સુરતની હિન્દુસ્તાન સાઈનાઈડ કેમિકલ કંપની પ્રદુષણના કારણે તાળા મરાયા

સુરતના ઓલપાડમાં આવેલી હિન્દુસ્તાન સાઈનાઈડ કેમિકલ કંપનીને GPCB દ્વારા બંધ કરી દેવામાં આવી છે. થોડા સમય પહેલા GPCB અધિકારીને કંપનીની આસપાસના ગામના લોકોએ જણાવ્યું હતું કે, આ કંપની દ્વારા કેમિકલના બગાડને કોઈ પણ ટ્રીટમેન્ટ વગર ગામડાઓમાં ઠાલવવામાં આવે છે. જેના કારણે GPCBએ આ કંપનીને નોટીસ પાઠવવામાં આવી હતી. આ નોટીસ બાદ પણ કંપની દ્વારા સાઈનાઇડના ઝેરી કચરાનો નિકાલ ગામડાઓમાં કરવામાં આવતો હતો. જેના કારણે ખેડૂતોએ આ બાબતે કંપની સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને કંપની સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. જેના કારણે કંપનીએ બહેધરી આપી હતી કે, તેઓ હવેથી GPCBની ગાઈડ લાઈન હેઠળ કેમિકલના કચરાની ટ્રીટમેન્ટ કરીને નિકાલ કરશે.

આ કંપનીએ બાહેધરી આપ્યા પછી પણ કંપનીના ત્રણ ટેન્કર ભરૂચના અંતરિયાળ ગામડાઓના કેમિકલ ઠાલવતા પકડાયા હતા. આ ઘટનાબાદ પોલીસે કંપની સામે FRI દાખલ કરી હતી. પોલીસ તપાસમાં કેમિકલનો બગાડ સાઈનાઈડ કંપનીમાંથી જ નીકળ્યો હોવાનું સામે આવતા સમગ્ર ઘટનાની જાણ પોલીસે GPCBના અધિકારોઓને કરતા GPCBના અધિકારીઓએ તપાસ કરીને ખેડૂતોની ઉગ્ર રજૂઆતના કારણે કંપનીને બંધ કરી દીધી છે.

આ બાબતે ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે, સાઈનાઈડ કંપનીમાંથી ત્રણ ટેન્કર કેમિકલનો કચરો ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના વણખુટાગામે ગયા હતા અને કેમિકલનો કચરો ખાલી કરતા સમયે ગામના લોકોએ ટેન્કરને પકડી પાડ્યા હતા. જેના કારણે GPCBના અધિકારોઓએ આ કંપનીને બંધ કરવાની નોટીસ આપી છે. જો કે હવે આ કંપની હંમેશાં બંધ થાય તેવા અમે પ્રયત્નો કરીએ છોએ.