દેશમાં સૌથી વધું તલની ઉત્પાદકતામાં ગુજરાતને નામના અપાવતાં સૌરાષ્ટ્રના ખેડૂતો

ગાંધીનગર, 25 માર્ચ 2021

સમગ્ર દેશ કરતાં ગુજરાતના ખેડૂતો એક હેક્ટરે તલનું ઉત્પાદન મેળવવામાં સૌથી આગળ છે. દેશના કોઈ પણ રાજ્ય સરકરતાં બે ગણું તલનું ઉત્પાદન મેળવીને આખા દેશમાં ગૌરવ અપાવ્યું છે.

છેલ્લા અહેવાલ પ્રમાણે ગુજરાત ત્રણેય ઋતુ મળીને 566 કિલો અને ઉનાળુમાં 900 કિલો તલ એક હેક્ટરે પેદા કરવામાં સળફતા મેળવી છે. જ્યારે દેશની સરેરાશ 298 કિલોની છે. તેમાં રાજસ્થાન 316 કિલો, મધ્ય પ્રદેશ 262 કિલો, ઉત્તર પ્રદેશ 240 કિલો ઉત્પાદન હેક્ટરે મેળવે છે. આમ મગફળી બાદ હવે તલના તેલમાં પણ ગુજરાતના ખેડૂતોએ નામના મેળવી છે. ગુજરાતમાં 90 ટકા તલનો પાક સૌરાષ્ટ્રના ખેડૂતો લે છે. એવો હમણા પ્રસિદ્ધ થયેલો 2019ના પાકનો અહેવાલ કહે છે.

ગયા વર્ષની સરખામણીએ આ સમયે 22 હજાર હેક્ટરની સામે હાલ 44 હજાર હેક્ટર વાવેતર 23 માર્ચ 2021 સુધીમાં થઈ ગયું છે. જે સામાન્ય વાવેતર કરતાં 150 ટકા અને ગયા વર્ષની સામે 200 ટક સુધી વાવેતર પહોંચવાની ધારણા છે. ઉનાળુ વાવેતરમાં અગાઉના તમામ રેકોર્ડ તોડી શકે તેમ નથી. કારણકે 2014-15માં 53300 હેક્ટનું વાવેતર ઉનાળામાં થયું હતું. એ વર્ષે જુનાગઢમાં સૌથી વધું 20400 હેક્ટરમાં થયું હતું. જે એક નોખો વિક્રમ છે.

ઉનાળુ તલમાં વાવેતર 2019-20માં કૃષિ વિભાગની ધારણા હતી કે 55720 હેક્ટરમાં વાવેતર થશે અને 51310 ટન ઉત્પાદન મળશે. જ્યારે હેક્ટરે 921 કિલોની ઉત્પાદકતા આપશે. ગુજરાતમાં ઉનાળુ તલ સારી ઉત્પાદકતાં ધરાવે છે. ચોમાસામાં તેનું અડધુ ઉત્પાદન થાય છે.

ગુજરાતમાં ઉનાળુ તલ સરેરાશ અગલા 3 વર્ષની 17600 હેક્ટરમાં 13700 ટન તલ પાકે છે. સરેરાશ 780 કિલોનું હેક્ટરે ઉત્પાદન થાય છે. જ્યારે 2021 સુધીના છેલ્લા 3 વર્ષમાં તલનું વાવેતર વધીને 31 હજાર હેક્ટર સુધી પહોંચી ગયું હતું. તલ પકવવામાં સુરેન્દ્રનગર જિલ્લો વાવેતર અને ઉત્પાદનમાં પ્રથમ છે.  ઉત્પાદકતામાં સોમનાથ જિલ્લો પ્રથમ છે. જ્યાં 1271 કિલો તલ એક હેક્ટરે પાકે છે. મોરબીમાં 1075, રાજકોટ 1009, ભાવનગરમાં 927 કિલો પાકે છે. જોકે, મોરબીમાં 2017-18માં 1412 કિલો તલ પાકીને નવો વિક્રમ સર્જી દીધો હતો.

ઉનાળામાં બીજા બધા પાકો કરતાં સુરેન્દ્રનગરમાં તલનું સૌથી વધું વાવેતર હોય છે. પછી બાજરો હોય છે. જોકે ઉનાળામાં 7 જિલ્લામાં તલનું વાવેતર બીજા પાકો કરતાં વધું હોય છે. જેમાં મોરબી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, બોટાદનો સમાવેશ થાય છે.

જોકે 3 ઋતુનું મળીને સરેરાશ 123213 હેક્ટરમાં 70778 ટન તલ પાકેલા છે. સરેરાશ ઉત્પાદકતા 575 કિલોની મળે છે.

આ પણ વાંચો 

ઉનાળુ તલમાં ગુજરાતને પછાડી દેતું પશ્ચિમ બંગાળ અને ચીન

15 માર્ચ 2021 સુધીમાં વાવેતર
2020-21માં ઉનાળુ તલનું વાવેતર
ખેતીની તલ
જિલ્લો કૂલ જમીન હેક્ટર
સુરત 251300 300
નર્મદા 113000 0
ભરૂચ 314900 300
ડાંગ 56500 0
નવસારી 106800 0
વલસાડ 164300 0
તાપી 149100 0
દક્ષિણ ગુ. 1663700 700
અમદાવાદ 487400 0
અણંદ 183800 0
ખેડા 283500 100
પંચમહાલ 176200 100
દાહોદ 223600 0
વડોદરા 304700 0
મહિસાગર 122400 0
છોટાઉદેપુર 206600 400
મધ્ય ગુ. 1988200 600
બનાસકાંઠા 691600 0
પાટણ 360400 0
મહેસાણા 348100 100
સાબરકાંઠા 271600 100
ગાંધીનગર 160200 0
અરાવલી 202700 100
ઉત્તર ગુજ. 2034600 300
કચ્છ 733500 300
સુરેન્દ્રનગર 621000 8100
રાજકોટ 536300 2100
જામનગર 366200 2200
પોરબંદર 110900 900
જૂનાગઢ 358700 7000
અમરેલી 538200 8800
ભાવનગર 454700 1300
મોરબી 347000 600
બોટાદ 199700 3000
સોમનાથ 217000 2100
દ્વારકા 229600 700
સૌરાષ્ટ્ર 3979300 36700
ગુજરાત કૂલ 9891500 38600

50 ટકા તેલ નિકળે છે

તલના પાકના બિંયામાંથી 45થી 50 ટકા તેલ નિકળે છે.

ભારતમાં સૌથી વધું વાવેતર ગુજરાતમાં

ભારતમાં 8 લાખ ટન તલ નિકાસ કરે છે, ભારત વિશ્વમાં ત્રીજા નંબરનું નિકાસ બજાર ધરાવતો ઉત્પાદક દેશ છે. વિશ્વના 15 ટકા હિ્સ્સો રહેતો આવ્યો છે.

સમગ્ર ભારતમાં ગુજરાતમાં સૌથી વધું તલનો પાક લેવામાં આવે છે. ગુજરાતમાં ચોમાસુ, ઉનાળું અને દક્ષિણ ભારતમાં તેનો પાક શિયાળાની ઋતુમાં લેવાય છે. તલ લગભગ બધાં રાજ્યોમાં થાય છે, પરંતુ ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં વધારે પાકે છે. ભારત વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે.  વિશ્વમાં ભારત પ્રથમ સ્થાને છે, ઉત્પાદનમાં મેક્સિકો, ચીન અને અફઘાનિસ્તાન  આગળ છે.

ગુજરાતની મુખ્ય જાતો

ગુજરાત તલ નંબર -1, ગુજરાત તલ નંબર -2, આરટી-54,, આરટી -103, પૂર્વા -1, આરટી -103 વગેરે. 80થી 85 દિવસમાં પાકે છે.

પંજાબની આરટી – 125 જાતે શ્રેષ્ઠ

આરટી 125- આ જાતની તલ 90 થી 120 સે.મી.ની ઊંચાઈવાળી ભારે જમીન માટે યોગ્ય છે, આ જાતની 3 થી 5 શાખાઓ છે. આ જાતનાં બીજ, જે 75 થી 85 દિવસમાં પાકે છે, સફેદ હોય છે. ઉત્પાદન હેકટરે 9 થી 12 ક્વિન્ટલ છે. તેની વિશેષતા એ છે કે પાંદડા, દાંડી અને ફળિયાઓ સહિતનો આખો છોડ પાકવાના તબક્કે પીળો થઈ જાય છે. તે રોગપ્રતિકાર શક્તિ ધરાવે છે. 1000 દાણાનું વજન લગભગ 2.5 થી 3.15 ગ્રામ છે અને તેલની માત્રા 48.8 ટકા છે.

આ પણ વાંચો 

તલના વાવેતરે 10 વર્ષના વિક્રમો તોડી નાંખ્યા કારણ..? ગુજરાતના વિજ્ઞાનીએ શોધેલા તલ

ખેતી કેમ વધી

બીજા પાક કરતાં તલમાં ભાવ સારા મળી રહ્યાં છે. ઓછા વરસાદે થઈ જાય છે. વળી, રખડતા પ્રાણીઓ તલના છોડને ખાતા નથી. તેથી ખેડૂતો તલના વાવેતર તરફ વળ્યા છે.

આ પણ વાંચો 

તલનું વાવેતર 145 ટકા વધ્યું પણ ઉત્પાદન 50 ટકા સુધી ઘટી જશે, તલમાં ગુજરાત નંબર એક

તલ અને તેલનો ઉપયોગ

તલનો તથા તેના તેલનો ખોરાક માટે વધું થાય છે. તેલનો ઉપયોગ વૈકલ્પિક દવા અને ઉપચારમાં પણ થાય છે. પોષણની દ્રષ્ટિએ શક્તિશાળી ખોરાક છે. 100 ગ્રામ દીઠ તલના પ્રોટીન – 18.3 ગ્રામ પ્રોટીન, 43.3 ગ્રામ ચરબી, 25 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 1450 મિલિગ્રામ. કેલ્શિયમ, 570 મિલિગ્રામ. ફોસ્ફરસ, 9.3 મિલિગ્રામ, આયર્ન અસ્તિત્વમાં છે. તલ (163 મિલિગ્રામ દીઠ 100 ગ્રામ) અને ચરબીયુક્ત તેલ (101 મિલિગ્રામ / 100 ગ્રામ) મળી આવે છે, જે શરીરમાં કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવામાં અને હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદગાર છે. તેના બીને ઉર્જાનો ભંડાર માનવામાં આવે છે કારણ કે તેમાં 100 ગ્રામ દીઠ 640 કેલરી હોય છે. તેમાં બે સારા ફિનોલિક એન્ટી ઓક્સિડેન્ટ તલ અને સેસામિનોલ છે જે તેને લાંબા સમય સુધી સુરક્ષિત રાખે છે. તલના તેલને તેલોની રાણી કહેવામાં આવે છે, કારણ કે તેમાં ત્વચામાં વૃદ્ધિ અને સુંદરતા વધારવાની ગુણધર્મો છે. મોનો સંતૃપ્ત ફેટી એસિડ્સ હોય છે જે શરીરમાંથી કોલેસ્ટરોલ ઘટાડે છે. તે હાર્ટને લગતી બીમારીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે. એન્ટીઓકિસડન્ટ હોય છે જે કેન્સરના કોષોને શરીરમાં વધતા અટકાવે છે. આ સિવાય કેટલાક તત્વો અને વિટામિન તલમાં જોવા મળે છે જે તાણ અને હતાશા ઘટાડવામાં મદદગાર છે. તલમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, જસત અને સેલેનિયમ જેવા ઘણા બધા ક્ષાર હોય છે જે હૃદયની સ્નાયુઓને સક્રિય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. તલમાં આહાર પ્રોટીન અને એમિનો એસિડ હોય છે જે હાડકાંના વિકાસમાં મદદ કરે છે.