પોરબંદર પાસેના દરિયામાં સોનું અને શસ્ત્રોની શોધ કરવા માટે દિલ્હી પોલીસની સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ પોરબંદરના દરીયા કાંઠે ગોસબારામાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરતા આશ્ચર્ય સર્જાયું હતું. પોરબંદરના કોસ્ટલ હાઇવે પર સમુદ્ર કિનારે જમીનમાં સોનું અને શસ્ત્રો નાખવામાં આવ્યા હોવાના અનુમાનને પગલે કેટલાક દિવસથી JCB સહિતની મશીનરી દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું. સ્થળ પર સ્થાનિક પોલીસના પ્રવેશવા દેવામાં આવી નહોતી. ત્યારે હેરોઈન ચરસની કુખ્યાત ગેંગ પણ ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી. સોનાની દાણચોરીના કિસ્સા પણ વધ્યા છે ત્યારે સોનાની દાણચોરી કરનારા લોકો દ્વારા સોનું નાખવામાં આવ્યું હોવાની પણ શંકા હોવાનું કહેવાઈ રહ્યું છે. હેરોઈન સાથે સોનું પણ આવ્યું હોવાની ચોક્કસ માહિતીના આધારે તપાસ તો થઈ પણ આજ સુધી સોનાનું રહસ્ય અકબંધ રહ્યું છે.
હેરોઈન સાથે સોનું હતુ ?
દેવભુમિ દ્વારકાના સલાયા બંદરેથી ઝડપાયેલા 5.5 કિલોના રૂ.15 કરોડના હેરોઈન મામલે ત્રાસવાદ વિરોધી દળ – એટીએસ – દ્વારા કુલ 3 વ્યકિતની ધરપકડ કરી છે. પુછપરછ ચાલી રહી છે. જેમાં 4 માસ પહેલા 100 કિલોથી વધુ હેરોઈન પજાંબમાં અને ઘણુ ખરૂ હેરોઈન ઉત્તર ભારતમાં ઘુસી ચુકયુ છે. બાકીનુ 5.5 કિલો ડ્રગ્સ માત્ર સલાયામાં મળી આવ્યું છે. કૂલ 100 કિલો આવ્યું તેમાં 95 કિલો દેશમાં ઘુસાડી દેવાયું હતું. એક એવી પણ શંકા છે કે સોનું હતું તે દરિયામાં પોરબંદર આસપાસ નાંખી દેવામાં આવ્યું હતું.
આતંકવાદી સંગઠનો હોઈ શકે ખરા ?
હેરોઈનની હેરાફેરીમાં પાકિસ્તાન સ્થિત આંતકવાદી સંગઠનોનો હાથ છે. પાકિસ્તાનના બંદરેથી આ પ્રકારે અનેક વાર શરૂઆતમાં મોટી બોટ અને બાદમાં નાની બોટમાં હેરાફેરી કરીને ગુજરાત સહિતના રાજયમાં ડ્રગ્સ આવી ચુકયુ છે. આ વખતે રસ્તો બદલાયો છે. પાકિસ્તાનથી સીધું ગુજરાતમાં દરિયાથી ઘુસાડવાના બદવે ઈરાનના ગ્વાડર થઇ ને દુબઈ જેવા અખાતી દેશોમાંથી કચ્છના રસ્તે ગુજરાતમાં ઘુસાડાયું છે. ઝડપાયેલા અઝીઝ અને રફીક સુમરા બન્ને ડ્રગ્સના વેપારી છે. સલાયાના રહેવાસી અજીઝ અબ્દુલ ભગાડ (ઉ.વ.32) નામના શખ્સના વહાણમાં હેરોઈન આવ્યું હતું. અઝીઝને આ કામના રૂ.50 લાખ મળ્યા હતા. મધદરિયે ડ્રગ્સની આપ – લે થઈ હતી. દરિયાઇ માર્ગે હેરોઇન ઘૂસાડતો હોવાની બાતમી મળી હતી. અઝીઝને શોધી કાઢી તપાસ કરતા તેની પાસેથી રૂ.15 કરોડનું પાંચ કિલો હેરોઈન મળી આવ્યું હતું. અજીઝ ભગાડ મુફલીસ જેવી સ્થિતિમાં અગાઉ જીવતો હતો, પરંતુ થોડા સમયથી તે અચાનક ધનપતિ બન્યો હતો. અઝીઝે આ ડ્રગ્સમાં માંડવીના આરીફ આદમ સુમરાની સંડોવણીની વાત કબૂલતા ગુજરાત એટીએસની ટીમ માંડવી પહોંચી હતી. કચ્છ માંડવીમાં રહેતા આસિફ આદમ સુમરાને કચ્છથી પકડી લેવાયો છે. પરંતુ હજુ તેનો એક સાગરીત એ.ટી.એસ.ના હાથમાં આવ્યો નથી. કનેકશન પણ દિલ્હી સહિતના અન્ય રાજયમાં ખુલ્યુ છે. ઉત્તર ગુજરાતમાં ડ્રગ્સનો કેટલોક જથ્થો મોકલાયાની આશંકા છે. માંડવીના રફીક સુમરાની ડ્રગ્સ મુદ્દે મોટી ભૂમિકા છે.
કાર્યવાહી શંકા ઊભી કરે છે
સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર જ ATS અને દિલ્હીની બીજી એજન્સી કામ કરી રહી હતી. દ્વારકા કે કચ્છ પોલીસને આ અંગે કોઈ જાણ કરાઈ નથી તે એક આશ્ચર્ય હતું. રાતોરાત એટીએસની ટીમ બે ખાનગી વાહનોમાં સલાયા પહોંચી હતી. પંચ સ્થાનિક નથી. જમીનમાં દાટેલું હતું. માંડવી તા.નાં સલાયા ગામના સુન્ની મુસ્લિમ ભડાલા જમાતના પ્રમુખ ઈબ્રાહીમ સુમાર ચૌહાણ, સુન્ની મુસ્લિમ વાઘેર જમાતના પ્રમુખ આમદ જાકબ સમેજા, મહેશ્વરી મેઘવાળ સમાજના પ્રમુખ માલશી ખીમજી તથા માંડવી સલાયા મત્સ્યોદ્યોગ સહકારી મંડળીના પ્રમુખ અલીમામદ હુસેને એક સંયુક્ત યાદીમાં દાવો કર્યો છે કે કેફી પદાર્થ સાથે પકડાયેલો શખ્સ આરીફ આદમ સુમરા માંડવી તાલુકાના સલાયાનો છે જ નહીં. ત્યારબાદ ગોસાબારામાં સોનાની તપાસ થઈ હતી.
સોનાની દાણચોરી માટે સલાયા જાણીતુ
અગાઉ ડ્રગ્સ અને સોનાની દાણચોરીનું સ્વર્ગ ગણાતા સલાયામાંથી કરોડો રૃપિયાની કિંમતનું સોનું, ઘડિયાળો, અન્ય વિદેશી વસ્તુઓ, ડ્રગ્ઝ ઝડપાઈ ચૂકી છે. એક સમયે બે ટ્રક ભરાય એટલી વિદેશી ઘડિયાળો પકડાઈ હતી. હવે ડ્રગ્ઝ પર ધંધો શરૂં થયો છે. સલાયામાં કસ્ટમ તંત્ર નામનું જ હોય તે પ્રકારે વર્ષોથી કોઈ કામગીરી થવા પામી નથી. જ્યારે હવે દાણચોરી બંધ થઈ છે ત્યારે રેઢાપડ જેવા સલાયાની ચેકપોસ્ટ પણ ભગવાન ભરોસેહોય તેમ લાગી રહ્યું છે.
સરહદી કચ્છ નિષ્ક્રિય કેમ છે
લાંબા સમય બાદ માદક દ્રવ્યોની સાથે સોનાની હેરફેર માટે કચ્છની જળસીમાનો ઉપયોગ કરાયો છે ત્યારે આ પ્રકરણ અતિ ગંભીર મનાય છે. તેવામાં કચ્છ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓની સ્થાનિક કડી શોધવા માટે હજુ કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરી નથી.
કચ્છ સરહદેથી ભેદી રીતે આવેલાં નશીલા પદાર્થો ચોરીછુપીથી નહીં પણ કોઈ સોર્સ મારફતે લાવવામાં આવ્યા હોવાનું ચર્ચાય છે. સીમા પારના સોર્સ પર અતિ વિશ્વાસના કારણે આ માલ આવ્યો હોવાનું માનવામાં આવે છે. સોર્સ સાથે આપલે કરવાની જવાબદારી કેટલીક એજન્સીઓની જ છે. ખૂફિયા જાસુસી માહિતી આપવાના બહાને આ માલ ઘુસી આવ્યો હોવાથી સરહદ પર ચોંકાવનારી ઘટનાઓ બની શકે છે.
બોટ મળતી હતી, માણસો નહીં
કચ્છ સરહદે ચાર માસ પહેલાં એકા એક ખાલી બોટો કપડાતી હોવાનું બહાર આવતું હતું. પણ કોઈ માણસ હાથ પર લાગતાં ન હતા. તે સમયે જ આ ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડાયું હતું. ગયા વર્ષે માર્ચ – એપ્રિલમાં કચ્છમાંથી ઘણી ખાલી બોટ પકડાઈ હતી. પણ તેમાં કોઈ માણસો મળતાં ન હતી. 6 એપ્રિલે લખપત બારી પાસે એક ખાલી બોટ પકડાઈ હતી અને તેમાં રહેલાં 5 સવાર ભાગી ગયા હતા. ત્યાર બાદ સતત ત્રણ દિવસ સુધી બોટ પકડાવાની ઘટનાઓ બની હતી. કે ઘટના બનાવવામાં આવી હતી તે તપાસ કરવા જેવી છે. જો કચ્છની સરહદે આવું ચાલતું હોય તો ગમે ત્યારે પાકિસ્તાનનું લશ્કર પણ આવી શકે છે. ચાર સ્તરની સુરક્ષા એજન્સીઓ માટે આ શરમજનક ઘટના છે. ગુજરાત પ્રદેશ અને દેશની સરહદ પર છીંટા હોવાનું તેનાથી પૂરવાર થયું છે. દારૂની ટ્રકો આવતી હોય તેની માહિતી હોય છે. પણ રૂ.300 કરોડનું ખતરનાક ડ્રગ્સ આવતું હોય તે કોઈને ખ્યાલ પણ ન આવે. ભારતીય નૌકાદળ, કોસ્ટગાર્ડ, બીએસએફની મરીન ફોર્સ, કોસ્ટલ પોલીસ અને સ્થાનિક પોલીસ આ માટે કામ કરે છે.
માંડવીનો એ શખ્સ કોણ
100 કિલો માલ ઘુસાડવાનો હોવાથી દુબઈ સાથે વેપાર કરનાર માંડવીનો શખ્સ આ માટે સંડોવાયેલો હોવાનું માનવામાં આવે છે.
માંડવીમાં 100 કિલો હેરોઈન ઉતર્યું
આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ દ્વારા રવાના કરાયેલો એકસો કિલો હેરોઈનનો જથ્થો પાકિસ્તાનથી નીકળ્યા પછી આંતરરાષ્ટ્રીય જળસીમાએથી કચ્છના માંડવીમાં ઉતારવામાં આવ્યો હતો. તેમાં 95 કિલો ઉત્તર ભારત મોકલી દેવાયો હતો અને જેમાંથી પાંચ કિલા જેટલો જથ્થો સલાયાનો અજીઝ વાઘેર લાવ્યો હતો. જે ચાર મહિનાથી પડી રહ્યો હતો.
સાગર કવચની કવાયત કેમ થઈ
ચાર મહિના પહેલાં સાગર કવચ નામની સુરક્ષા કવાયત અરબી સમુદ્રમાં હાથ ધરવામાં આવી હતી. ત્યારે જ અરબી સમુદ્રમાંથી અંદાજે રૂ.300 કરોડનો 100 કિલો હેરોઈનનો જથ્થો ચાર મહિનાઓ પહેલા રવાના થયો હતો જે માછીમારોની હોય તેવી નાની બોટમાં કચ્છના માંડવી બંદરે લાવવામાં આવ્યો હતો. પાકિસ્તાનના આતંકવાદીઓએ ચાર મહિના પહેલા દરિયાઇ માર્ગે ભારતમાં 100 કિલો હેરોઈન ઘૂસાડ્યાના ઘટસ્ફોટ
3500 કરોડના હેરોઇન પકડાયું હતું
16 જુલાઈ 2018ના દિવસે ભારે વરસાદ હોવાથી પોરબંદરના દરિયા કાંઠે એક બોટ તણાઈ આવી હતી. જેમાં બેઠેલા 6 ખલાસીઓનું રેસ્ક્યુથી ઓપરેશન કરીને બચાવી લેવાયા હતા. જેમાં ગયા વર્ષે 29 જુલાઈ 2017ના રોજ પોબરંબરના દરિયામાંથી રૂ.3500 કરોડનું 1500 કિલો હેરોઈન ચીતા ડ્રગ્સ પોરબંદરથી 388 કિ.મી.ના દરિયામાં હેનરી નામની ભંગાર શીપ-ટગમાંથી પકડી પાડવામાં આવ્યું હતું. ઈરાનના છબ્બર બંદરથી હેરોઈન ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડવાનું દેશના ઈતિહાસનું સૌથી મોટું રેકેટ ભારતીય કોસ્ટગાર્ડે પકડી પાડ્યું હતું. સુપ્રીત તિવારી, મોનિષ કુમાર, મનિષ પટેલ, સંજય યાદવ, દિવ્યેશ કુમાર, દિનેશ કુમાર, વિનય યાદવ અને અનુરાગ શર્મા છે. તેમજ તપાસ એજન્સીઓએ તિવારીના ભાઈ સુરજીત, મુંબઈ સ્થિત વિશાલ યાદવ, ઇરફાન શૈખ અને જેના ફોનથી તિવારીને ફોન કરવામાં આવ્યો હતો તે વિજય નામના વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. ઇજીપ્તમાં ડિલિવર કરવાનું હતું જે માટે જહાજના કેપ્ટનને 5 કરોડ રૂપિયા મળવાના હતા. પરંતુ તેણે રૂ. 50 કરોડ કમાવવાની લાલચે ઇજિપ્તના બદલે મુંબઈ તરફ જહાજને વાળી દીધું હતું. બળતણ ખુટતાં તે અલંગ લઈ જવાનું હતું. જહાજના કેપ્ટન સુપ્રીત તિવારી મુંબઈના એક નાવિક વિશાલ યાદવ દ્વારા અપાયેલ ઓફરની લાલચમાં ભારતીય જળસીમામાં ઘુસ્યો હતો. બોટના ઈરાની મૂળ માલિક અને દુબઈના વેપારી સૌયદ અલ મુરાનીએ જહાજને ઇજીપ્ત લઈ જવા કહ્યું હતું. પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIનો એજન્ટ હોવાનું તપાસમાં ખુલ્યું છે. શીપ જ્યારે પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પહોંચ્યું ત્યારે ઇરાનથી શીપ સાથે આવેલા મુસ્તફા અને મોહમદ નામના બે વ્યક્તિઓ અહીં ઉતરી ગયા હતા. આ બંને વ્યક્તિઓ પણ ISIના એજન્ટ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. 1523 પેકેટોનો ઓર્ડર લેનાર પ્રમાણે બ્લુ- લાલ, પીળો અને ઉપર બ્લુ પટ્ટી, સફેદ, કલરના પેકીંગમાં ડ્રગ્સ પેક કરવામાં આવ્યું હતું. જે અમદાવાદ સહિત ભારતની જુદી જુદી 4 થી 5 ટ્રગ્સ માફિયાઓને આપવાનું હતું.
27 જુલાઈ 2017માં બાતમીના આધારે ગુજરાત કોસ્ટગાર્ડ દ્વારા તેની શીપ, ડોનીયર વિમાન અને હેલીકોપ્ટર દ્વારા તપાસ શરૂ કરતા ઈરાનની કાર્ગો શીપ દેખાઈ હતી. પ્રાથમિક તબ્બકે તેનું નામ પ્રીન્સ-2 જણાવવામાં આવ્યું હતું અને આજ શીપમાં મોટી માત્રામાં ડ્રગ્સ છૂપાવવામાં આવ્યું હોવાની કોસ્ટગાર્ડને શંકા જતા તેની ઉપર વધુ વોચ રખાઈ હતી. ઈરાનથી ગુજરાત સમુદ્રમાં આવીને ભાવનગર અથવા અન્ય પોર્ટ ઉપર ડ્રગ્સનો જથ્થો ઉતરવાનો હતો. પોરબંદર કોસ્ટગાર્ડ અને મુંબઈ તેમજ ગાંધીધામથી ડોનીયર પ્લેન અને હેલીકોપ્ટરને તપાસમાં મોકલવામાં આવ્યા હતાં. પકડાયેલા તમામ આઠ શખસો ભારતીય છે. દસ્તાવેજ વગરની ટગની ભંગાર ટગને ખરીદી કરીને તેને રંગકામ કરીને તૈયાર કરવામાં આવી હતી. ઈરાનથી લાવવામાં આવ્યું હતું અને તે પછી અલંગ ભાંગવા માટે જવાનું હતું. મુંબઇ, ગાંધીધામ અને પોરબંદરથી હેલિકોપ્ટર ઉડયા હતા અને ત્રણેયે ટગને ઘેરી લઈને પકડી પાડી હતી.
વડોદરામાં 6 કરોડની કિંમતનું હેરોઈન જપ્ત
7 માર્ચ 2018ના દિવસે વડોદરામાં રાજધાની ટ્રેનમાંથી નોર્કોટિક્સ કન્ટ્રોલ વિભાગના અધિકારીઓએ એક નાઈજિરીયન નાગરિક પાસેથી રૂ.6 કરોડનું 1 કિલો 210 ગ્રામ જેટલું હેરોઈન પોલીસે પકડી પાડ્યું છે. વડોદરામાંથી અત્યાર સુધીમાં હેરોઈનનો આટલો મોટો જથ્થો પ્રથમ વખત ઝડપાયો છે. પિસ્તા, રાઈસના ગીફટ બોક્ષમાં હેરોઈન છૂપાવીને લઈ જતો હતો. તેનું નામ મામ્ડુ બુએઝે નોન્સો ચાલ્સ (ઉ.વ.38) છે તે બિઝનેશ વિઝા ધરાવે છે. પહેલાં બ્રાઉન સ્યુગર, કોકેઈન જેવા કેફી પદાર્થો ભારતમાં લાવવામાં આવતા હતા. હેવ અફઘાનીસ્તાનનું વ્હાઈટ કલરનું હેરોઈન ભારતમાં આવવાની શરૂઆત થઈ છે. જે ચિંતાનો વિષય છે.
સલાયાનું વહાણ 2800 કરોડના હેરોઈન સાથે ઝડપાયું
3 મે 2014માં કેન્યા અને ટાન્ઝાનીયા વચ્ચેના સમુદ્રમાંથી ઓસ્ટ્રેલીયન નેવીએ રૂ.2800 કરોડના હેરોઇન વેરાવળના વહાણના જામનગર જિલ્લાના આઠ ખલાસીઓને ઝડપી લીધા હતા. વેરાવળના શીપીંગ કંપનીના માલિક મેઘજી ઘેલાનાં વહાણ જામસલાયાના રાજા કઠિયારા- હાજી બસીર ઠુંમરાને 450 ટનનું લક્ષ્મીનારાયણ નામનું વહાણ 10 હજાર દિનારથી ભાડે આપ્યું હતું. ઓસ્ટ્રેલીયન નેવીએ ઘેટા ભરેલા આ વહાણમાંથી 1034 કિલો એટલે કે આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે રૂ.2800 કરોડનું હેરોઇનનો જથ્થો ઝડપાયા બાદ અનેક વિગતો પ્રકાશમાં આવી રહી છે. જેમાં વેરાવળ, જામનગર, માંડવી સહિતનું કનેકશન પણ ખુલતાં અનેક અટકળો સાથે રહસ્ય પણ સર્જાયું છે.
ભાજપના પૂર્વ ધારાસભ્યનો પુત્ર 2000 કરોડના ડ્રગ્સ કૌભાંડમાં
15 એપ્રિલ 2016માં દહેગામ પાસે આવેલી ઝાક જીઆઇડીસીમાંથી મળી આવેલ 270 કરોડના 1368 કિલો એફેડ્રિન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેનો કારોબાર બાદ મહારાષ્ટ્રના સોલાપુરમાં મળી આવેલા 2000 કરોડના ડ્રગ્સના કાળા કારોબારમાં ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહ રાઠોડની સંડોવણી સામે આવી હતી જેમાં ભાવસિંહ સહિત તેના કુટુંબની પુછપરછ કરવામાં આવી હતી. છે. ડ્રગ્સ માફિયા વિકી ગોસ્વામી સાથે કિશોરના ગાઢ સંબંધ હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ બનાસકાંઠામાં 1990 ચિમનભાઇ પટેલની સરકારની સરકારમાં ધારાસભ્ય હતા. તેમની ચેન્નાઇમાં મેન્ડરેસ ડ્રગ્સમાં ધરપકડ થઇ હતી, જેમાં તેઓ 7 વર્ષ જેલમાં રહ્યા હતા. આ ઉપરાંત હથિયારો અને ડુબલિકેટ નોટોના કેસમાં જેલમાં જઇ આવ્યા છે. આમતો કોંગ્રેસમાં રહેલા ભાવસિંહએ ગુજરાતના જાણીતા હજુરિયા-ખજુરીયા પ્રકરણમાં શંકરસિંહ વાઘેલાને ભરપુર સહયોગ આપ્યો હતો. તો બાદમાં 2009માં નરેન્દ્ર મોદી તેમને ભાજપમાં લાવ્યા હતા. ભાજપે તેમને પાટણથી સાંસદની ટિકિક પણ આપી હતી. ભાજપના ધારાસભ્ય પણ બન્યા હતા. 2012 કોંગ્રેસમાં જોડાયા હતા. કિશોરસિંહ ચૂંટણી દરમિયાન દામ-શામ-દંડ-ભેદની નીતિથી વોટ મેળવવાના અનેક આરોપો થયા હતાં. 2000માં બનાવટી ચલણી નોટના કેસમાં અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી. આ કેસમાં કોર્ટે કિશોરસિંહને સજા થઈ હતી.
નાઈઝીરીયનની આંતરરાષ્ટ્રીય લીંક
8 માર્ચ 2018માં અમદાવાદના નાર્કોટિક્સ વિભાગે આપેલી વિગતોના આધારે ડ્રગ્સનું મોટું દેશવ્યાપી રેકેટ પકડી પાડવામાં આવ્યું હતું. જેમાં બેંગલુરુમાં નાઈજેરિયન યુવકની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકા સાથે આ ડ્રગ્સ સંડોવણી મળી હતી. અમદાવાદ અને વડોદરા રેલવે સ્ટેશનેથી પકડાયેલાં બે નાઈજેરિયન યુવકો જોન સાથે જોડાયેલાં હોવાનું બહાર આવ્યું છએ. વડોદરામાં જૂન 2017માં પિટર ઓકાફોર નામના નાઈજેરિયન યુવકને 843 ગ્રામ એમ્ફેટામાઈન, 255 ગ્રામ કોકેન અને 65 ગ્રામ ટેબ્લેટ્સ મળીને કુલ 3.5 કરોડનો મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનેથી જોન વિલિયમ બેસ્ટને 587 ગ્રામ કોકેન, 700 ગ્રામ એમ્ફેટામાઈન મળીને 6 કરોડના માલ સાથે પકડાયો હતો.
કોડીનનો નશો
નશા માટે વપરાતી કોડીન કફ સીરપની 46 લાખ રૂપિયાની 42,000 બોટલો, એનસીબીએ નિલેશ ચાવડા પાસેથી પકડી હતી. ભુતકાળમાં મુંબઈમાં પણ કોડીન કફ શિરપની સાતસો પેટીઓ સાથે પકડાયો હતો અને ત્યાથી તડીપાર છે અને ગુજરાતમા અડીંગો જમાવ્યો છે. બહેરામપુરામા એનો મેડીકલ સ્ટોર હતો જેનુ લાયસન્સ કોડીન શિરપ વેચવા બદલ રદ કરવામાં આવ્યું હતું. નામનો વ્યક્તિ આમા સંડોવાયેલ હોવાનુ જાણવા મળ્યું. આ દરમિયાન FDCA અને NCB એ દિયા હેલ્થ કેર સાણંદમા દરોડા કરી એના માલિક લલિત પટેલની ધરપકડ કરી. પાટણમા ગોડાઉન માથી 37000 જેટલી બોટલ જપ્ત કરી 29 જુલાઈ 2018ના રોજ 46 લાખની કિંમતની 42000 કોડીન કફ શિરપનો ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો જથ્થો પકડયો હતો. તેમજ આ સમગ્ર કૌભાંડમા સંડોવાયેલ ભરત ચૌધરી, લલિત પટેલ, નિલેશ ચાવડા અને પાટણના ઘનશ્યામ પટેલની કરી હતી.