બાલાસિનોર તાલુકાના પાંડવા ગામના ફૌજી સોમાભાઈ ચૌહાણનુ 31મી જાન્યુઆરીની રાત્રીના કારની નીચે કચડીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. ફૌજીની પત્ની કમળા ચૌહાણે પંદર દિવસ બાદ સ્વીકાર કર્યો છે કે, કોગ્રેસના બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ વચ્ચે પ્રેમસંબધો હતા. પોલીસે નિવેદન લઈને તપાસ ચાલુ કરી છે. ફૌજીના પત્નીના ફોન પરથી 29 સેકન્ડ સુધી ધારાસભ્ય સાથે વાત થયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ધારાસભ્ય તેનો ઈન્કાર કર્યો હતો.
જમ્મુ ખાતેથી રજા મુકીને સોમા ચૌહાણ 13 જાન્યુઆરી 2018ના દિવસે પોતાના ઘરે આવ્યો હતો. જેને 31મી જાન્યુઆરીએ રાત્રે શરાબ સાથે ઘેનની ગોળીઓનો ડોઝ આપીને અર્ધબેહોશ કરાયો હતો. ફૌજી સોમાભાઈને અંબાજી જવાનું કહીને વડાલીના બડોલ ગામ નજીક રસ્તા પર કારમાંથી નીચે ફેંકી દેવાયા હતા. બાદમાં તેની પત્ની કમળાના ઈશારે ડ્રાઈવર નટવર પગીને કહીને સોમાભાઈને ટવેરા નીચે ક્રુરતાપૂર્વક ચગદી નાંખવામાં આવ્યો હતો. 3 ફેબ્રુઆરીએ તેનો મૃતદેહ ઓળખાયો હતો.
કમળાએ પોલીસને ફરિયાદમાં એવું કહ્યું હતું કે, સાંજે ઘરેથી રૂ. 70 હજાર લઈ ગુસ્સે થઈ મારે નોકરી જવું છે અને લાયસન્સ કઢાવવુ છે તેમ કહી ઘરેથી નીકળી ગયા હતા. પણ હવે વાત અલગ નિકળી છે.
40 વર્ષના ફૌજી યુવક એક રાતમાં બડોલ સુધી કેવી રીતે પહોંચી ગયા અને વડાલી તાલુકામાં જ કેમ આવ્યા હતા તે અંગે રહસ્ય ઊભું થયું હતું. અચાનક મૃતદેહ મળી આવતા અનેક શંકા ઊભી થઈ હતી. તપાસ નિષ્પક્ષ અને ઝડપી બનાવી સત્ય બહાર આવે તેવી ગામજનોની માંગણી હતી.
સૈન્યના સુબેદાર બાબુભાઈ પટેલ અને અન્ય એક સૈનિક અંતિમ વિધિમાં હાજર રહ્યા હતા.
આ ઘટનાને અકસ્માતમાં ખપાવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ મૃતક ફૌજીની પત્ની કમળાબેને એવો સ્વીકાર કર્યો હતો કે, મારે બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ સાથે પ્રેમ સંબંધ હતો. વડાલી પોલીસ મથકમાં મૃતકના ભાઈ પર્વતભાઈ રાયસીંગભાઈ ચૌહાણેએ મૃતકની પત્નિ સહિત કુલ 4 શખ્સોની સંડોવણી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. બાલોસિનોરના ધારાસભ્યની તપાસ શરૂ થઈ છે. હત્યાની સોપારી કોણે આપી હતી, તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃતદેહનું પોસ્ટમોર્ટમ અને એફએસએલ રીપોર્ટ મળ્યા બાદ આગળની તપાસ હાથ ધરવામાં આવશે.
ધારાસભ્યનો ઈન્કાર
ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણે જણાવ્યુ હતું કે, હત્યાના બનાવ પછી મારે મૃતકની પત્ની સાથે કોઈ વાતચીત થઈ નથી. આ કેસમાં મારુ નામ ખોટી રીતે લેવામાં આવી રહ્યું છે. મને રાજકીય કિન્નાખોરીનો ભોગ બનાવીને બદનામ કરવાનું કાવતરું રચવામાં આવ્યું છે.