અસંસ્કારી અને ગેરશિસ્ત ધરાવતાં કચ્છ ભાજપની વધું એક સેક્સ ભવાઈ બહાર આવી છે. અંજાર નગર પાલિકાના ભાજપના 32 સભ્યોના વોટ્સએપ જૂથના એક સભ્યએ અશ્લિલ વીડિયો મુકી દીધો હતો. જેને લીધે મહિલા સભ્યો પણ શરમજનક સ્થિતીમાં મુકાઈ ગઈ હતી. ચૂંટણીનાં દિવસે 23મી એપ્રિલની સાંજે આ ઘટના બની હતી.
નલિયા ભાજપ સામુહિક બળાત્કાર કે, ભાનુશાળી બળાત્કાર કેસ, છબીલ પટેલ, બળાત્કાર કેસ અને બીજા આવા 4 જાતીય ગુનાઓ કચ્છ ભાજપમાં બન્યા બાદ ગુજરાતની વિજય રૂપાણીની સરકારનાં પ્રવાસન પ્રધાન અંજાર નિવાસી વાસણ આહીરની અશ્લિલ ઓડિયો ક્લિપ બહાર આવી તે અંગે હજુ પક્ષ તરફથી કોઈ જાહેર સ્પષ્ટતા કરી નથી ત્યાં અંજારમાં બીજો એક આવો જ બનાવ બન્યો છે.
અંજારનાં ધારાસભ્ય વાસણ આહીરની ઓડિયો ક્લિપના આઘાતમાંથી ભાજપ હજુ બહાર પણ આવ્યો નથી, ત્યાં અંજાર નગર પાલિકાના નગર સેવકોના ગ્રુપમાં સંજય ટાંક નામના સભ્યે અભદ્ર વીડિયો અપલોડ કરી દીધી હતી. વાસણ આહીરની અશ્લિલ ઓડિયો ક્લિપ વાયરલ થયી હોવાને કારણે એક તબક્કે ગ્રુપના સભ્યો આવી જ વીડિયો ક્લિપ છે તેમ માનીને ક્લિપ ડાઉનલોડ કરવા લાગ્યા હતા. પરંતું તે ક્લિપ વિદેશમાં બનેલી નીકળી હતી. અંજાર નગર પાલિકાના સભ્યોના વોટ્સએપ ગ્રુપમાં 18 મહિલા સભ્યો પણ છે. આથી મામલો વધુ ગંભીર બની ગયો હતો. ગ્રુપની ભાજપી મહિલા નગર સેવિકાઓએ એકબીજાને ફોન કરીને ક્લિપ અંગે ચર્ચા પણ કરી પોલીસમાં પણ જવાનું નક્કી કર્યું હતું. પરંતુ તેમાં ભાજપનું ખરાબ લાગે તેમ હતું. છેવટે વાસણ આહીરની ક્લિપની જેમ જ આ મામલામાં ચુપ રહેવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતું ગ્રુપના કેટલાક સભ્યએ ક્લિપનો સ્ક્રીનશોટ પાડીને વાઇરલ કરી દઈને સમગ્ર કચ્છને ભાજપના સભ્યોની સેક્સ વૃત્તિ જાહેર કરી દીધી હતી.
મહિલા સાથે છેડતી
પૂર્વ કચ્છના અંજાર નગરપાલિકામાં 2 નવેમ્બર 2017માં કાળી ચૌદશના દિવસે એક મહિલા કર્મચારી સાથે છેડતી કરવામાં આવી હતી.
મગફળી ચોરીમાં ભાજપના ઉપપ્રમુખ
22 જાન્યુઆરી 2019માં 200 બોરી સરકારી મગફળી ચોરી કૌભાંડમાં અંજારના ભાજપના કાઉન્સીલર હંશાબેન ઠક્કરનો પુત્ર અમિત ઠક્કર પકડાયો હતો. અમિત અંજાર યુવા ભાજપનો ઉપપ્રમુખ તે સમયે હતો. અંજારના મહિલા કાઉન્સીલર શકિનાનો પતિ હનિફ કુંભાર તેમાં પકડાયો હતો.
વિવાદો શાંત કરવા હવન
7 સપ્ટેમ્બર 2018માં અંજાર તાલુકા પંચાયત કચેરીમાં ભાજપ દ્વારા હવન કરાયો હતો. ભાજપમાં અંદરોઅંદરનો વિખવાદ ખૂબ હોવાથી તે શાંત થાય અને સભ્યોમાં દાખલ થયેલી આસૂરી શક્તિનો નાશ થાય તે માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એવું કોંગ્રેસે જાહેર કર્યું હતું. સમગ્ર કચ્છમાં ભાજપના જિલ્લા કે તાલુકા પંચાયત અને નગરપાલિકામાં મોટેપાયે અંદરો અંદર વિવાદ ચાલી રહ્યો છે. સત્તાની ખેંચતાણમાં ભાજપના જ સભ્યો એકબીજાને પાડી દેવાના ખેલ ખેલી રહ્યા હતા. અંજાર તાલુકા પંચાયતમાં ભાજપના અનેક ભવાડા સામે આવી રહ્યા છે. દરેક સભ્યો પોતાને નેતા માનીને આગળ ચાલી રહ્યા છે. ભાજપના જિલ્લાના નેતા અને નેતીઓ તમાશો જોઇ રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા તાંત્રિક અને ધાર્મિક વિધિના સહારે એના જ સભ્યોમાં રહેલા વિવાદને શાંત પાડવા માંગે છે. એવો આરોપ પણ તે સમયે મૂકવામાં આવ્યો હતો.
દાદાગીરી
16 જૂન 2016માં કચ્છના આદિપુરની સેન્ટ ઝેવિયર્સ શાળામાં ઓળખીતાના સંતાનને પ્રવેશ ન મળતાં અંજાર તાલુકાના ભાજપના પ્રમુખ શંભુ આહીરે દાદાગીર કરી શાળાના આચાર્યને મારવાનો પ્રયાસ પણ કર્યો હતો. તે દરમિયાન કારકુન વચ્ચે પડતાં તેને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ હતી. છે. મહત્વનું છે કે અંજાર તાલુકા ભાજપના પ્રમુખ શંભુ આહીર અને મનજી આહીર કોઇ ઓળખીતાના સંતાનના શાળા પ્રવેશ માટે ગયા હતા. આદિપુર પોલીસ મથકે ફરિયાદ કરાઇ હતી.
પક્ષાંતર
અંજારના ભાજપના 400થી વધુ કાર્યકરો કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપ છોડી કોંગ્રેસમાં 2017માં જોડાયા હતા. શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયાએ આવકાર્યા હતા. અગાઉ વાસણ આહીરના ગામના ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જતારહ્યા હતા.
પૂર્વ કચ્છનું પાટનગર અંજાર ન બન્યું
અંજાર તાલુકાના મેઘપર (બો) તથા મેઘપર (કુંભારડી)ની અંજાર ધારાસભ્ય અને રાજયમંત્રી વાસણ આહિરે તેમની સંવેદનશીલ સરકાર લોકો માટે ખડેપગે છે તેવું કહી બે બોર ખૂલ્લા મૂક્યા હતા. પૂર્વ કચ્છનું પાટનગર અંજાર બનીને જ રહેશે તેવું વચન આપ્યું છતાં કંઈ ન થયું. તેમનો ઈરાદો જાહેર કરતાં ટુંક સમયમાં અંજારમાં પાણી પુરવઠાના નવા ભવનનું નિર્માણ આરંભી દેવાશે તેવું જણાવ્યું હતું.
અંજારનો કરુણ અંજામ
અંજાર તાલુકા ભાજપ પ્રમુખ શંભુ આહિર, અંજાર તાલુકા પંચાયતના શાસકપક્ષના નેતા જયોત્સના દાસ, અંજાર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દેવજી સોરઠીયા, અંજાર તાલુકા પંચાયત કારોબારી રસીકબેન જાડેજા, અંજાર એપીએમસીના ડાયરેકટર વેલા ઝરુ, અંજાર તાલુકા ભાજપ મહામંત્રી કાના શેઠ, મશરૂ રબારી, અંજાર શહેર ભાજપા મહામંત્રી લવજી સોરઠીયા, તા.પં.સદસ્ય જીતેન્દ્રસિંહ સરવૈયા, જીવા આહીર, ગોવિંદ કાઠારી, શહેર ભાજપના પ્રમુખ સંજય દાવડા, આડાના ચેરમેન નીરવ ભારદિયા, મંત્રી લવજી સોરઠિયા, આડાના પૂર્વ ચેરમેન ભરત શાહ, સુધરાઇના પ્રમુખ પુષ્પા ટાંક, ડેનR શાહ, વસંત કોડરાણી, ગોપાલ માતા, કાનજી આહીર, શંભુભાઇ મ્યાત્રા, મશરૂ રબારી, ત્રિકમ આહીર, રણછોડભાઇ, નવગણ આહીર વગેરે અંજારની આવી ઘટના 2017-18-19માં અટકાવી શક્યા ન હતા.
ભાજપમાં ભડકો
અંજાર નગરપાલિકામાં વ્યાપક ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, ગુણવત્તા વગરના કામો થાય છે. અંજાર ભાજપની ખરડાયેલી છબી સુધારવા અને આગામી ચૂંટણીમાં નુકસાન થવાની સેવાતી ભીતિને કારણે શહેર સુધરાઇના તમામ હોદ્દેદારો-સંગઠનના હોદ્દેદારો તેમજ નગરસેવકોની રજૂઆત-ફરિયાદો સાંભળવામાં આવી હતી. સુધરાઇના ચીફ ઓફિસર દ્વારા કરાયેલી ફરિયાદથી ભારતીય જનતા પક્ષની છબી ખરડાઇ હોવાનું સ્વીકારાયું હતું. નગરસેવકોને કોઇ કામગીરીમાં વિશ્વાસમાં લેવામાં આવતા ન હોવાથી રાજીનામા આપવા તૈયાર થયા હતા. જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઇ પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવે, વલમજી હુંબલ, શૈલેન્દ્ર જાડેજા, દિલીપ ત્રિવેદી, અંજાર સંગઠનના મહેન્દ્ર પરમાર આંતરિક જૂથવાદ દૂર કરવા અંજાર દોડી ગયા હતા.