સેક્સ ટેપમાં સંડોવાયેલા વાસણનો પત્ર જાહેર થયો, મોદીની ટીકા કરી હતી

પ્રવાસન પ્રભાગના પ્રધાન વાસણ આહીર સાથે ભાજપની નેતીઓના સેક્સ કાંડ બહાર આવ્યા બાદ હવે તેમના અન્ય કેટલાંક વિવાદો અને વાસણ આહીરની સામે લખાયેલો પત્ર જાહેર થયો છે.

વાસણ આહીર અને મહિલાઓ સાથેના અનૈતિક સંબંધોનો ભાંડો ફોડતો હિન્દીમાં લખાયેલો એક પત્ર ફરતો થયો છે. વાસણ આહીરને એવી શંકા છે કે, આ પત્ર તેમને જેની સાથે સેક્સના સંબંધો છે તે હિન્દી ભાષી મહીલાએ જ લખીને બહાર પાડ્યો છે. પત્રમાં એમ લખ્યું છે કે વાસણ આહીર સ્ટેજ પરથી ગંદા ઇશારા કરે છે. વાસણ આહીરનો ડ્રાઇવર ભાજપની નેતીને ઘરે છોડે જવાની ફરજ બજાવે છે. પ્રધાન એવું કહે છે કે હું હવે તમારી સાથે સેક્સ કરવાના સંબંધો રાખતો હોવાથી બદનામ થઈ ગયો છું. પણ મહિલા દ્વારા રૂપાણી સરકારના પ્રધાનને ધમકી આપવામાં આવી હતી કે, તારી હાલત ખરાબ કરી દઈશ. મારી પાસે સેક્સ કરતાં હો એવો  વિડિયો છે એવું તમે માનો છો  ?  તારી પ્રેમિકા માંડવીના એક વકીલ અને આચાર્ય પાસે જાય છે.

આ ઘટનાથી કચ્છ સહિત સમગ્ર રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જાણકારોના કહેવા મુજબ આ સમગ્ર ઘટનાક્રમ વાસણ આહીર જ્યારે નરેન્દ્ર મોદીની સરકારમાં સંસદીય સચિવ પદે હતા તે કાળનો છે. આ પ્રધાન પેલી મહિલાને હાથે પગે લાગે છે.

વાસણ આહીરના નામે છેતરપીંડી

રૂપાણીની ભાજપ સરકારના પ્રધાન વાસણ આહિરના નામે તેમના 10 સંબંધીઓ પાસેથી રૂ.6 લાખ  અમદાવાદના રઘુવીરસિંહ – મુન્ના ચૌહાણ નામના વ્યક્તિએ પડાવી લીઘા હતા. ત્યારે પણ વિવાદ થયો હતો. જે મોબાઇલ નંબર ઉપરથી ફોન કરવામાં આવતો હતો તે નંબરના ટ્રુકોલરમાં વાસણ આહીરનું નામ લખી દેવાયું હતું. દસથી વધુ

નરેન્દ્ર મોદી અને રૂપાણીની ટીકા કરી

9 ઓક્ટોબર 2018માં વાસણ આહીર દ્વારા નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીની ટીકા કરી હતી. મોદી જ્યારે રાજકોટ આવ્યા ત્યારે તેમની સભામાં 75 ટકા ખુરશી ખાલી હોવાનું વાસણ આહીરે કચ્છમાં કાર્યકરો સમક્ષ કહ્યું હતું. જે માટે રૂપાણી જવાબદાર હોવાનું તેમણે કાર્યકરોની બેઠકમાં કહ્યું હતું. જેનો વિડિયો ભાજપના એક કાર્યકરે ઉતારી લીધો હતો અને જાહેર કરી દીધો હતો. તેમણે CMને પણ ઉતારી પાડીને પોતાના જ વખાણ કર્યા હતા.