સુરેન્દ્રનગરના સાયલામાં બે જૂથ વચ્ચે અથડામણ, આઠ ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગર,તા:૦૯  સાયલામાં જૂની અદાવતમાં બે જૂથ સામસામે આવી ગયા હતા, જેમાં થયેલી અથડામણમાં આઠ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.