કુલ 90 ઈમારતો સુરત એરપોર્ટના રન-વેને નડતરરૂપ છે તે પૈકી વેસુ એન્ડ પરની 18 ઈમારતો એવી છે કે જે રહેણાંક છે. પરંતુ આ ઈમારતોના કારણે રન-વેનું વિસ્તરણ થઈ શકતું કે નથી. રન-વેનો સંપૂર્ણ ઉપયોગ કરી શકાતો નથી. કુલ 2,905 મીટરના રન-વેમાંથી 2,250 મીટરના રન-વેને જ ઉપયોગમાં લઈ શકાય છે. લાંબા સમયથી અહીં ઊંચી ઈમારતો ન બનાવવા માટે હવાઈ મથકે નિયમો બનાવેલા છે.
તેમ છતાં અહીં ઊંચી ઈમારતો બનાવવાની મંજૂરી સુરત મહાનગર પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓએ આપી દીધી છે. જે પેટે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયો છે. આવા અધિકારીઓ સામે કોઈ પગલાં સુમપા દ્વારા લેવાયા નથી. તેથી ગાંધીનગર શહેરી વિકાસ વિભાગ સમક્ષ રજૂઆત થઈ છે કે જે અધિકારીઓએ આ 90 બિલ્ડીંગોને મંજૂરી આપી છે તેમની સામે કાનૂની પગલાં ભરવામાં આવે. તેઓ જ આ ઈમારતો બાંધવા માટે જવાબદાર છે. જે બિલ્ડરોએ આ મકાનો બાંધ્યા છે તેમની પાસેથી દંડ લઈને અહીં જે ઘર ગુમાવવાના છે તેમને ઘર આપવા માટે બિલ્ડરો અને અધિકારીઓને ફરજ પાડવા માટે સરકારને કહેવામાં આવ્યું છે.
સુરતમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવા માટે નડતરરૂપ 29 ઈમારતોને તોડી પાડવામાં આવશે. આ બહુમાળી ઈમારતોના કારણે એરપોર્ટનો વિકાસ અટકી ગયો છે. તેથી જ સુરત એરપોર્ટ પરથી વિવિધ એરલાઈન્સ આંતરરાષ્ટ્રીય ફલાઈટ્સના શિડ્યુલ સુરતથી ચાલુ કરવા માટે સહકાર મળતો નથી.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ હવે સુરતના આંતરાષ્ટ્રીય હવાઈઅડ્ડાને નડતરરૂપ 29 ઈમારતોને તોડી પાડવાનો નિર્ણય લીધો છે. સુરત એરપોર્ટની આસપાસ કુલ 34 ઈમારતો નડતરરૂપ છે. તે પૈકી 29 ઈમારતોને એરપોર્ટ ઓથોરિટીએ એનઓસી આપી દેતા સુરત મહાનગરપાલિકાએ વસવાટની પરવાનગી આપી હતી. હાલ અહીં લાખો લોકો વસવાટ કરી રહ્યાં છે એટલે હવે તેમના શિફટિંગનો મહાકાય પ્રશ્ન ઊભો થવાનો છે. જોકે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા હવે તમામ 29 બિલ્ડિંગોને દૂર કરશે અને આ ઈમારતોને તોડી પાડવા જરૂરી મશીનરી અને મેનપાવર પાલિકા પુરા પાડશે. તમામ નોટિસ આપવાથી માંડીને ડિમોલેશન સહિતની તમામ પ્રક્રિયા એરક્રાફટ રુલ્સ અંતર્ગત એએઆઈ કરશે. આમ તો