશ માટે 10 દિવસના કાર્યક્રમનું આયોજન કરાયું છે. ટ્રેન દ્વારા આ યાત્રામાં 225 લોકોને લઇ જવાશે. આવવા-જવાનો તમામ ખર્ચે અને રહેવા અને જમવાનું વિનામૂલ્યે આપવામાં આવશે. સૌથી પહેલાં સુરતથી ટ્રેન મારફતે હરિદ્વાર લઇ જવામાં આવશે, ત્યારબાદ હરિદ્વારથી ઋષિકેશ બસમાં લઇ જવાશે. આ દરમિયાન તમામ પ્રકારની જરૂરિયાત પુરી કરવામાં આવશે.
જેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય અને જેમને હરિદ્વાર અને ઋષિકેશ જવાની ઇચ્છા હોય તે તમામને યાત્રાએ જઈ જવાશે. હજી સુધી યાત્રા માટે કોઇ તારીખ નક્કી નથી પણ 27 જુલાઇ પછી કાર્યક્રમ નક્કી કરાશે.