સુરેન્દ્રનગર વિસ્તારને સૌથી વધું નર્મદા નહેરનો ફાયદો મળવાનો હતો. તેથી અહીં વિકાસ ઝડપી બનવાનો હતો. પણ આ વિસ્તારમાં ઉદ્યોગો ઓછા અને સિંચાઈ પણ ઓછી છે.
વિધાનસભા બેઠકો: – 39-વિરમગામ, 59-ધંધુકા, 60-દસાડા(SC), 61-લીમડી, 62-વઢવાણ, 63-ચોટીલા, 64-ધાંગધ્રા.
લોકસભામાં જ્ઞાતિના સમીકરણ:
વિધાનસભા બેઠક | કૂલ | SC દલિત | આદિજાતિ | મુસ્લિમ | OBC – ઓબીસી | GENERAL – સામાન્ય | |||||||||||
નામ |
ઠાકોર | કોળી | રબારી | ચૌધરી | અન્ય | લેઉવા પટેલ | કડવા પટેલ | ક્રિશ્ચિયન | બ્રાહ્મણ | જૈન | દરબાર | અન્ય | |||||
39 | વિરમગામ | 2,40,600 | 26,753 | 1,512 | 16,052 | 41,498 | 14,970 | 16,484 | 0 | 25,599 | 5,500 | 32,055 | 0 | 6,099 | 2,677 | 33,132 | 18,269 |
59 | ધંધુકા | 2,00,750 | 22,000 | 0 | 18,000 | 18,000 | 62,232 | 15,859 | 0 | 8,452 | 0 | 14,050 | 0 | 4,015 | 4,015 | 34,127 | 0 |
60 | દસાડા | 2,55,786 | 40,926 | 2,558 | 34,782 | 19,347 | 27,463 | 10,231 | 0 | 12,073 | 15,347 | 22,462 | 0 | 7,341 | 5,117 | 35,810 | 22,329 |
61 | લીમડી | 2,21,598 | 19,943 | 2,215 | 14,957 | 9,971 | 55,399 | 18,281 | 0 | 19,943 | 7,755 | 4,430 | 0 | 2,000 | 4,430 | 31,023 | 31,251 |
62 | વઢવાણ | 2,22,483 | 24,473 | 2,224 | 15,573 | 8,899 | 13,348 | 17,000 | 0 | 48,946 | 6,674 | 6,674 | 444 | 18,534 | 26,697 | 11,124 | 21,873 |
63 | ચોટીલા | 1,78,304 | 21,396 | 3,566 | 5,349 | 14,264 | 51,708 | 23,179 | 0 | 8,915 | 3,566 | 3,630 | 0 | 1,797 | 3,550 | 23,200 | 14,184 |
64 | ધાંગધ્રા | 2,64,973 | 37,096 | 2,649 | 26,497 | 13,248 | 55,644 | 7,949 | 0 | 5,300 | 21,197 | 45,046 | 0 | 10,599 | 5,301 | 26,497 | 7,950 |
કૂલ 2012 પ્રમાણે | 15,84,494 | 1,92,587 | 14,724 | 1,31,210 | 1,25,227 | 2,80,764 | 1,08,983 | 0 | 1,29,228 | 60,039 | 1,28,347 | 444 | 50,385 | 51,787 | 1,94,913 | 1,15,856 |
પક્ષને મળેલા મત | 2014 લોકસભા | 2017 વિધાનસભા |
BJP | 5,29,003 | 4,99,613 |
INC | 3,26,096 | 5,48,739 |
તફાવત | 2,02,907 | 49,126 |
2014 લોકસભા
મતદાર | : | 1656657 |
મતદાન | : | 945439 |
કૂલ મતદાન (%) | : | 57.06 |
ઉમેદવાર – ઉમેદવારનું નામ | પક્ષ | કૂલ મત | % મત |
કોળી પટેલ સોમાભાઈ ગાંડાલાલ | INC | 326096 | 34.50 |
પરમાર મિનાક્ષીબેન વિજયભાઈ | BSP | 10753 | 1.14 |
ફતેપરા દેવજીભાઈ ગોવિંદભાઈ | BJP | 529003 | 55.97 |
જેઠાભાઈ મનજીભાઈ પટેલ | AAAP | 13375 | 1.42 |
બાર અજમલભાઈ કરમણભાઈ | BMUP | 2251 | 0.24 |
મજેઠીયા સમરતભાઈ જેરામભાઈ | HJP | 1341 | 0.14 |
ચાવડા પાલભાઈ નાનજીભાઈ | IND | 1227 | 0.13 |
પરમાર પ્રભુભાઈ ગોકળભાઈ | IND | 2968 | 0.31 |
પરમાર વશરામભાઈ બાવળભાઈ | IND | 1751 | 0.19 |
મકવાણા ઉકાભાઈ અમરાભાઈ | IND | 1226 | 0.13 |
મકવાણા વશરામભાઈ કરશનભાઈ | IND | 1413 | 0.15 |
માનસિંહ સિવુભા ઝાલા | IND | 2154 | 0.23 |
વડાલિયા કાળુભાઈ માળુભાઈ | IND | 3102 | 0.33 |
વાઘેલા પ્રકાશભાઈ બચુભાઈ | IND | 6439 | 0.68 |
વોરા ભવાનભાઈ દેવજીભાઈ | IND | 4818 | 0.51 |
સાપરી વિપુલભાઈ રમેશભાઈ | IND | 14515 | 1.54 |
સાંકળીયા ગંગારામભાઈ ટપુભાઈ | IND | 11216 | 1.19 |
None of the Above | NOTA | 11029 | 1.17 |
છેલ્લી ત્રણ લોકસભામાં જીતેલા ઉમેદવારો:
2004 સોમાભાઈ ગાંલાલ કોળી પટેલ BJP
2004 વર્મા રતીલાલ કાળીદાસ BJP
2009 સોમાભાઈ ગાંડાલાલ કોળી પટેલ INC
2014 દેવજીભાઈ ગોવિંદભાઈ ફતેપરા BJP
વિકાસના કામો
- અહીં સૌરાષ્ટ્ર માટેનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ચોટીલા પાસે બની રહ્યું છે.
- નર્મદા નહેરથી ખેડૂતોને આ જિલ્લામાં સૌથી વધું ફાયદો થયો છે.
- શહેરમાં રીવરફ્રંટ બની રહી છે.
- ઘુડખર અભયારણ્ય જોવા આવતાં લોકો માટે અહીં સુવિધા ઊભી કરવામાં આવી છે.
- નાના અને જોબવર્ક કરનારા ઘણાં કારખાના ઊભા થયા છે. જેમાં ફાર્મા, બેરિંગ્સ, ટેક્ષટાઈલ્સ, એરો પાર્ટસ, ફાયર ફાઈટરના પાર્ટસ, સોલાર પાર્ટસના એકમો પૈકી ઘણા એકમો પ્રખ્યાત છે.
- સુરેન્દ્રનગર જિલ્લાએ કપાસ, મીઠુ અને દૂધના ઉત્પાદન ક્ષેત્રે શ્વેતક્રાંતિ સર્જી છે.
પ્રશ્નો – ઘટનાઓ
- કચ્છના હિજરતી પશુપાલકો અહીં આવે છે અને રોકાય છે.
- પાક વીમો ન મળવાના કારણે ખેડૂતોનો મોટો પ્રશ્ન છે.
- ખેડૂતો દિવસે 12 કલાક વીજળીની માંગણી કરી રહ્યાં છે.
- ખેડૂતોના ઓજાર, ખાતર, બીયારણ, ટ્રેકટર, વિજળી બીલ પરનો વેરો નાબૂદ કરવાની માંગણી છે.
- નહેરમાંથી પાણી મળતું નથી અને જે લે છે તેના પર પોલીસ ગુના નોંધે છે.
- ખેતરોમાં નર્મદાનું પાણી આપવાની અને તળાવ ભરવાની માંગણી થાય છે.
- ચોટીલાના બામણબોર GIDCમાં સરકારી 520 જમીન રાજકોટ અને મોરબીના 13 ઉદ્યોગપતિઓને રૂ.200ની જમીન રૂ.11 કરોડમાં વેચી હોવાનું કૌભાંડ થયું છે.
- સુરેન્દ્રનગર શહેર થોડા વર્ષ અગાઉ ગુજરાતના દસ વિકસિત શહેરમાં ગણાતું હતું, હવે આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યું છે.
- મોટા ઉદ્યોગો અહીંથી સ્થળાંતર કરી ગયા છે કે ઉત્પાદનમાં કાપ મૂક્યો છે.
- શહેરમાં સિટી બસ સેવા બંધ છે
- સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પક્ષાંતરની ઘટનાઓ મોટા પ્રમાણમાં બની છે.
પ્રભાવશાળી વ્યક્તિઓ
સોમાભાઈ પટેલ, આઈ.કે.જાડેજા ઉપરાંત શાહબુદ્દીન રાઠોડ, ડોલરદાન ગઢવી, જગદીશ ત્રિવેદી, હેમુ ગઢવી, સુરેશ રાવળ, ઈસ્માઈલ વાલેરા, કાનજી ભુટા બારોટ, વાઘજી રબારી વગેરે લોક-સાહિત્યકાર અહીંની પ્રજા પર પક્કડ ધરાવે છે.
2019ની સંભાવનાઓ
40 ટકા કોળી મતદારો છે, 11 ટકા દલિત અને 11 ટકા પાટીદાર મતદારો છે. છતાં સત્તામાં ક્ષત્રિય રાજકારણીઓ પ્રભુત્વ ઊભું કરવા પ્રયાસ કરે છે. તેમ છતાં અહીં 1989થી લોકસભાની પાંચ ચૂંટણી સોમાભાઈ લડેલા જેમાં એક જ વખત હારેલાં છે. તેઓ નરેન્દ્ર મોદીના પ્રખર વિરોધી છે. તેથી તેમની જીતની સંભાવના કોંગ્રેસ માટે વધું છે. ભાજપે આ વખતે અહીંના સિટિંગ સાંસદને દેવજી ફતેપરાને પડતા મૂકીને ડો.મહેન્દ્ર મુંજપરાને અજમાવવાનો દાવ ખેલ્યો છે. એટલે, જંગ રસપ્રદ બન્યો છે.
ભાજપ
- સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરા સામે ઘણાં કાનૂની કેસ છે. કેટલાક વિવાદોમાં ફસાયેલા હોવાથી તેમને પડતા મૂકાયા છે.
- તેમની નારાજગી બીજેપીને કેટલી અસર કરે તે જોવાય રહ્યું છે.
- તેઓ ચુવાડીયા કોળી છે. ને ભાજપે જીતવું હોય તો તળપદા કોળીને ટીકીટ આપવી પડે તેમ છે.
- દેવજી ફતેપરાએ સંસદમાં 85% હાજરી આપીને લેખિતમાં 194 પ્રશ્નો પૂછ્યા છે પણ તેઓ માત્ર 2 કે 3 વખત જ ઊભા થઈને બોલ્યા છે. સંસદમાં પ્રજાના પ્રશ્નો ઊઠાવી શક્યા નથી.
- દેવજીભાઈ ફતેપરાને ટિકિટ અપાતા ભાજપના જૂના નેતાઓમાં રોષ છે.
કોંગ્રેસ
- સુરેન્દ્રનગરની બેઠક પર 2019ની ચૂંટણી લડાવવા માટે એક માત્ર નામ સોમાભાઈ પટેલનું આવ્યું હતું.
- સોમા પટેલ મજબૂત નેતા છે. આ બેઠક ઉપરથી તઓ ચાર વાર જીત્યા છે, બે વાર ભાજપ અને બે વાર કોંગ્રેસમાંથી.
- સોમાભાઈ પટેલના પુત્રને લીંબડી વિધાનસભામાં 2017માં ટિકિટ આપવામાં આવી હતી જેમાં કારમી હાર થઈ હતી, એટલે સોમાભાઈનું પણ કોળી સમાજમાં કદ પહેલાં જેટલું રહ્યું નથી તેવો સંકેત પણ આપે છે.
- છ બેઠકમાંથી એકમાત્ર વઢવાણ વિધાનસભા બેઠક પર ભાજપની જીત થયેલી છે.
- 2017ની વિધાનસભાની સરસાઈને આધારે આ બેઠક પર કોંગ્રેસ આગળ છે.
- ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ અને સંઘનું સંગઠન ક્યાંક નબળું પડ્યું હોવાનું કહેવાય છે.
- 2014 ના પરિણામો પછી પેહલી વાર ગુજરાત ની ચૂંટણીઓ પછી સંઘ માં અનેક પ્રકારના પ્રશ્નો ઉઠી રહ્યા છે, કેટલાક સંઘ ના કાર્યકરો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે આ વખતે ગુજરાત માં ભાજપ ની નબળી જીત પાછળ ભાજપ ની આર્થિક નીતિઓ જ જવાબદાર છે
વચનો પુરા ન થયા
- અહીં ખ્યાતનામ સિરામિક ઉદ્યોગ વિકસ્યો છે, જેને ગેસ આપાવનું વચન ભાજપે આપેલું તે પૂરું થયું નથી.
- અહીંના અર્થતંત્રમાં 58 ટકા યોગદાન ગ્રામ્ય વિસ્તારનું છે. ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનું વચન આપેલું જે પૂરું થયું નથી.
- ભાજપે દરેક સરકારમાં શહેરીકરણને પ્રોત્સાહન આપવાનું વચન આપ્યું છે, પણ અહીં શહેર સારું બની શક્યું નથી.
- ખેડૂતોની આવક વધારવાનું સરકારે વચન આપેલું તે પૂરું થયું નથી.
- ગરીબી દૂર થઈ નથી, વધી છે. રોજની માથાદીઠ આવક રૂ.113 છે. ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોની આવક મનરેગામાં મળતી મજૂરીથી પણ ઓછી છે.