સૃષ્ટિના સર્જક રમેશ પટેલને ગ્રામીણ પત્રકારિતા એવોર્ડ 

ગાંધીજી સ્થાપિત નવજીવન પ્રકાશન મંદીર દ્વારા ગ્રામીણ વિકાસને વેગ મળે તે માટે “ગ્રામ ગર્જના” સામયિક દ્વારા ગ્રામીણ પત્રકારિતા એવોર્ડ “સૃષ્ટિ” મેગેઝીનના તંત્રી રમેશભાઇ પટેલને એનાયત કરવામાં આવ્યો હતો.
રાજ્યપાલના હસ્તે શાલ ઓઢાડીને રૂ.11 હજારનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

રમેશભાઇ પટેલ “સૃષ્ટિ” સામયિકમાં ગામડામાં ધબકતા જીવનને વાચા આપે છે. શહેરના લોકો ગ્રામ્ય જીવનથી સંપૂર્ણ અજાણ હોય છે તેઓને જાગૃત કરવાની તાતી જરૂર છે એમ રાજ્યપાલએ ભારપૂર્વક જણાવ્યું હતું.
રાજ્યપાલએ “ગ્રામ ગર્જના” સામયિકના તંત્રી મણીભાઇ પટેલના બે પુસ્તકો- “પ્રજા જીવનના પ્રવાહો” અને “ગ્રામીણ વિકાસના ચાર સ્તંભ”નું વિમોચન થયું હતું.

ગ્રામ ગર્જનાના તંત્રી મણીભાઇ પટેલે જણાવ્યું ગ્રામીણ પત્રકારિતા એવોર્ડનો આ વર્ષથી જ પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે નવજીવન સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઇ, એવોર્ડ પરામર્શક સમિતિ, પદ્મશ્રીથી સન્માનિત જોરાવરસિંહ જાદવ, મુર્ધન્ય સાહિત્યકારો, લેખકો, કવિઓ અને ગ્રામ્ય ક્ષેત્રે પત્રકારિતામાં પ્રદાન આપનાર વિશિષ્ટ લોકો હાજર રહ્યા હતા.