અમરેલીના રાજુલામાં રહેતા અને વેપારી દીપક ઠેકેદાર છેલ્લા 17 વર્ષથી શ્રાવણના સોમવારે પદયાત્રા યોજી સોમનાથ પહોંચે છે, તેઓએ 100મી યાત્રા શ્રાવણના બીજા સોમવારે પૂર્ણ કરી હતી. 17 વર્ષ પહેલા પુત્રના કારણે યાત્રા એ પગપાળા જવાનું થયું હતું. મહાદેવને પ્રિય રૂદ્રાક્ષની માળા 108 મણકાની હોય છે, ત્યારે હજુ 8 યાત્રા પૂર્ણ કરી 108 સુધી કરશે.