સારહિ યુથ કલબ ઓફ અમરેલી – સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દશ વર્ષોથી દર સોમવારે તથા ગુરૂવારે દાખલ થયેલ તમામ દર્દીઓને ફ્રુટ વિતરણમાં સેવા આપનાર સારહિના સેવાધારીઓનાં સન્માન સમારોહ યોજાય ગયો. જેમાં કાર્યક્રમની શરૂઆત સંસ્થાના પ્રમુખ મુકેશ સંઘાણીનાં સ્વાગત પ્રવચનથી થઈ હતી. ઘણા વર્ાોથી સામાજીક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે કે કુદરતી આફત વખતે લોકોની વ્હારે આ સંસ્થા આવે છે તે બદલ સંસ્થાનાં પ્રમુખ મુકેશ સંઘાણી અને તેમની ટીમને અભિનંદન પાઠવેલ હતા. ઉદઘાટક નારણભાઈ કાછડીયાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે 71 વર્ષની ઉમરના બાવનભાઈ રેકડી ચલાવીઅને તેમનું ગુજરાન ચલાવતા હોય તેઓ અને આ તમામ સભ્યો નિસ્વાર્થ ભાવે અજાણ્યાના આંસુ લુછવાનું કામ સંસ્થાના પ્રમુખ મુકેશ સંઘાણીની આગેવાનીમાં કરતા હોય તેમને બિરદાવેલ હતા.