ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ જ્યુરીસ્ટ, લંડનમાં સુરતનાં 25 વર્ષથી વકીલાતમાં જોડાયેલા અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, નવી દિલ્હીના એડવોકેટ અને નોટરી પ્રીતિ જિજ્ઞેષ જોષી અને એડવોકેટ દિપીકા પી. ચાવડાને 4 વર્ષ માટે સભ્યપદ મળ્યું છે. જેથી સુરત અને ગુજરાતનું વધાર્યું છે. સુરતની બે મહિલા વકીલોએ સુરતના ગૌરવમાં વધારો કર્યો છે.
ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ જ્યુરીસ્ટની રજીસ્ટ્રડ ઓફિસ લંડન ખાતે કાર્યરત છે. વકીલોની લીગલ ક્ષેત્રની કામગીરીની નોંધ લઇ તેઓને મેમ્બરશીપ અપાઇ છે. જેથી દેશના જ નહીં પરંતુ, વિદેશમાં વસતા ભારતીયો માટે પણ કાયદાકીય જાગૃતિના કાર્યક્રમો અને NRI સંબંધિત વિવિધ તકરાર-ડિસ્સપુટ અંગે પણ સેમિનારો યોજી શકાશે અને તેમાં ભાગ લઇ શકાશે.