સોમનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા ગૌ ચિકિત્સા કેમ્પ ગોવિજ્ઞાન ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં પંચગવ્ય ઉપચાર તથા નિશુલ્ક દવા વિતરણ વિગેરે કરવામાં આવેલું હતું. 17 થી તા.19 દરમ્યાન ગૌ-વિજ્ઞાન કથા તથા નિદાન અને પંચગવ્ય દવાઓનું વિતરણ કરવામાં આવેલું હતું. કેમ્પનો લાભ આશરે 500 થી વધુ દર્દીઓએ લીધેલ હતો. કથા વિરામ પ્રસંગે ચિકિત્સક ટીમ તથા વક્તા ડો.નિરંજન વર્માનુ સન્માન ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી દ્વારા કરવામાં આવેલ હતું. ચિકિત્સા-માર્ગદર્શન -દવા વિગેરેનો લાભ લીધો હતો. શિબીરી19 અોગસ્ટ સુધી રહી હતી. ઉપરાંત ગૌ વિજ્ઞાન કથાનો વક્તા ડો.નિરંજન વર્માના વ્યાસાસને ગૌ વિજ્ઞાનથી અસાધ્ય રોગોનું સમાધાન બાબત સમજ આપેલી હતી. ગીર યાગ અને દેશી ગાય પાલકો માટે આ કેમ્પ ઉપયોગી રહ્યો હતો.